ગુગલ મેપ્સ દ્વારા ખાલી કરવામાં આવી રહ્યા છે લોકોના બેન્ક ખાતા, તમે સાવધાન રહો.

ગુગલ મેપ્સ વિષે તમે બધા સારી રીતે જાણો છો. તમે પણ કોઈ જગ્યા સુધી પહોંચવા માટે ગુગલ મેપનો ઉપયોગ કર્યો હશે. પરંતુ શું તમે જાણો છો, કે આ ગુગલ મેપની મદદથી ચોર તમારા બેન્ક એકાઉન્ટને પણ ખાલી કરી શકે છે. હા, આ સત્ય છે કે ગુગલ મેપની મદદથી લોકોને ચૂનો લગાવી શકાય છે, અને તેમના બેન્ક ખાતાની જાણકારી સરળતાથી મેળવી શકે છે. આવો વિસ્તારથી જાણીએ કે ગુગલ મેપ્સ દ્વારા લોકોને ચૂનો કેવી રીતે લગાવામાં આવી રહ્યો છે, અને તમે આનાથી સાવધાન રહેવા માટે કઈ વાતોને ધ્યાનમાં રાખી શકો છો.

ગુગલની એક પોલિસી છે જેને યુઝર જનેરેટેડ કોન્ટેન્ટ પોલિસી કહેવામાં આવે છે. આ પોલિસીમાં ગુગલ મેપ્સ પર આપવામાં આવેલ જાણકારી કોઈ પણ એડિટ કરી શકે છે. ગુગલ મેપ્સ પર આપવામાં આવેલ જાન્કારીઓમાં મોબાઈલ નંબરની સાથે સાથે સરનામું પણ હોય છે.

હવે છેતરપિંડી કરનારા લોકો ગુગલ મેપ્સની આ પોલિસીનો ખોટો ફાયદો ઉઠાવીને લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે, અને તેમના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉડાવવા માંડે છે. આ ચોર ગુગલ મેપ અને ગુગલ સર્ચ રિઝલ્ટમાં બેન્કના અસલી ફોન નંબરની જગ્યાએ પોતાનો મોબાઇક નંબર નાખી દે છે.

જેના પછી જેવું જ તમે પોતાના બેન્કના ફોન નંબર વગેરે વિષે ગુગલ પર સર્ચ કરશો, તો તમને આ ચોરો દ્વારા આપવામાં આવેલ ખોટી જાણકારી મળે છે, અને તમને એવું લાગે છે કે ગૂગલમાં આપવામાં આવેલ જાણકારી સાચી છે. એવામાં તે ખોટા નંબરને સાચો માનીને તમે તેના પર ફોન કરો છો.

હવે તમારો ફોન ફ્રોડ કરવા વાળાઓ પાસે જાય છે, અને તે બેન્કના કર્મચારીની જેમ તમારી સાથે વાત કરે છે. તેના પછી તમારા જોડે તમારા એટીએમ અને ક્રેડિટ કાર્ડ વિષે જાણકારી માંગવામાં આવે છે, અને તમે તેને બેન્કના કર્મચારી સમજીને પુરી જાણકારી આપો છો. તેના પછી તેઓ તમારા બેન્ક ખાતા વિષે જાણી લે છે, અને તમારા ખાતાને ખાલી કરી શકે છે.

મહારાષ્ટ્ર સ્ટેટની સાઇબર પોલીસે આ છેતરપિંડીનો ખુલાસો કર્યો છે. પોલીસ મુજબ અત્યાર સુધીમાં આવા ત્રણ કિસ્સા સામે આવ્યા છે, જે બેંક ઓફ ઇન્ડિયાના છે. આ ત્રણેય કિસ્સાની જાણકારી ગુગલને આપવામાં આવી, પણ ગુગલ મેપ્સમાં એડિટનું ફીચર હમણાં પણ ચાલુ જ છે.