થઇ ગઈ ધરતી પરથી પાણી ખલાસ થવાની શરૂઆત, સૌથી પહેલા આ દેશમાં ખાલી થયું પાણી

“પાણી બચાવો, તો પાણી તમને બચાવશે.” આવા તો પાણી બચાવવા માટે ઘણા સુત્રો રહેલા છે. પરંતુ શું આપણે તેમાંથી એક પણ સૂત્ર ઉપર ક્યારે પણ ધ્યાનથી વિચાર્યુ છે? કે પછી તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે? જવાબ છે “ના.” અને જો આમ જ ચાલતું રહ્યું તો એ દિવસો દુર નથી કે લોકો પીવા માટે પાણીના એક ગ્લાસ માટે આમ તેમ ભટકતા જોવા મળે, અને પાણી માટે યુદ્ધ જેવી પરિસ્થિતિ પણ ઉભી થઇ જાય.

આખી દુનિયામાં પાણી બચાવવા માટે અભિયાન ચાલી રહ્યા છે, પરંતુ કોઈ ધ્યાન નથી આપી રહ્યા. પણ હવે દુનિયા માંથી પાણી ખલાસ થવાની શરુઆત થઇ ગઈ છે. સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ફક્ત ૧૦ દિવસનું પાણી હવે વધ્યું છે. અહિયાં પાણી માટે કટોકટી જેવી સ્થિતિ ઉભી થઇ ગઈ છે.

તમામ ૬ મોટા ડેમ લગભગ સુકાઈ ગયા છે. અને જો આવનારા દિવસોમાં શહેરમાં વરસાદ ન થયો તો તેનું લેવલ લગભગ ૨૧ એપ્રિલ સુધી ૧૩.૫% થી નીચે જતું રહેશે, અને ત્યાર પછી ઘરોમાં પાણી આપવાનું બંધ કરી દેવામાં આવશે. આ દુનિયાનું પેહેલું શહેર હશે, જ્યાં પાણી માટે કટોકટી જેવી પરિસ્થિતિ છે. શહેરમાં લોકો દુષ્કાળથી લઇને સરકાર વિરુદ્ધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. સત્તાવાળાઓએ ૨૧ એપ્રિલને ડે-ઝીરો જાહેર કર્યો છે. ત્યાર પછી લોકોના ઘરોમાં પાણી આવવાનું બંધ થઇ જશે. શહેરના લોકોને પીવાનું પાણી મેળવવા માટે લાઈનમાં રહેવું પડશે. તેના માટે શહેરમાં ૨૦૦ સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે.

હાલમાં ઘરોમાં ૮૭ લીટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ડે-ઝીરોથી માત્ર ૨૭ લીટર પાણી મળશે. તે પણ લાઈનમાં ઉભા રહીને. કેપટાઉનની વસ્તી ૩૭ લાખ છે. ટુકડીઓ ઘરે ઘરે જઈને લોકોને સમજાવી રહ્યા છે, કે પાણી કેવી રીતે બચાવી શકાય. અને ઓછા પાણીથી કામ કેવી રીતે ચલાવી શકાય.

થીવોટરક્લુફ કેપટાઉનનો સૌથી મોટો ડેમ છે. શહેરમાં 41% પાણીનો સપ્લાય આ ડેમથી થાય છે. એની ક્ષમતા 48 લાખ કરોડ ઘન મીટર છે. શહેરને આનાથી રોજ 60 કરોડ લીટર પાણીનો સપ્લાય થાય છે. આ 10 વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. શહેરમાં 6 મોટા ડેમ છે, અને 99.6% પાણીની સપ્લાય એમાંથી કરવામાં આવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.