તમારા લીવરની દુશ્મન છે આ પાંચ વસ્તુઓ, ઓછો કરી દેજો આનો ઉપયોગ

આપણા શરીરના દરેક અંગનું ઘણું જ મહત્વ હોય છે. જો તમારા શરીરનું એક પણ અંગ કામ કરવાનું બંધ કરી દે તો શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ થવા લાગશે. તેના કારણે જ શરીરના દરેક અંગની કાળજી રાખવી જરૂરી હોય છે. આપણા શરીરના ઉપરના ભાગમાં આપણે આમ પણ ધ્યાન આપીએ છીએ, પરંતુ શરીરની અદંર શું પ્રક્રિયા ચાલી રહી છે અને અંદરના અંગ સારી રીતે ચાલી રહ્યા છે કે નહિ તેનું પણ ધ્યાન રાખવું ઘણું જરૂરી હોય છે.

તેવામાં લીવર પણ આપણા શરીરનું એક ખાસ અંગ છે, જેની કાળજી રાખવી ઘણી જરૂરી છે. જો લીવર ખરાબ થઇ જાય તો શરીરના આરોગ્ય ઉપર સીધી અસર પડશે. આપણે હંમેશા આપણા ખાવા પીવા ઉપર ધ્યાન નથી આપતા અને અજાણતામાં આપણા લીવરને ઘણું નુકશાન પહોચાડીએ છીએ. ક્યા છે એ આહાર જે તમારા લીવરને ઘણું નુકશાન પહોચાડે છે.

ખાંડ :

જે ખાંડને તમે રાત દિવસ ચા માં, ખીરમાં, હલવામાં અને કોઈ ને કોઈ રીતે ખાતા રહો છો, તે ખાંડ લીવરને સૌથી વધુ નુકશાન પહોચાડે છે. રીફાઈંડ શુગર તમારા આરોગ્ય માટે સૌથી ખરાબ હોય છે. ખાંડને સફેદ ઝેર કહે છે. તે શરીરમાં મોટાપો વધારવા સાથે જ લીવર ફંક્શન ઉપર ઘણી અસર કરે છે. બ્રાઉન શુગર ખાવાથી પણ તેનો કોઈ મોટો ફાયદો જોવા નથી મળતો. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ખાંડનો ઉપયોગ ઓછો કરી દો. ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરી શકો છો. ગોળ કેમિકલ વગરનો વાપરવો.

મસાલા :

ભારતમાં રહીને આ વસ્તુથી દુર રહેવું થોડું મુશ્કેલ હોય છે. આમ તો મસાલા પણ લીવરને ઘણે અંશે નુકશાન પહોચાડે છે. વધુ મરચું મસાલા વાળું ખાવું આરોગ્ય ઉપર ખરાબ અસર કરે છે. ક્યારે ક્યારે મસાલાનું સેવન ઠીક છે, પરંતુ દરરોજ મસાલાદાર ખવાનું ખાવું સારું નથી ગણવામાં આવતું. જરૂર કરતા વધુ મસાલાનો ઉપયોગ ન કરો. રોજ ખાવ છો તો હળવા મસાલા વાળું ખાવાનું ખાવ.

દારુ :

જેવી રીતે લીમીટમાં ઉપયોગ કરવામાં આવેલી વસ્તુ શરીરને નુકશાન નથી પહોચાડતી. તેવી રીતે આલ્કોહોલને પણ એક મર્યાદિત પ્રમાણમાં લો તો તે શરીર માટે સારું રહે છે. તે જો તમે આલ્કોહોલનો ઉપયોગ વધુ કરવા લાગો છો તો તેની સૈથી વધુ અસર લીવર ઉપર પડે છે. જેનું લીવર ખરાબ હોય તેમણે ભૂલથી કોઈ પણ પ્રકારના આલ્કોહોલ એટલે દારૂનો ઉપયોગ ન કરવો જોઈએ.

વિટામીન સપ્લીમેન્ટ :

તમે હંમેશા સાંભળ્યું હશે કે શરીરમાં વિટામીન હોવું ઘણું જરૂરી છે. તે આપણને ફળ કે ખાવા માંથી મળે છે. જો તે ફળ તરીકે નથી મળતા તો પછી શરીરમાં વિકાસ અને પોષણ માટે બહારથી વિટામીન લેવામાં આવે છે. આમ તો વિટામીનનો વધુ ઉપયોગ પણ લીવર ઉપર ખરાબ અસર કરે છે. તેમાં પણ જો તમે વિટામીન A લો છો તો તે તમારા શરીર માટે ઘણું જ ખતરનાક સાબિત થઇ શકે છે.

સોફ્ટ ડ્રીંક :

ગરમીના દિવસોમાં ભલે જ સોફ્ટ ડ્રીંકને તમે ઘણી રાહત વાળું અનુભવતા હો, પરંતુ તે તમારા આખા શરીર માટે નુકશાનકારક હોય છે. આવા પ્રકારના ડ્રીંકથી તમારા શરીર ઉપર ખરાબ અસર થાય છે. સાથે જ તે લીવર માટે તો ઘણું જ ખરાબ હોય છે. તેનાથી શુગર કંટેન્ટ ઘણું જ વધુ થાય છે અને લીવર ઉપર તેની ખરાબ અસર પડે છે.