એન્જીનિયરિંગ – CA થયા જુના, 2019 માં આ કોર્સથી થશે મોટી કમાણી

વર્ષ 2019 ની શરૂઆત થઇ ચુકી છે. નવા વર્ષના શરુ થવાની સાથે જ કરિયરની સીઝન શરુ થવાની છે. જેમાં તમે પોતાના કરિયરનો રસ્તો પસંદ કરશો, જે રસ્તા પર તમારે આગળ ચાલવાનું છે. પણ પ્રતિસ્પર્ધાના આ સમયમાં તે રસ્તો પસંદ કરવો ઘણો મુશ્કેલ છે, જેથી તમે સરળતાથી લક્ષ્ય સુધી પહોંચી શકો. તેથી આજે અમે તમને તે કોર્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે 2019 માં ઘણા લોકપ્રિય થઇ શકે છે, અને આગળ આ ફિલ્ડમાં રોજગારના અવસર વધી શકે છે.

ફોટોગ્રાફી :

ફોટોગ્રાફીમાં નેવિગેશનલ અને ટુરીઝમ માટે નકશાનો અભ્યાસ કરવો અને બનાવવો વગેરેની જાણકારી હોય છે. ફોટોગ્રાફર કોઈ જગ્યાના આંકડાને ભેગા કરે છે, અને અક્ષાંશ, રેખાંશ, ઉંચાઈ અને અંતરનું વિશ્લેષણ કરે છે. પછી તેનો ડીજીટલ અથવા ગ્રાફિક રૂપોમાં માનચિત્ર તૈયાર કરે છે. દિલ્લીની ઘણી યુનીવર્સીટીમાં આ કોર્સ કરાવવામાં આવે છે.

ફૂડ કેમેસ્ટ્રી :

ફૂડ કેમેસ્ટ્રી આગામી સમય મુજબ ઘણો સારો કોર્સ સાબિત થઇ શકે છે. તેમાં ફૂડ પ્રોડક્શન પ્લાન્ટમાં કામ કરીને અલગ અલગ ખાવાના પદાર્થોમાં ઉપયોગ થતી સામગ્રીનો અભ્યાસ કરવાનો હોય છે. સાથે જ તેમાં ફૂડ કેમેસ્ટ્રી, ફૂડ પ્રોસેસિંગની બધી પ્રક્રિયાનો સમાવેશ થાય છે. સાઉથમાં ઘણી એવી કોલેજ છે, જે તેનો અભ્યાસ કરાવે છે.

રૂરલ સ્ટડીઝ :

રૂરલ સ્ટડીઝ પણ તમારા માટે સારો વિકલ્પ હોઈ શકે છે. આ કોર્સમાં સમાજના વિકાસ, પર્યાવરણ, માનવ, અધિકાર, પશુપાલન, કૃષિ પ્રબંધન અને યોજના, બાળ વિકાસ જેવા વિષયો પર અભ્યાસ કરવાનો હોય છે. આ કોર્સ કર્યા પછી ઘણા પ્રકારની ફેલોશીપ કરીને પોતાનું કરિયર બનાવી શકો છો, અથવા ઘણી એજન્સીયો સાથે કામ કરી શકો છો.

યોગમાં બનાવી શકો છો કરિયર :

હાલમાં જ ચીનની એક યુનીવર્સીટીએ દેશમાં 50 થી વધુ યોગ કોલેજ ખોલવાનો નિર્ણય કર્યો છે, જેના દ્વારા ચીનમાં લોકોને યોગ વિષે જણાવવામાં આવશે. તમે પણ યોગ સાથે જોડાઈને અભ્યાસ કરીને પોતાનું કરિયર બનાવી શકો છો, જેના માટે ઘણી કોલેજ કોર્સ પણ કરાવે છે.

પોલીટીકલ વાતચીત :

હવે રાજનીતિ અને ચૂંટણી પ્રચારની રીત ઘણી બદલાઈ ગઈ છે. રાજનૈતિક પાર્ટીઓ ચૂંટણી દરમિયાન અને ત્યાર પછી પણ પોતાના સંપર્ક વિભાગની મદદ માટે વ્યવસાયિક લોકોની શોધ કરે છે, જે પાર્ટીઓના પ્રચારમાં કામ કરી શકે. હવે ઘણી સંસ્થા પોલીટીકલ વાતચીતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા કરવી રહી છે. એમાં મેનેજીંગ પોલીટીકલ સેન્સેટીવીટીજ, એજ ઓફ સોશિયલ ઈલેકશન અને ઈવોલ્યુશન ઓફ પોલીટીકલ વાતચીત જેવા વિષય ભણાવવામાં આવે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.