બીજી દીકરીને જન્મ આપ્યા પછી રડવા લાગી હતી ઈશા દેઓલ, કારણ જાણીને હેમા માલિનીને પણ લાગ્યો હતો ઝાટકો.

કેમ ઈશા દેઓલ બીજી દીકરીને જન્મ આપતા જ રડવા લાગી હતી, હેમા માલિનીને કારણ ખબર પડવા પર લાગ્યો ઝાટકો

બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિનીએ તેની કરીકીર્દીમાં એકથી એક ચડીયાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. ફિલ્મો ઉપરાંત તે પોતાના અંગત જીવનને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. તેમની પુત્રી ઇશા દેઓલ પણ પોતાની માતાની જેમ ફિલ્મોમાં વિશેષ સ્થાન બનાવવા માંગતી હતી, પરંતુ નસીબે તેને સાથ ન આપ્યો. ત્યાર પછી તે એક વેપારી સાથે લગ્ન કરીને સ્થાયી થઈ ગઈ. તેને પહેલુ સંતાન પુત્રી હતી અને જ્યારે તેણે બીજી પુત્રીને જન્મ આપ્યો, ત્યારે તે એક ગંભીર વાતને લઈને રડવા લાગી હતી. પછી તેના મનની વાત હેમા માલિનીને આવી રીતે સમજાઈ.

10 જૂન, 2019 ના રોજ ઇશા દેઓલે બીજી પુત્રીને જન્મ આપ્યો. ઇશાએ તેની બીજી પુત્રીનું નામ મીરાયા તખ્તાની રાખ્યું. આજકાલ ઇશા માતૃત્વનો આનંદ લેવાની સાથે સાથે પુસ્તકો પણ લખી રહી છે. ઇશા અભિનેત્રી હોવા ઉપરાંત લેખક પણ છે. તાજેતરમાં જ ઇશાનું પુસ્તક ‘અમ્મા મિયા’ લોંચ કરવામાં આવ્યું છે.

પ્રથમ પુત્રી રાધ્યા પછી જ્યારે ઇશાએ બીજી પુત્રીને જન્મ આપ્યો ત્યારે તે એક બીમારીનો શિકાર બની ગઈ હતી, જેના કારણે ઇશા દિવસ-રાત રડતી રહી હતી, અને સાજી થવા માટે પ્રાર્થના કરતી હતી. આ વિશે ઇશાએ એક ચેટ શોમાં જણાવ્યું હતું. હકીકતમાં, ઇશા દેઓલ જે બિમારીથી પીડાઈ રહી હતી તે હોર્મોન્સના વધઘટને કારણે થાય છે.

લોકો તેને પોસ્ટમાર્ટમ ડિપ્રેસન પણ કહે છે. આ રોગમાં માણસનું મૂડ વારંવાર બદલાય છે, અને ઇશા આ રોગનો શિકાર બની છે. તેના વિશે ઇશાને ખબર ન હતી, પરંતુ ઇશાના જણાવ્યા મુજબ એક દિવસ તેની માતા હેમાએ આ વાતની નોંધ લીધી, અને તેને ગંભીરતાથી લઈને તેના લોહીની તપાસ કરાવી.

તેના વિશે ઇશાએ વધુમાં કહ્યું કે, “મેં માતાની સલાહને અનુસરી અને બ્લડ ટેસ્ટ કરાવ્યા. ત્યાર પછી હું એક મહિનામાં સાજી થઈ ગઈ હતી. આવી જ હાલત મારી બીજી પુત્રીના જન્મ વખતે થઈ હતી, જોકે માતાએ મારી સમસ્યા સમજી અને મને સાથ આપ્યો.” તમને જણાવી દઈએ કે, ઇશા દેઓલ બોલીવુડના જાણીતા કલાકારો ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી છે. ઇશા દેઓલે વર્ષ 2012 માં ઉદ્યોગપતિ ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા.

ઇશાએ તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2002 માં ‘કોઈ મેરે દિલ સે’ ફિલ્મથી કરી હતી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. ઇશાએ હાર માની નહીં અને ત્યાર પછી ના તુમ જાનો ના હમ, એલઓસી કારગિલ, ક્યા દિલ ને કહા, કુછ તો હૈ અને ચૂરા લિયા હૈ જેવી ફિલ્મોમાં કામ કર્યું અને આ બધી ફિલ્મો હિટ સાબિત થઈ શકી નહીં. તે નો એન્ટ્રી, યુવા, ધૂમ, ટેલ મી ઓ ખુદા, કાલ, દસ, ક્યા દિલ ને કહા, શાદી નંબર 1, ઇન્સાન જેવી ઘણી બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

વર્ષ 2004 માં ફિલ્મ ધૂમ કરી જેમાં તેની સાથે જ્હોન અબ્રાહમ, અભિષેક બચ્ચન, ઉદય ચોપડા જેવા સ્ટાર્સ હતા. આ ફિલ્મ સુપરહિટ થઈ અને ઈશાને પણ આગળ કામ મળી ગયું. પણ પછી એવું જ બન્યું, ઇશાએ પોતાની તાકાત ઉપર કોઈ હીટ ફિલ્મ આપી નહીં, તો તેને ફિલ્મો મળવાનું બંધ થઇ ગયું. વર્ષ 2010 માં ઇશાએ સલમાન ખાન સાથે ફિલ્મ ટેલ મી ઓ ખુદા કરી અને આ ફિલ્મ પણ ફ્લોપ થઈ હતી. ત્યારપછી ઇશાએ પોતાની બોલીવુડ કારકિર્દી છોડીને લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.