એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મીની આપવીતીથી રડી પડી હતી આ એક્ટ્રેસ, હવે કરી રહી છે તેની બાયોપિક

એસીડ એટેક સર્વાઇવર લક્ષ્મીનીના જીવન ઉપર આધારિત ફિલ્મ નું નામ ‘છપાક’ છે અને તેમાં દીપિકા પાદુકોણ સર્વશ્રેષ્ઠ અભિનયનો જાદુ ફેલાવશે

બૉલીવુડમાં આજકાલ બાયોપિકનું પૂર આવ્યું છે અને આજના સમયમાં ફિલ્મમેકર પણ તેની ઉપર ધ્યાન આપવા લાગ્યા છે. પછી તે સંજય દત્તની બાયોપિક હોય, મનમોહન સિંહની હોય અથવા તો નરેન્દ્ર મોદીની બાયોપિક હોય દરેક પોતાનો વધુ ફોકસ બાયોપિક્સ ઉપર છે. હમણાં જ એસીડ એટેક પીડિતા લક્ષ્મીની બાયોપિક બનવા જઈ રહી છે જેમાં મુખ્ય રોલમાં દિપીકા પદુકોણ જોવા મળશે.

દિપીકા બોલીવુડની શ્રેષ્ઠ અને ટોચની અભિનેત્રી છે અને જ્યારે તેઓને લક્ષ્મીની વાર્તા જણાવવામાં આવી ત્યારે એસીડ એટેક સર્વાઇવર લક્ષ્મી ની વાર્તા ઉપર રડી પડી હતી. આ હિરોઈન અને નક્કી કરી લીધું કે તે આ ફિલ્મ જરૂર બનાવશે. હવે ફિલ્મનું ફસ્ટ લુક સામે આવી ગયો છે અને તેમાં દીપિકા આબેહુબ લક્ષ્મી જેવી લાગી રહી છે.

એસીડ એટેક સર્વાઇવર લક્ષ્મીની વાર્તા ઉપર રડી પડી હતી આ હિરોઈન :-

એસીડ એટેક સર્વાઇવર લક્ષ્મીના જીવન ઉપર આધારિત ફિલ્મનું નામ ‘છપાક’ છે અને તેમાં દિપીકા પદુકોણ પોતાના શ્રેષ્ઠ અભિનયનો જાદુ પાથરશે. આ ફિલ્મની વાર્તા જણાવે છે કે કેવી રીતે તે ખરાબ અકસ્માતમાં એક મૌસમ છોકરીની આખી જીંદગી બદલાઈ ગઈ અને તેને સાંભળીને દીપિકા પણ રડી પડી હતી. દિલ્હીની રહેવાસી લક્ષ્મી અગ્રવાલ જે પોતાની હિંમત અને ધગશ દ્વારા એક સામાન્ય છોકરીથી વિશેષ છોકરી બની ગઈ, તે એક મધ્યમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

7 માં ધોરણમાં ભણતી દિલ્હીની ખાન માર્કેટમાં એક પુસ્તકની દુકાન ઉપર કામ કરતી હતી. વર્ષ 2005 માં લક્ષ્મી અગ્રવાલની ઉંમર 15 વર્ષ હતી જ્યારે તેઓ એસીડ એટેકનો ભોગ બની હતી. લક્ષ્મીનો દોષ બસ એટલો હતો કે તેણે પોતાની ઉંમરથી બમણી ઉંમરના માણસના પ્રેમની દરખાસ્તનો અસ્વીકાર કયો હતો. આ વાતથી નારાજ તે માણસ એ લક્ષ્મી સાથે બદલો લીધો અને તેમની ઉપર એસીડ ફેંકી દીધું.

આ અકસ્માત પછી લક્ષ્મીનો સંપૂર્ણ ચહેરો બળી ગયો અને તરત જ દિલ્હીની રામ મનોહર લોહીયા હોસ્પિટલમાં લઈ જવા માં આવી. ડૉક્ટરોએ તેમનો તાત્કાલિક ઉપચાર કર્યો તે દરમિયાન લક્ષ્મીએ કહ્યું કે તેમના મોઢા પર એસીડ ફેંકનારા તે છોકરી સાથે એક છોકરી પણ સામેલ હતી. લક્ષ્મીએ તેની સાથે બનેલા આ અકસ્માતને કાંઈક એવી રીતે રજુ કર્યો ‘તજાબ પડતા જ કોઈ પ્લાસ્ટિકની જેમ મારી ચામડી ઓગળી ગઈ.’

અકસ્માતનો ઉલ્લેખ કરતા, ભીની આંખો સાથે લક્ષ્મીએ કહ્યું કે તેને એ સમયે એવું લાગતું હતું કે તેમના ચહેરા ઉપર કોઈએ પથ્થર રાખી દીધો છે. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ લક્ષ્મી એ રડતા રડતા પોતાના પિતા જે જેવા ગળે લગાવ્યા તો તેને સ્પર્શ કરવાથી તેમનું શર્ટ પણ સળગી ગયું હતું.

ખુબ દુઃખદાયક હતી લક્ષ્મીની જીંદગીની એ ઘડી :-

પીડાનો એ સમય લક્ષ્મી માટે ખૂબ જ ભયાનક અને પીડાદાયક હતો. લક્ષ્મીએ કહ્યું કે જ્યારે ડૉક્ટર્સ તેમની આંખો સીવી રહ્યા હતા, ત્યારે તેઓ ભાનમાં હતી. તેમણે કહ્યું કે તે સમજી ન શકી હતી કે અચાનક આ શું થઇ ગયું. ઘણી સર્જરીઝ અને અઢી મહિના પછી જ્યારે તે તેમના ઘરે પાછી આવી ત્યારે તેમના પરિવારના લોકોએ ઘરમાંથી બધા અરીસા કાઢી નાખ્યાં.

લક્ષ્મીના જણાવ્યા અનુસાર, જેવા જ એક દિવસ તેમણે પોતાનો ચહેરા જોયો, તો પોતાને મારી નાખવાનું નક્કી કરી લીધું. લક્ષ્મીએ કહ્યું કે શરીરથી તો તેઓ એક વખત બળી પણ અપમાનથી તે ઘણી વખત બળશે. સૌની વાણી બસ લક્ષ્મી સાંભળતી અને આત્મહત્યાનું નક્કી કરી લેતી પરંતુ તેના માતા પિતા એ તેને સહકાર ઘણો આપ્યો અને તેના પડતા આંસુ જોઈને જ તેણે ફરી વખત જીવવાનું નક્કી કરી લીધું.

લક્ષ્મી એ પોતાના ઈન્ટરવ્યુંમાં જણાવ્યું, ‘મારો સાથ ન આપનારાને સાચા દિલથી હું આભારી છું. એકવાર તે માણસને પણ મળીશ, જેની તેઝાબી માનસિકતાથી મારું શરીર બળ્યુ છે, પણ મારા સ્વપ્નો વધુ તેજસ્વી થઈ ગયા છે.’ આજે લક્ષ્મી એક સેલિબ્રિટી બની ગઈ છે અને ઇન્દોરમાં મેં એક ફેશન શોમાં ભાગ લઇ ચુકી છે. વર્ષ 2014 માં લક્ષ્મીએ મિશેલ ઓબામાના હાથે આંતરરાષ્ટ્રીય વુમન ઑપ કરેજ પુરસ્કારથી પણ સન્માન આપવામાં આવી ચુક્યું છે.