ખેડુતોએ જેવી રીતે પપૈયાના પાન અને જામફળીના પાનથી વધારાની આવક મેળવી, તેમ ખેડુતો માટે આ નિંદામણ પણ વધારાની આવકનું સાધન બની શકે, જો પારખતા આવડે તો. દરેક ઋતુ પ્રમાણે શરીર અને વાતાવરણમાં થતા ફેરેફારને અનુલક્ષીને કુદરતે તેના ઇલાજ પણ હાથવગા મુક્યા જ હોય છે. જરુર છે થોડા અનુભવ અને પારખવાના જ્ઞાનની.
આ દુધેલી આપણે ત્યાં ઠેરઠેર ગામડા તથા શહેરમાં લગભગ બારે માસ જોવા મળે છે. ચોમાસા દરમ્યાન થતા વાઇરલ તાવ અને ખાસ કરીને ડેંગ્યુમાં આ દુધેલી ખુબ ઉપયોગી છે, તેવુ હમણાં જ થયેલા સંશોધનો જણાવે છે. તમે ગામડે ગયા હોવ અને ઝાડા થઇ જાય, તો મુંઝાવુ નહીં. ફક્ત બે ચમચી દુધેલીનો રસ સમયાંતરે પીતા રહેવુ. ઘણો ફાયદો થશે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દુઝતા હરસમાં અને ડાયેરીયામાં વર્ષોથી વપરાય છે.
આમતો આ વીડનું નામ જ અસ્થમા વીડ છે, એટલે કે અસ્થમા બ્રોંકાઇટીસમાં પણ ખુબ ફાયદાકારક છે. વિદેશમાં તો આની હર્બલ ટી પણ આવે છે. (Twa Twa Tea) આ સિવાય પણ ઘણાં બધા ફાયદા છે. તમે જાતે જ ગુગલ પર સર્ચ કરીને જોઈ લો.
ખાસ નોંધ : આયુર્વેદીક ડોકટરની સલાહ વગર જાતે નુસ્ખા અજમાવવા નહીં.
જયેશ રાદડિયા (Jayesh Radadiya), સંજીવ ઓર્ગેનિક્સ (SAJEEV ORGANICS)