ઈવૈંજલીન એડમ્સ : જેની મહેનતને કારણે અમેરિકામા જ્યોતિષ વિદ્યાને વિજ્ઞાન માનવામા આવ્યું, જાણો કોર્ટ કેસ.

આ વ્યક્તિના કારણે અમેરિકામાં જ્યોતિષ વિદ્યાને વિજ્ઞાન માનવામાં આવ્યું છે, જાણો આખો મામલો

ઈવૈંજલીન એડમ્સને મહિલા નોસ્ત્રેદમસ પણ કહેવામાં આવે છે

કોઈએ કહ્યું છે કે ભવિષ્ય એટલા માટે આપણેને લલચાવે છે કે આપણે આવનારૂ જીવન તેમાં પસાર કરીએ છીએ. વિજ્ઞાનના ઉત્કર્ષ એટલે ‘એજ ઓફ રીજન’ પછી માનવામાં આવ્યું હતું કે દરેક વાત જેનો કોઈ વૈજ્ઞાનિક તર્ક ન હોય, નાશ થઇ જશે. પણ એવું નથી થઇ શક્યું. હજુ પણ માણસ તર્ક અને માન્યતાઓ વચ્ચે ભટકી રહ્યો છે. ઘણા લોકો આજે પણ તારા અને ગ્રહો સાથે પોતાનું ભવિષ્ય અને વર્તમાન વચ્ચે સંતુલન સ્થાપિત કરવાના પ્રયાસમાં જીવન પસાર કરી દે છે.

અમેરિકામાં જ્યોતિષને વિજ્ઞાનનું સ્થાન અપાવનારા ઈવૈંજલીન એડમ્સને અમેરિકાના મહાનતમ જ્યોતિષીઓમાં ગણવામાં આવ્યા છે. ૮ ફેબ્રુઆરી, ૧૮૬૮ના રોજ ન્યુ જર્સી, અમેરિકાના એક રૂઢીવાદી કુટુંબમાં જન્મેલી ઈવૈંજલીન એડમ્સ ત્રણ ભાઈઓની એકમાત્ર બહેન હતી. બાબત એ છે કે એક વખત તે ગંભીર રીતે બીમાર થઇ.

તે દરમિયાન તે ડોક્ટર હૈબેર સ્મિથના સંપર્કમાં આવી. જેને સંસ્કૃત અને હિંદુ ધર્મની ઊંડી જાણકારી હતી. હૈબેર જ્યોતિષ ગણના અને ચિકિત્સા વિજ્ઞાનની મદદથી બીમારી શોધી કાઢતા હતા. તેમણે ઈવૈંજલીન એડમ્સની કુંડળી જોઇને કહ્યું કે તે જન્મજાત જ્યોતિષિ છે.

ઉત્સાહિત ઈવૈંજલીન એડમ્સે તે ડોક્ટર પાસે જ્યોતિષીની શરુઆતની વિદ્યા લીધી અને પંડિતાઈ શરુ કરી દીધી. ૧૮૯૯ સુધી તે પોતાના શહેરમાં રહી અને પછી પોતાની કુંડળીના હિસાબે સ્થાન પરિવર્તનની ભવિષ્યવાણીને માનતા ન્યુયોર્ક આવી ગઈ. ત્યાંથી પ્રસિદ્ધ વિંડસર હોટલમાં પહેલી રાત્રે જ તેની મુલાકાત હોટલના માલિક સાથે થઇ. તેણે ઈવૈંજલીન એડમ્સ પાસે પોતાની કુંડળી દેખાડવાનું કહ્યું.

કહેવામાં આવે છે કે કુંડળી દેખાડીને તે સહમતી સાથે બોલી કે કાલે, એટલે ૧૭ માર્ચ, ૧૯૮૮નો દિવસ તેની ઉપર ભારે પડવાનો છે. હોટલના માલિકે મજાક માનતા વાત ધ્યાન બહાર કરી દીધી. ૧૭ માર્ચની સાંજે હોટલના માલિક પેટ્રીક દિવસ મનાવવા જઈ રહ્યા હતા કે આગ લાગી ગઈ અને હોટલ બળીને રાખ થઇ ગઈ.

ઈવૈંજલીન એડમ્સ તો બચી ગઈ, પરંતુ તેનો સંપૂર્ણ સામાન આગમાં સળગી ગયો. આમ તો આ નુકશાનથી તેને મોટો ફાયદો થયો. હોટલ વિષે કરવામાં આવેલી ભવિષ્યવાણીએ શહેરમાં તેને એટલી પ્રસિદ્ધ કરી દીધી કે તેને પોતાની દુકાનદારી જમાવવામાં કોઈ તકલીફ ન આવી. ધડાધડ લોકો તેની સલાહ લેવા લાગ્યા. થોડા સમયમાં દુનિયાની સૌથી મોંઘા સ્થળો માંથી એક ન્યુયોર્કના મેનહટનમાં પોતાની ઓફીસ ખોલી લીધી.

ઈવૈંજલીન એડમ્સની પ્રસિદ્ધી તો વધી રહી હતી પણ વિવાદ પણ ઉભા થઇ રહ્યા હતા, ત્યારે અમેરિકામાં જ્યોતિષ પ્રતિબંધિત માનવામાં આવતો હતો, એટલા માટે ૧૯૧૧ અને પછી ૧૯૧૪માં ઈવૈંજલીન એડમ્સ સરકારના ધ્યાન ઉપર આવી ગઈ, તેની ધરપકડ થઇ. મામલો કોર્ટમાં ગયો. પોતાની વકીલાત પોતે કરતા ઈવૈંજલીન એડમ્સે કહ્યું કે તેને કોઈ અજાણ્યા વ્યક્તિની કુંડળી બનાવવા આપી દેવામાં આવે અને તે તેના આધાર ઉપર વ્યક્તિનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બનાવી દેશે.

જજે તેને એક કુંડળી આપી. કહેવામાં આવે છે કે પોતાની જ્યોતિષ ગણતરીના આધાર ઉપર ઈવૈંજલીન એડમ્સે તે અજાણ્યા વ્યક્તિ વિષે સચોટ જાણકારી આપી. તેણે જણાવ્યું કે તેના મૃત્યુનું કારણ પાણીથી થનારો અકસ્માત હશે. આ જાણકારી ઉપર જજ વિચારમાં પડી ગયા કેમ કે તે કુંડલી તેના દીકરાની હતી. જેનું મૃત્યુ પાણીમાં ડૂબવાથી થયું હતું. તેને કેસ રદ કરતા નિર્ણયમાં લખ્યું, ‘પ્રતિવાદીએ વાસ્તવમાં જ્યોતિષને વિજ્ઞાનના સ્થાન ઉપર લાવીને મૂકી દીધું છે.’ ત્યાર પછી અમેરિકામાં જ્યોતિષને માન્યતા મળી અને ઈવૈંજલીન એડમ્સને પ્રસિદ્ધી.

૧૯૨૦ સુધી જ્યોતિષને કારણે જ ઈવૈંજલીન એડમ્સ ઘણી શ્રીમંત થઇ ગઈ હતી. હવે તે અમેરિકાની વિદ્વાન પંડિત હતી. તેના ગ્રાહકોમાં જેપી માર્ગન ફર્મના માલિક, ચાર્લ્સ શુંવ્યાબ અને જોસફ કૈપબેલ જેવા લોકો હતા. કહે છે કે જેપી માર્ગન તો દર મહીને ગ્રહોની ચાલથી રાજકારણ, વેપાર અને સ્ટોક માર્કેટ ઉપર પડનારી અસરની જાણકારી ઈવૈંજલીન એડમ્સ પાસેથી લઈને પછી નિર્ણય કરતા હતા. અમેરિકાની પ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી મેરી ફીક્ફોર્ડ તેને પૂછ્યા વગર એક પણ ફિલ્મ સાઇન કરતી ન હતી.

ઈવૈંજલીન એડમ્સને રસુખમાં તેની પારિવારિક પુષ્ઠભૂમિની પણ મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. તે એ કુટુંબ માંથી હતી. જેણે અમેરિકાને બે રાષ્ટ્રપતિ આપ્યા હતા. તે કારણે જ રાજનેતાઓ અને લોકોની તેની પાસેથી એ જાણવામાં રૂચી રહેતી હતી કે આગળના રાષ્ટ્રપતિ કોણ હશે.

૧૯૨૦માં તેણે ભવિષ્યવાણી કરી રીપબ્લિક પાર્ટીના ચર્ચિત ઉમેદવાર હર્બટ હુબરને પાર્ટી તરફથી ચૂંટણી લડવાની દાવેદારી ન મળી, લોકોએ વિશ્વાસ ન કર્યો પણ તે પોતાની વાત ઉપર મક્કમ રહી, ભવિષ્યવાણી સાચી સાબિત થઇ અને લગભગ અજાણ્યા રાજનેતા વારેન હાર્ડિંગને પાર્ટીએ પોતાના ઉમેદવાર પસંદ કર્યા, જોરદાર ફેરફારમાં હાર્ડિંગ અમેરિકાના ૨૯માં રાષ્ટ્રપતિ બન્યા.

૧૯૩૧માં ઈવૈંજલીન એડમ્સની એક બીજી ભવિષ્યવાણી સાચી સાબિત થઇ, જયારે તેણે કહ્યું કે આવનારા ૧૧ વર્ષોમાં અમેરિકા કોઈ યુદ્ધમાં જોડાશે. એસ્ટ્રોલોજી ફોર એવરીવન નામના પુસ્તકમાં તેમણે લખ્યું કે ઇંગ્લેન્ડના રાજા એડવર્ડ (અષ્ટમ) કોઈ પરણિત મહિલાના પ્રેમમાં પડી જશે, પણ તે મહિલા ઇંગ્લેન્ડની રાણી નહિ બની શકે. થયું પણ એ, ૧૯૩૧માં એડવર્ડ અમેરિકી પરણિત મહિલા વૈલીસ સિમ્પસન સાથે પ્રેમ કરી બેઠા. ઇંગ્લેન્ડના કાયદા મુજબ પરણિત મહિલા રાણી બની શકતી ન હતી. એડવર્ડે તેની સાથે લગ્ન કરવા માટે ગાદી છોડી દીધી.

ઈવૈંજલીન એડમ્સે ઘણા પુસ્તકો પણ લખ્યા, પણ આશ્ચર્યજનક વાત છે કે તે છપાઈ ત્યારે તેની ઉંમર ૫૦ પાર કરી ગઈ હતી. ૧૯૩૦માં અમેરિકી રેડિયો ઉપર તેમણે લોકો માટે ટોક શો સીરીઝ શરુ કરી. જે ઘણી લોકપ્રિય થઇ અને તેની પ્રસિદ્ધીને ઘણી આગળ સુધી લઇ ગઈ. પુસ્તક યોર પ્લેસ ઇન દ સન,માં તેણે જ્યોતિષની અસર ઉપર કાંઈક એવું લખ્યું, સમજુ વ્યક્તિ અને તારા અને ગ્રહો સાથે સમન્વય બેસાડે છે. મુર્ખ માને છે કે તે તેના વશમાં છે, આ પુસ્તક ઘણું પ્રસિદ્ધ થયુ.

કુંડળી જોવા વાળી ઈવૈંજલીન એડમ્સ ક્યારેય પોતાની વિવાહ કુંડળી સારી રીતે ન જોઈ શકી, તેના ઘણા સંબંધ બંધાયા અને ઘણા તૂટ્યા, છેવટે તેના કરતા ૨૦ વર્ષ નાના વ્યક્તિ સાથે લગ્ન કર્યા, તેના દ્વારા જ તેનું પુસ્તક પ્રકાશિત કર્યું.

એવું નથી કે ઈવૈંજલીન એડમ્સની તમામ વાતો સાચી સાબિત થઇ હોય, ૨૯ ઓક્ટોમ્બર, ૧૯૨૯માં ન્યુયોર્ક સ્ટોક એક્સચેંજમાં મચેલા હાહાકારના થોડા અઠવાડિયા પહેલા તેમણે કહ્યું હતું કે શેર બજાર આકાશને સ્પર્શી જશે. પણ થયું તેનાથી ઉલટું, ઘણા જાણકારો મુજબ તેને શેર માર્કેટની જરાપણ જાણકારી ન હતી, બસ તેણે થોડા તુકા લડાવ્યા. જે સાચા નીકળે તો સમર્થકો વધારી વધારીને સંભળાવે, જે દાવા ખોટા નીકળે તે દબાવી દેવામાં આવે.

હંમેશા સાંભળવા મળે છે કે ભવિષ્યવાણી કરવા વાળા ફલાણા માણસે પોતાના મૃત્યુની એકદમ સાચી તારીખ જણાવી દીધી હતી. આ લેખના પાત્રો સાથે પણ આ તથ્ય સાથે જે પણ છે, જોડાયેલું છે. કહે છે કે ઘણી વ્યક્તિઓના મૃત્યુની વાત ઈવૈંજલીન એડમ્સે પહેલા જ કરી દીધી હતી. ઇંગ્લેન્ડના રાજા એડવર્ડ સપ્તમ અને મહાન ઓપેરા ગાયક એનરીકો કારૂસોના મૃત્યુની ભવિષ્યવાણી તેના ઉદાહરણ તરીકે આપવામાં આવતી હતી કે તે આવતું વર્ષ નહિ જોઈ શકે અને એવું થયું પણ.

તે વાત ક્યાં સુધી સાચી છે, નથી કહી શકાતું પણ થોડા હિંદુ શાસ્ત્ર એવું કહે છે કે માણસના જન્મ અને મૃત્યુનો સમય અને સ્થાન નક્કી છે. ચૂંટણી આવી રહી છે. જ્યોતિષીઓના દરબારમાં નેતાઓ અટકી પડ્યા છે. શું કોઈ જ્યોતિષ વાસ્તવમાં ભારતની જનતાનો મુડ વાચી શકે છે?

આ માહિતી આસત્યાગ્રહ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.