ઓસ્ટ્રેલિયાના લક્ઝરી રિસોર્ટમાં હનીમૂન મનાવી રહી છે એવલિન, 1 રાતનો ખર્ચ જાણીને ચોંકી જશો.

‘યે જવાની હે દીવાની’ ની એક્ટ્રેસે પોતાના હનીમૂનના ફોટા કર્યા શેર, દેખાઈ આલીશાન રિસોર્ટમાં.

ફિલ્મ યે જવાની હે દીવાનીની એક્ટ્રેસ એવલિન શર્માએ થોડા સમય પહેલા જ લગ્ન કર્યા છે. હવે એવલિન શર્મા પોતાના પતિ તુષાલ ભીંડી સાથે ઓસ્ટ્રેલિયામાં હનીમૂન મનાવી રહી છે. એવલિન શર્માએ પોતાના હનીમૂનના ઘણા બધા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

એવલિન શર્મા અને તુષાલ ભીંડીએ 15 મે ના રોજ ઓસ્ટ્રેલિયામાં લગ્ન કરી લીધા હતા. હવે બંને ઓસ્ટ્રેલિયાના એક આલીશાન રિસોર્ટમાં હનીમૂનનો આનંદ લઇ રહ્યા છે. આ રિસોર્ટ હૈમિલટન આઇલેન્ડ પર આવેલું છે અને ઘણું જ સુંદર છે.

ફોટામાં એવલિન શર્મા અને તુષાલ ભીંડી હસતા ખીલતા ચહેરા સાથે સનસેટની મજા લેતા અને ડાન્સ કરતા પણ જોઈ શકાય છે. બંને પોતાના હનીમૂન પર ઘણા ખુશ છે. તેઓ પોતાના ખાસ સમયને ઇન્જોય કરી રહ્યા છે અને ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે.

વાત કરીએ એવલિન શર્માના હનીમૂન રિસોર્ટની તો એક્ટ્રેસ પોતાના પતિ સાથે ઓસ્ટ્રેલિયાના આલીશાન રિસોર્ટમાં રોકાઈ છે. આ રિસોર્ટનું નામ Qualia છે. ઓસ્ટ્રેલિયાના વ્હિટસંડે બુલેવાર્ડમાં આ રિસોર્ટ આવેલો છે.

પોલિશડ વુડના સ્ટુડિયો સુઇટ્સ વાળા આ લક્ઝરી રિસોર્ટમાં ઘણા પ્રકારની ફેસિલિટી છે. તેમાં ફ્રી વાઇફાઇ, ફ્લેટ સ્ક્રીન ટીવી, મિનીબાર અને સી વ્યુની સાથે ડેક મળે છે. તમારા બેડરૂમ સુઈટની સાથે તમને પ્લન્જ પુલ મળે છે.

તે સિવાય આ રિસોર્ટમાં તમને અલગથી બીચ હાઉસ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે, જેમાં તમને લૈપ પુલ, એક કિચન અને એક ડાઇનિંગ એરિયા આપવામાં આવે છે. અહીં રૂમ સર્વિસ પણ ઉપલબ્ધ છે. સાથે જ અહીં પુલ, ફિટનેસ સેન્ટર અને સ્પા પણ છે.

જો તમે વિચારી રહ્યા છો કે, આ રિસોર્ટમાં એક રાત પસાર કરવાની કિંમત કેટલી છે? તો જણાવી દઈએ કે તમને અહીં 81-82 હજાર રૂપિયામાં એક રાત પસાર કરવા મળશે. આ રિસોર્ટના રેટિંગની વાત કરીએ તો તેને 4.8 રેટિંગ સાથે સારા રીવ્યુ મળ્યા છે.

પોતાના લગ્ન વિષે વાત કરતા એવલિન શર્માએ જણાવ્યું હતું કે, ‘પોતાના બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરવાથી સારી ફીલિંગ બીજી કોઈ નથી હોતી. અમે પોતાના જીવનને સાથે પસાર કરવા માટે ઘણા ઉત્સાહિત છીએ.’

એવલિન શર્માએ આગળ કહ્યું કે, ‘અમે કાયદાકીય રીતે લગ્ન કરી લીધા છે. અમે પોતાના પરિવાર અને નજીકના સંબધીઓને પોતાના લગ્નમાં બોલાવવા માંગતા હતા પરંતુ અમને ખબર છે કે, તેમનો આશીર્વાદ હંમેશા અમારી સાથે છે.’

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.