અઘરા સમયમાં પણ જરૂરિયાત વાળાને 1 રૂપિયામાં ઈડલી ખવડાવી રહી છે 82 વર્ષની ‘પાતિમા’, તંગી છતાં ભાવ વધાર્યો નહિ.

82 વર્ષની ‘પાતિમા’ આવા મુશ્કેલ સમયમાં પણ જરૂરિયાતમંદ લોકોને 1 રૂપિયામાં ઈડલી ખવડાવી રહી છે, આવા સમયે પણ ભાવ નહિ વધાર્યો

ઇન્ટરનેટ પર વીડિયો વાયરલ થતાં સરકાર દ્વારા ગેસ કનેક્શન મળ્યું છે.

લોકો દ્વારા પૂરી પાડવામાં આવેલ વસ્તુઓનો ઉપયોગ કરીને ઇડલી બનાવી રહ્યા છે.

ગયા વર્ષે ૮૨ વર્ષની કમલાથલ તે સમયે ચર્ચામાં આવી હતી, જ્યારે તેમણે એક રૂપિયાના ભાવે સ્વાદિષ્ટ ઇડલી વેચવાની પહેલ શરૂ કરી હતી. કમલાથલને ઇડલી પાતી અથવા પાતીમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ફરી એકવાર તેઓ ચર્ચામાં છે અને આ વખતે પણ ચર્ચાનો વિષય તેમની ઇડલીની કિંમત જ છે. દેશમાં લોકડાઉનને કારણે, જ્યારે બધી વસ્તુઓના ભાવ આસમાને છે, ત્યારે લોકોને મદદ કરવાના હેતુથી, ઇડલી પાતીએ તેની બનાવેલી ઇડલીને ફક્ત એક રૂપિયામાં જ વેચવાનો નિર્ણય કર્યો છે.

ભાવ વધારવાનો ઇનકાર કર્યો :-

જ્યારે કમલાથલ ઉર્ફે ઇડલી પાતીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કોરોના વાયરસ પછી શરૂઆતમાં પરિસ્થિતિ થોડી મુશ્કેલ થઈ ગઈ, પણ હું એવો પૂરો પ્રયત્ન કરીશ કે એક રૂપિયામાં જ ઇડલી આપતી રહું. મેં બનાવેલી ઇડલીની કિંમતમાં વધારો નહીં કરું.

વર્તમાન પરિસ્થિતિને કારણે અહીં વધુ લોકો આવી રહ્યા છે. અહીં ઘણા પરપ્રાંતિય મજૂરો પણ છે. જે લોકડાઉનને કારણે અહીં ફસાયેલા છે, તેથી લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ સમય દરમિયાન, જે લોકો મને મદદ કરી રહ્યાં છે અને આવશ્યક વસ્તુઓ પ્રદાન કરી રહ્યાં છે, તે જ વસ્તુનો ઉપયોગ કરીને હું ઇડલી બનાવવાનું કામ કરી રહી છું.

ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા

તંગીના સમયે એક રૂપિયામાં જ ઇડલી વેચવાના નિર્ણય બાદ ઘણા લોકો તેની મદદ માટે આગળ આવી રહ્યા છે. આ જ ક્રમમાં, ભરતીયાર યુનિવર્સિટીના કુલપતિ ડૉ પી.કાલીરાજે તેમને ખાદ્ય અને કરિયાણાની કીટ દાનમાં આપી છે. આ ઉપરાંત સ્કાઉટ અને ગાઇડ્સના સભ્યોએ પણ કમલાથલને આવશ્યક ચીજવસ્તુઓ પુરી પાડી રહ્યા છે. તેમજ, ડીએમકે ચીફ એમ કે સ્ટાલિને પણ શનિવારે કમલાથલ સાથે વાતચીત કરી હતી. સાથે જ તેમને બોલાવી તેમની સાથે વાતચીત કરીને તેમની આપહેલ અને તે લોકો માટે જે ઉમદા કાર્ય કરી રહ્યા છે, તેની માહિતી મેળવી હતી.

વિડિઓ વાયરલ થયા પછી ગેસ કનેક્શન મળ્યું :-

ગયા વર્ષે 1 રૂપિયામાં ઇડલી વેચવાની પહેલ શરૂ કરી ત્યારથી જ કમલાથલ ચર્ચામાં રહ્યા. આ કામ તેમણે ચૂલા સાથે શરૂ કર્યું હતું. જે બાદ તેનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતાં કમલાથલને સરકાર દ્વારા ગેસ કનેક્શનની સુવિધા પણ આપવામાં આવી હતી. ત્યારથી, તેમણે ફક્ત ગેસ પર આ આંદોલન ચાલુ રાખ્યું છે.

લોકોની મદદ કરાવી અને પરોપકાર વૃતિ એ કેટલાક માણસના સ્વભાવમાં હોય છે, આ કારણે જા આપણો દેશ અન્ય દેશોની સરખામણીમાં વધુ રહેવા લાયક છે, પણ ઘણા લોકો આપણા આ દેશનું ખાઈને આપણા જ દેશનું ખોદે છે, જે ઘણું શરમજનક છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.