એવરેસ્ટથી ઓછી ઉંચાઈ, તો પણ આજ સુધી કોઈ કેમ ચઢી શક્યું નથી કૈલાશ પર્વત પર?

international mountain day દર વર્ષે ૧૧ ડિસેમ્બરે સેલીબ્રેટ કરવામાં આવે છે, યુએનના અહેવાલ મુજબ પૃથ્વીનો ૨૭ ટકા ભાગ પર્વતોથી ઘેરાયેલો છે, અને વાત જયારે પર્વતોના ઊંચા શિખરોની હોય ત્યારે કૈલાશ પર્વતનું વર્ણન હોવું પણ સ્વભાવિક છે. હિંદુ ધર્મમાં કૈલાસ પર્વતનું ઘણું મહત્વ છે, કેમ કે તે ભગવાન શિવનું નિવાસ સ્થાન માનવામાં આવે છે.

કૈલાસ પર્વતની ઊંચાઈ એવરેસ્ટથી ઘણી ઓછી છે, તેમ છતાં પણ આજ સુધી કોઈ માણસ કૈલાસ પર્વતની ઉંચી ટોચને સ્પર્શી શક્યું નથી. ૮૮૪૮ મીટર ફૂટથી ઊંચા માઉંટ એવરેસ્ટને અત્યાર સુધી ૭૦૦થી વધુ લોકો સર કરી ચુક્યા છે. જયારે કૈલાસ પર્વતની ઊંચાઈ એવરેસ્ટથી લગભગ ૨૨૦૦ મીટર ઓછી એટલે કે ૬૬૩૮ મીટર છે.

ખાસ કરીને કૈલાસ પર્વતને દુનિયાનો સૌથી અદ્દભુત પર્વત માનવામાં આવે છે. કૈલાસ માનસરોવર ઉપર ભગવાન શિવના દર્શન કરવા દર વર્ષે ઘણા પ્રવાસીઓનો સમૂહ રવાના થાય છે.

કૈલાસપતિના દર્શન કર્યા પછી માણસ માટે મોક્ષના દરવાજા ખુલી જાય છે. શ્રદ્ધાળુઓને અહિયાં આવતા પહેલા જ અહિયાં સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

કૈલાસ પર્વતની ઊંચાઈ એવરેસ્ટથી ઓછી છે. તેની કુલ ઉંચાઈ ૬૬૦૦ મીટરથી થોડી વધુ છે. તેમ છતાં પણ માઉંટએવરેસ્ટ ઉપર અત્યાર સુધી ૭ હજારથી વધુ લોકો ચડાઈ કરી ચુક્યા છે. પરંતુ કૈલાસ પર્વત હજુ પણ અજય છે.

આ પર્વત ઉપર ચડવા માટે અત્યાર સુધી ઘણા પ્રયાસ કરવામાં આવી ચુક્યા છે. પરંતુ કોઈને પણ સફળતા પ્રાપ્ત થઇ શકી નથી. પર્વતારોહ્કોની આ નિષ્ફળતા પાછળ ઘણા વૈજ્ઞાનિક તર્ક પણ આપવામાં આવી ચુક્યા છે.

કૈલાસ પર્વત અને કૈલાસ ક્ષેત્ર ઉપર દુનિયાભરના વૈજ્ઞાનિકોએ રીસર્ચ કર્યા છે, તેની ઉપર રીસર્ચ કરવા વાળા હ્યુરતલીજે કૈલાસ પર્વત ઉપર ચડવું અશક્ય ગણાવ્યું છે.

તે ઉપરાંત એક બીજા પર્વતારોહી કર્નલ આર. સી. વિલ્સને જણાવ્યું છે કે જેવું મને લાગ્યું કે હું એક સીધા રસ્તાથી કૈલાસના શિખર ઉપર ચડી શકુ છું, તેવું જ ભયાનક બરફમારાએ રસ્તો રોકી દીધો અને ચડાઈ અશક્ય બનાવી દીધી.

ઘણા પર્વતારોહ્કોનો દાવો છે કે કૈલાસ પર્વત ઉપર ચડવું અશક્ય છે, રૂસના એક પર્વતારોહી સરગે સીસ્ટીયાકોવનું પણ કહેવું હતું , જયારે હું પર્વતની એકદમ પાસે પહોચી ગયો તો મારું હ્રદય ઝડપથી ધબકવા લાગ્યું. હું આ પર્વતની એકદમ સામે હતો, જેની ઉપર આજ સુધી કોઈ નથી ચડી શક્યું. અચાનક મને ઘણી નબળાઈનો અનુભવ થવા લાગ્યો અને મનમાં એ વિચાર આવવા લાગ્યા કે મારે અહિયાં વધુ ન રોકાવું જોઈએ. ત્યાર પછી જેમ જેમ અમે નીચે આવતા ગયા, મન હળવું થઇ ગયું.

જણાવી દઈએ કે કૈલાસ પર્વત ઉપર ચડવાનો છેલ્લો પ્રયાસ લગભગ ૧૮ વર્ષ પહેલા ૨૦૦૧માં કરવામાં આવ્યો હતો. જયારે ચીને સ્પેનની એક ટીમને કૈલાસ પર્વત ઉપર ચડવાની મંજુરી આપી હતી.

કૈલાસ પર્વત એક પવિત્ર સ્થાન છે, આથી લોકોની આસ્થાને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૦૧માં કૈલાસ પર્વતની ચડાઈ ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો.

જણાવી દઈએ કે કૈલાસ પર્વતનું મહત્વ તેની ઊંચાઈને કારણે નથી, પરંતુ તેના વિશેષ આકારને કારણે જ છે. માનવામાં આવે છે કે કૈલાસ પર્વતનો આકાર ચોમુખી દિશા દર્શાવતા કમ્પાસ જેવો છે.

કૈલાસ પર્વતને ધરતીનું કેન્દ્ર માનવામાં આવે છે, રૂસના વૈજ્ઞાનિકની સ્ટડી મુજબ, કૈલાસ માનવ મીર્મિત પીરામીડ જેવુ હોઈ શકે છે, જેનું નિર્માણ કોઈ દૈવીય શક્તિ વાળા વ્યક્તિએ કર્યું હશે.

આ ઉપરાંત બીજા એક સ્ટડી મુજબ, કૈલાસ પર્વત જ તે એક્સીસ મુંડી છે, જેને કોસ્મિક એક્સીસ, વર્લ્ડ એક્સીસ કે વર્લ્ડ પિલર કહેવામાં આવે છે. એક્સીસ મુંડી લેટીનનો શબ્દ છે, જેનો અર્થ બ્રહ્માંડનું કેન્દ્ર થાય છે. તે ઉપરાંત અલગ અલગ ધર્મમાં અલગ અલગ સ્થળોને ધરતીનું કેન્દ્ર માનવામાં આવે છે.

કૈલાસ પર્વતને ધરતીનું કેન્દ્ર માનવાના ઘણા કારણ છે. માનવામાં આવે છે કે કૈલાસ પર્વતમાં પૃથ્વીનું ભૌગોલીક કેન્દ્ર છે. બીજું અહિયાં આકાશ અને ધરતીનું મિલન થાય છે. ત્રીજું અહિયાં ચારે દિશાઓનું કેન્દ્ર બિંદુ છે. ચોથું ઈશ્વર અને તેની બનાવેલી સૃષ્ટિ વચ્ચે સંવાદનું કેન્દ્ર બિંદુ હોવાનું છે.

એવી માન્યતા છે કે જયારે કૈલાસ પર્વતનો બરફ ઓગળે છે, તો આખા વિસ્તારમાં ડમરું જેવો અવાજ સંભળાય છે. એવું પણ માનવામાં આવે છે કે કૈલાસ પર્વત ઉપર સાક્ષાત શિવ રહેલા છે. કૈલાસની દક્ષીણમાં સૂર્ય જેવી સંરચના વાળો બ્રહ્મ તાલ છે, જેના દર્શન કરવા દુનિયાભર માંથી શ્રદ્ધાળુઓ આવે છે. અને તેના એક કી.મી.ના અંતરે એક રાક્ષસ તાલ છે, જ્યાં કોઈ જતા નથી.

બ્રહ્મ તાલનું પાણી મીઠું છે, જયારે રાક્ષસ તાલનું પાણી ખારું, એ કારણ છે કે તે આ જીવ જંતુ પણ નથી જોવા મળતા, માનવામાં આવે છે કે બ્રહ્મ તાલ સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર છે. જયારે રાક્ષસ તાલ નકારાત્મક ઉર્જાનું કેન્દ્ર છે.

હિંદુ ધર્મ ઉપરાંત ઘણા બીજા ધર્મોમાં પણ કૈલાસ પર્વતનું વિશેષ મહત્વ ગણવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે કૈલાસ પર્વત એક તરફ સ્ફટિક, બીજી તરફ માણીક, ત્રીજી તરફ સોનું અને ચોથી તરફ નીલમ માંથી બનેલો છે.

કહેવામાં આવે છે કે કૈલાસ ૬ પર્વત શૃંખલાઓ વચ્ચે કમળના ફૂલ જેવો દેખાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.