250 ગરીબોને દરરોજ કરાવે છે ભોજન, 63 ની ઉંમરમાં પણ ઉદાહરણ બન્યા બાલાચંદ્રા

આ વ્યક્તિ 63 ની ઉંમરમાં પણ રોજ 250 ગરીબોને કરાવે છે ભોજન, બન્યા ઉદાહરણ

આ દુનિયામાં એવા ઘણા લોકો છે કે જેમને બે ટંકનો રોટલો પણ નસીબમાં નથી હોતો. ઘણા લોકો તો એવા પણ છે, જેને ભૂખ્યા પેટે જ સૂવું પડે છે. ગરીબીનું જીવન જીવતા આવા લોકોને કોઈ મદદ કરવા માટે આગળ આવે, તો પછી તેનાથી મહાન વ્યક્તિ અને મહાન કાર્ય શું હોઈ શકે છે? આ દુનિયામાં એ બાબત જરૂરી છે. કેમકે મોટાભાગના લોકો ફક્ત પોતાના વિશે જ વિચારે છે, પરંતુ દુનિયામાં એવા લોકોની પણ અછત નથી કે જેઓ પોતાનું જેટલું ધ્યાન રાખે છે એટલી જ બીજાની કાળજી, તેઓ બીજાના દુઃખમાં પણ માત્ર ભાગીદાર બનતા નથી, પરંતુ તેઓ પોતાની રીતે પ્રયાસ કરે છે કે કેવી રીતે તેમના દુઃખ દુર કરી શકે.

વિશ્વની એક ઘણી મોટી વિટંબણા એ છે કે આ દુનિયામાં જ્યાં મોટા પ્રમાણમાં અનાજનો બગાડ થઇ રહ્યો છે અને એઠવાડના રૂપમાં પણ છોડી દેવામાં આવે છે, એટલા જ મોટા પ્રમાણમાં આ વિશ્વમાં લોકો ભૂખ્યા પણ રહી જાય છે. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ આ ભૂખ્યાના પેટ ભરવા માટે પગલાં લે છે, તો તેનાથી શ્રેષ્ઠ બીજા કોઈ હોઇ શકે નહીં. તેમ છતાં, ઘણા લોકો એવા છે, જે ગરીબોને ભોજન પૂરું પાડે છે, પરંતુ તમીલનાડુમાં ૬૩ વર્ષીય બાલાચંદ્રા પણ જે કરી રહ્યા છે, તે પણ ઓછું નોંધપાત્ર નથી. ગરીબોને ભોજન આપવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી છે.

તમિલનાડુના તુતુકુડી જિલ્લામાં મોટી સંખ્યા આદિવાસીઓની પણ છે. આવા ઘણા લોકો પછાત છે અને તેઓ ગરીબીનું જીવન જીવી રહ્યા છે. તેમના માટે ઘણી વખત ભોજન મેળવવું પણ મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં બાલાચંદ્રા અહીં રોજ 250 જેટલા આદિવાસીઓને ભોજન આપવાનું કામ કરી રહ્યા છે. બાલાચંદ્રા દ્વારા દરરોજ આદિવાસીઓમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે. અહીયાના પહાડી વસ્તીઓ કુટ્ટુપુલી, પાનપ્પલ્લી, કોંડાનુર, થેકકાલુર અને જમ્બૂકંડીમાં તેઓ દરરોજ સવારે 11 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ખાદ્યપદાર્થોના પેકેટ લઈને પહોંચી જાય છે. સૌથી મોટી વાત એ છે કે તે બધાને સ્વાદિષ્ટ ખોરાક કરાવે છે. વળી, આ ખોરાકમાં પોષક તત્વોથી પણ ભરપુર હોય છે અને દરરોજ તેમના મેનૂ પણ બદલાય જાય છે.

બાલાચંદ્રા આ લોકોને માત્ર ખાવાનું જ નથી ખવડાવતા, પરંતુ દર મહિનાના ત્રીજા રવિવારે તેમના તરફથી બધા પરિવારોમાં પાંચ કિલો ચોખા અને એક કિલો કઠોળનું વિતરણ પણ કરવામાં આવે છે. બાલાચંદ્રાના જણાવ્યા મુજબ 14 મી સદીમાં જે કાવેરીપત્તનમના સંત પત્તીનાથર થયા હતા, તેમના દ્વારા પ્રેરણા લઈને તેમનાથી પ્રભાવિત થઈને તેઓ ગરીબોને ખવડાવવાનું આ કાર્ય કરી રહ્યા છે. પોતાના ધંધાની જયારે બાલાચંદ્રે શરુઆત કરી હતી, ત્યારે તેમણે મનમાં નક્કી કર્યું હતું કે તે ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન આપવા માટે આગળ આવશે.

બાલાચંદ્રા કહે છે કે તેમણે તેમના જીવનના 60 વર્ષ તેમના પરિવારને આપ્યા. પોતાના કામને આપી દીધું. જ્યારે તેમણે ધંધો શરૂ કર્યો, ત્યારે તેણે જરૂરતમંદોને મદદ કરવાનું વિચાર્યું હતું. હવે તેઓ વ્યવસાય અને પારિવારિક જવાબદારીથી પણ મુક્ત થઇ ગયા છે. આવી સ્થિતિમાં, તેઓએ પોતાને આપેલા વચનને પૂર્ણ કરી રહ્યા છે. બાલાચંદ્રાનો પરિવાર પણ સંપૂર્ણ રીતે સ્થાયી છે. જ્યારે તેનો પુત્ર જે મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નોકરી કરે છે, ત્યારે તેની બંને પુત્રીઓના લગ્ન થઇ ગયા છે. બંને વિદેશમાં રહે છે. બાલાચંદ્રા જે ગરીબો માટે કરી રહ્યા છે, તે અન્ય લોકોને પણ પ્રેરણા આપે તેવું છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.