દર ચોથો પરિવાર ઉઠાવી રહ્યો છે મફત વીજળીનો ફાયદો, 14 લાખથી વધારે પરિવારોનું બિલ શૂન્ય

દેશના પાટનગર દિલ્હીમાં દર ચોથું કુટુંબ મફત વીજળીનો ફાયદો ઉઠાવી રહ્યું છે. વીજળી કંપનીઓના સપ્ટેમ્બરના આંકડા મુજબ કુલ ૨૮ ટકા કુટુંબોને મફત વીજળી મળી રહી છે. દિલ્હીમાં કુલ ૫૨,૨૭,૮૫૭ ઘરેલું વીજળી કનેક્શન કે કુટુંબ છે, જેમાંથી ૧૪,૬૪,૨૭૦ કુટુંબનું વીજળી બીલ શૂન્ય આવે છે.

ખાસ કરીને ૧ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી. તેની હેઠળ જે પહેલી વખત મહિનામાં ૨૦૦ યુનિટથી ઓછો વીજળીનો વપરાશ કરશે, તેમણે એક રૂપિયો આપીને વીજળી બીલ નહિ ચુકવવું પડે. એટલે કે તેના માટે વીજળી બીલ મફત થઇ જશે.

સપ્ટેમ્બર મહિનાના આંકડા મુજબ BSES પાટનગર વિસ્તારમાં કુલ ૨૨,૦૩,૫૩૬ ઘરેલું કનેક્શન હતા, જેમાંથી ૬,૧૪,૯૧૦ એટલે ૨૮ ટકા કુટુંબનું વીજળી બીલ શૂન્ય રહ્યું. BSES યમુનાના વિસ્તારમાં કુલ ૧૩,૦૫,૧૩૭ ઘરેલું કનેક્શન હતા જેમાંથી ૩,૭૮,૯૯૩ એટલે ૨૯ ટકા કુટુંબને મફત વીજળી મળી.

જયારે ટાટા પાવરના વિસ્તારમાં કુલ ૧૭,૧૯,૧૮૪ ઘરેલું વીજળી કનેક્શન હતા, જેમાંથી ૪,૭૦,૩૬૭ એટલે કે ૨૭ ટકા કુટુંબોનો વીજળી વપરાશ મહિનામાં ૨૦૦ યુનિટથી નીચે હોવાથી બીલ ન આવ્યું.

દિલ્હીના ભાડુંઆતો માટે શુભ સમાચાર : વીજળી બીલને લઈને મોટી રાહત, સીએમ કેજરીવાલે કરી જાહેરાત

દિલ્હી સરકારના સુત્રોએ જણાવ્યું કે, આ સપ્ટેમ્બર મહિનાના આંકડા છે જેમાં ગરમી અને ઉકળાટ હતો એટલે લોકોએ એસી પણ ચલાવ્યા જેને લઈને અત્યારે ૨૮ ટકા લોકો જ મફત વીજળી યોજનાનો લાભ ઉઠાવી શક્યા. ઓક્ટોમ્બર મહિનામાં ઋતુ થોડી ઠંડી થઇ છે, જેને લઈને વીજળી વપરાશમાં વધુ ઘટાડો આવશે. તેનાથી થોડા વધુ લોકો આ યોજનાનો લાભ ઉઠાવી શકશે.

ખાસ વાતો :

1. ૨૦૦ યુનિટથી ઓછું વીજળી ખર્ચ કરવા વાળાનું બીલ શૂન્ય આવશે.

2. ઓક્ટોમ્બર મહિનાના વીજળી વપરાશમાં વધુ ઘટાડો આવશે.

3. દિલ્હીમાં કુલ ૫૨,૨૭,૮૫૭ ઘરેલું કનેક્શન.

એટલે કે દિલ્હીના ઘણા બધા લોકો કરકસર કરીને વીજળી વાપરીને વીજળીના બીલમાં રાહત મેળવી રહ્યા છે. એ  કારણે તેમના માસિક ખર્ચમાં થોડી રાહત જોવા મળી છે. અને વીજળીની બચત પણ થઈ રહી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ખબર એનડીટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.