દરેક વ્યક્તિ પોતના જીવનમાં આ બદલાવ લાવે, તો પોતે દુઃખી નહિ થાય અને બીજાને પણ દુઃખી નહિ કરે.

આપણે દરેકે પોતના જીવનમાં કેટલાક પરિવર્તન લાવવા જરૂરી છે. જો આપણે આવું કરીએ છીએ તો દુ:ખી થવાનો વારો નહીં આવે.

ઉંમરના 50 વર્ષ વટાવ્યા પછી મેં મારી જાતમાં લાવેલા કેટલાક બદલાવો :

હું હવે વ્યક્તિના પૈસા, પાવર અને પોઝિશનથી અંજાતો નથી.

પોતના માટે સમય કાઢું છું. મેં સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર દુનિયામાં કંઈ અટકી પડવાનું નથી. હવે હું મારા પરિવાર સાથે ખુદને પણ પ્રેમ કરવા લાગ્યો છું.

મેં નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કરી દીધું છે. ક્યારેક ખબર હોય કે છેતરાવ છું, તો પણ હસ્તે મોઢે જતું કરું છું.

ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો મફત જ આપી દઉં છું, અને 25-50 રૂપિયા જતા કરું ત્યારે એના ચેહરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થાઉં છું.

ક્યારેક ક્યારેક રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી નકામી વસ્તુ પણ ખરીદી લઉં છું. એમનો વેપાર કરવાનો ઉત્સાહ વધતો જોઈ મને આનંદ થાય છે.

વડીલો અને બાળકોની એકની એક વાત કેટલીયે વાર સાંભળી લઉં છું. કહેવાનું બંધ કરી દીધું છે કે, તેઓ એ વાત ઘણી વાર કહી ચુક્યા છે.

મને ખ્યાલ હોય કે સામે વાળો વ્યક્તિ ખોટો છે, તો તેને એકાદ વાર સમજાવું છું પણ વારંવાર એની ભૂલ સુધારવાનું બંધ કરી દીધું છે. મેં દરેકને ખોટું ન કરતા અટકાવવાનો ઠેકો નથી લીધો. ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક સ્વસ્થ રહેવું પસંદ છે.

સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરું છું. આ ટેવ સકારાત્મક છે. તેને વખાણ્યા બાદ મને પણ આનંદ મળે છે.

મેં હવે બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી લોકોનું વ્યક્તિત્વ આંકવાનું મૂકી દીધું છે. મને સમજાય ગયું છે કે વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે, બ્રાન્ડેડ વસ્તુઓથી નહી.

હું એવા લોકોથી અંતર જાળવું છું જેઓ પોતાની કુટેવો મારા પર થોપવાના પ્રયત્નો કરે છે. હવે એમને સુધારવાનો પ્રયત્ન નથી કરતો, કારણકે ઘણાં એ કરી ચૂક્યા હોય છે.

જીવનની દોડમાં મને પાછળ રાખી દેવા જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે, ત્યારે હું શાંત રહી તેને રસ્તો આપી દઉં છું. આખરે, ના તો હું જિંદગીની હરીફાઈમાં છું, ના તો મારો કોઈ હરીફ છે. હરિફાઈ ખુદ સાથે ખુદને કંડારવાની છે.

લાગણીઓની અભિવ્યક્તિ કરતા ક્યારેય શરમાવું નહી એ શીખી લીધું છે. એ લાગણીઓને દાબી રાખી મારી નાખવા કરતાં અભિવ્યક્તિ સરળ છે.

હવે હું એજ કરું છું જેનાથી મને આનંદ મળે છે. લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દીધી છે. ચાર લોકોને ખુશ રાખવા માટે મારું મન મારવાનું મેં છોડી દીધું છે.

ફાઈવ્ સ્ટાર હોટેલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જવું ગમે છે. જંક અને થાઈ ફૂડ કરતાં માખણ અને જુવાર કે બાજરાના રોટલામાં સંતોષ થાય છે.

પોતાના પર હજારો રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદના હાથમાં પાંચસો હજાર આપવાનો આનંદ માણી લેતાં શીખ્યો છું.

કટ્ટરતા કરતાં તર્કસંગતતા ગમવા લાગી છે. ખોટા પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરવા લાગ્યો છું. બોલવા કરતાં વાંચવા લાગ્યો છું. ખુદને પ્રેમ કરવા લાગ્યો છું.

જણાવી દઉં કે આ લખાણ મેં નથી લખ્યું, પણ 100% મને સારું લાગ્યું તેથી મને અનુસરવું ગમે છે.