ભાડાના ઘરમાં રહેવા વાળા દરેક વ્યક્તિને ખબર હોવા જોઈએ આ નિયમ, મકાન માલિક કંઈ નહિ કરી શકે

જો તમે ભાડાના ઘરમાં રહી રહ્યા છો, તો તમે પોતાના નામનું વીજળીનું મીટર લગાવી શકો છો. એના માટે ફક્ત ભાડા કરાર અને સંબંધિત ઘરની રજિસ્ટ્રીની કોપી વીજળી કંપનીમાં જમા કરવાની હોય છે. ઘણીવાર મકાન માલિક જાતે મીટર લગાવી આપે છે, અને તેઓ પોતાની મરજી અનુસાર વીજળીનો ચાર્જ ભાડુઆત પાસેથી વસુલ કરે છે.

એવામાં તમે એમની ફરિયાદ કરી શકો છો. ઘણા રાજ્યોમાં આ નિયમ પણ છે કે સબ-મીટર લગાવતા પહેલા વીજળી કંપની પાસે પરવાનગી લેવાની જરૂર પડે છે. હંમેશા જોવા મળે છે કે મકાન માલિક પોતાની મરજીથી ભાડુઆત પાસે મનધાર્યુ લાઈટબીલ વસુલ કરે છે. તેઓ પહેલા જ નક્કી કરી લે છે કે ભાડુઆતે 9 રૂપિયા અથવા 10 રૂપિયા પ્રતિ યુનિટ વીજળીનું બિલ આપવાનું રહે છે. ભાડુઆત બિચારા મજબૂરીમાં વાત માની લેતા હોય છે.

તમે પણ જાણી લો વીજળીના મીટરને લઈને ભાડુઆતના કયા અધિકાર હોય છે.

(1.) સબ-મીટર લગાવવાના નામ પર મકાન માલિક ભાડુઆત પાસે પોતાની મરજી અનુસાર વીજળીનો ચાર્જ નહિ વસૂલી શકે.

(2.) વીજળી કંપનીએ એક યુનિટના જે ભાવ નક્કી કર્યા છે એટલો જ ભાવ ભાડુઆત પાસેથી વસૂલી શકાય છે.

(3.) ભાડુઆત ઈચ્છે તો જ્યાં રહી રહ્યો છે ત્યાં પોતાના નામથી સબ-મીટર લગાવી શકે છે.

(4.) ભાડા કરાર અને મકાન માલિકના નામની રજિસ્ટ્રી જમા કરાવવાથી મળી જાય છે નવું કનેક્શન.

તમે જો ભાડાના ઘરમાં રહેતા હોવ કે તમે ભાડેથી કોઈ મિલકત લીધી હોય તો તમે તેનો ભાડા કરાર કર્યો હશે, કે તમે કોઈને ભાડે આપ્યું હોય ત્યારે પણ ભાડા કરાર તૈયાર કરાવ્યો હશે. ભાડા કરાર બનાવતી વખતે તમને કયારેય વિચાર આવ્યો કે આ 11 મહિનાનો કેમ બનાવવામાં આવે છે? જે લોકો પણ આ કરાર કરતા હોય તેમાંથી ઘણા લોકોને આ ખબર હોતી નથી. આજે અમે તમને જણાવીશું કે 11 મહિનાનો ભાડા કરાર કેમ બનાવવામાં આવે છે?

ભાડા કરાર શું હોય છે?

ભાડા કરારને લીઝ એંગ્રીમેન્ટના નામે ઓળખવામાં આવે છે. આ મિલકતના માલિક અને ભાડુઆતના વચ્ચે થયેલો લેખિત કરાર છે. આ કરારમાં મિલકતથી જોડાયેલા બધા નીતિ-નિયમ જણાવેલા હોય છે. જેમ કે મિલકતનું સરનામું, ટાઈપ અને જગ્યા કેટલી છે, મહિને કેટલા રૂપિયા ભાડું હશે, સુરક્ષા થાપણ કેટલી છે અને મિલકત કયા કામ માટે ભાડા પર આપવામાં આવેલ છે. તેનું એગ્રીમેન્ટ ડ્યુરેશન શું છે. આ બધા નીતિ-નિયમો વિષે વાત કરી શકે છે પણ કોઈપણ પ્રકારનો બદલાવ કરવા માંગતા હોય તો બેને પાર્ટીની સહી પહેલા કરી લેવાનું રહશે. એકવાર સહી કરાય ગયા બાદ તેમાં કોઈ પ્રકારનું ફેરફાર નહિ થાય.

ભાડા કરાર શા માટે 11 મહિનાનો હોય છે?

ભાડા કરાર 11 મહિનાના સમય માટે કરવામાં આવે છે. રજીસ્ટ્રેશન એક્ટ 1908ના આધારે લીઝ એગ્રીમેન્ટ જો 12 મહિના કરતા વધારે સમયનો હોય તો તેનું રજીસ્ટ્રેશન કરાવવાનું જરૂરી રહે છે. કોઈપણ કરારનું રજીસ્ટર્ડ કરતી વખતે સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી આપવામાં આવે છે. આ ફી થી બચવા માટે કરાર 12 મહિનાના બદલે 11 મહિનાનો કરાર બનાવે છે જેથી તે ફી થી બચી શકે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.