ઘરતી પર આજે પણ હયાત છે હનુમાનજી, પણ ક્યાં? આ પોસ્ટમાં છે ભગવાન હનુમાનની હાજરીનો પુરાવો.

હિંદુ ધર્મમાં માન્યતા છે કે હનુમાનજી હજુ પણ આ દુનિયામાં સશરીર હાજર છે. આજે પણ આપણા હિંદુઓમાં આસ્થા છે કે આ ધરતી ઉપર ભગવાન હનુમાનજી જીવિત સ્વરૂપમાં છે. કારણ એ છે કે હનુમાનજી એક એવા દેવતા હતા, જેને અમરત્વનું વરદાન મળ્યું હતું. કદાચ એટલા માટે હનુમાનજીને કલયુગના ભગવાન કહેવામાં આવે છે. એવો ઘણો સમય આવ્યો છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે હનુમાનજી જીવિત છે, સમય સમયે આવા સમાચારો આવતા રહે છે.

હનુમાનજીને મળ્યું છે અમરત્વનું વરદાન :

ખાસ કરીને રામાયણના સૌથી મુખ્ય પાત્ર અને ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી વિષે આખી દુનિયા જાણે છે. એટલું જ નહિ ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજી વિષે તો લોકો એવું કહેતા ઉદાહરણ આપે છે કે આ સૃષ્ટિમાં એવા ભક્ત ક્યારેય ફરી વખત નથી થઇ શકતા. પરંતુ તેના વિષે ફરીથી હનુમાનજીનું ધરતી ઉપર રહેવાના પુરાવા સામે આવી રહ્યા છે. ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર હાલના સમયમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં હનુમાનજીનું આ સમયે ધરતી ઉપર હોવાની સાબિતી બતાવવામાં આવી રહી છે.

હનુમાનજીના જીવિત હોવાના મળ્યા પુરાવા :

હિંદુઓમાં ભગવાન હનુમાનજીના જીવિત હોવાની ઘણી માન્યતાઓ અને આસ્થાઓ પ્રચલિત છે. આજ સુધી જેટલા પણ ગ્રંથ અને પુરાણ લખવામાં આવ્યા છે, તેમાં ક્યાય પણ હનુમાનજીના શરીર ત્યાગની વાતનો ઉલ્લેખ નથી જોવા મળતો. તેનાથી ઉલટું અનેક જગ્યાએ એ જોવા અને સાંભળવા મળે છે કે આ કલિયુગમાં માણસોના રક્ષણ માટે માત્ર હનુમાનજી હાજર છે, જેમને અમરત્વનું વરદાન પ્રાપ્ત છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે હનુમાનજી હજુ હિમાલયના થોડા ખાસ સ્થાનોમાં હાજર છે. વિડીયો મુજબ ઘણા લોકોનો દાવો છે કે હિમાલય ઉપર ભગવાન હનુમાનજીની હયાતીના નિશાન આની સાબિતી છે.

સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો.

આ વિડીયોમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે શ્રીલંકાના જંગલોમાં એક આદિવાસી કબીલા પાસે હનુમાનજીની સાથે જોડાયેલું એક પુસ્તક છે, જેમાં હનુમાનજીના જીવિત હોવાનું રહસ્ય છુપાયેલુ છે, સાથે જ આ કબીલા ઝાકમઝોળ દુનિયાથી દુર રહે છે અને માનવામાં આવે છે કે દર ૪૧ વર્ષે આ કબીલા વાળા હનુમાનજીની પૂજા કરે છે અને હનુમાનજી ૪૧ વર્ષે દર્શન આપવા આવે છે.

શ્રીલંકામાં ૪૧ વર્ષમાં એક વખત આ કબીલાને દેખાય છે હનુમાન :

જો તમે આ વિડીયોને ધ્યાનથી જોશો તો તમને જોવા મળશે કે આ વિડીયોમાં હનુમાનજીના જીવિત હોવાના ઘણા પુરાવા જોવા મળે છે. કદાચ એ કારણ છે કે આ વિડીયોને સોશિયલ મીડિયા ઉપર ઘણો જોવા અને શેર કરવામાં આવી રહ્યો છે.

આમ તો અમે આ વિડીયોની સત્યતાની પુષ્ટિ એટલા માટે નથી કરી શકતા કેમ કે સમય સમયે આવા ઘણા વિડીયો સામે આવતા રહે છે, જેમાં હનુમાનજીના જીવિત હોવાના દાવા કરવામાં આવે છે. સત્ય શું છે? તે તો આવનારું ભવિષ્ય જ બતાવશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.