19 વર્ષ પછી એક્સ વાઇફે ખોલી પોલ, હ્રિતિક માટે કંઈક આવા છે સુઝૈનના વિચાર

હ્રિતિક રોશન બોલીવુડના સૌથી હેન્ડસમ કલાકારમાંથી એક છે. આમ તો કહીએ કે હ્રિતિક બોલીવુડનો ટ્રોમ ક્રુઝ છે. હ્રિતિક એક સુપરસ્ટારનું ઉત્તમ ઉદાહરણ છે. તે ગુડ લુકિંગ તો છે જ સાથે જ તેનો જોરદાર અભિનય પણ દર્શકોને ઘણો પસંદ આવે છે. હાલમાં જ હ્રિતિક ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ ‘વોર’ માં જોવા મળ્યો હતો.

તે ફિલ્મ વર્ષ ૨૦૧૯ ની સૌથી વધુ કમાણી કરવા વાળી ફિલ્મોમાંથી એક હતી. તે પહેલા હ્રિતિક સુપર ૩૦ ને લઈને સમાચારોમાં આવ્યા હતા. તેમાં તેમણે સુપર ૩૦ ના સંસ્થાપક આનંદ કુમારની ભૂમિકા ભજવી હતી. હાલમાં જ હ્રિતિકે પોતાનો ૪૬ મો જન્મ દિવસ ઉજવ્યો, હ્રિતિક ૪૬ વર્ષના થઇ ગયા છે પરંતુ તેની પર્સનાલીટી હજુ પણ ૩૦ જેવી લાગે છે.

છૂટાછેડા પછી પણ આપે છે સાથ :

હ્રિતિકે વર્ષ ૨૦૧૪ માં સુઝૈન સાથે છૂટાછેડા લીધા હતા. આમ તો છૂટાછેડા છતાં પણ હ્રિતિક અને સુઝૈનના સંબંધ એક સારા દોસ્તની જેમ જળવાયેલા રહ્યા. તે હંમેશા પોતાના બાળકો સાથે ફરતા જોવા મળે છે. ક્યારેક ડીનર ડેટ, ક્યારેક હોલીડે તો ક્યારેક કુટુંબના કાર્યક્રમમાં તે સાથે જોવા મળે છે. હાલમાં જ હ્રિતિક પોતાની એક્સ વાઈફ સુઝૈન અને આખા કુટુંબ સાથે ફ્રાંસમાં નવા વર્ષની ઉજવણી કરવા ગયા હતા.

તેમના વેકેશનના ઘણા ફોટાને સુઝૈને પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેયર કર્યા હતા. વચ્ચે તો ઘણી વખત તે પણ સમાચાર આવ્યા હતા કે, બાળકો માટે સુઝૈન અને હ્રિતિક એક વખત ફરી એક થવા જઈ રહ્યા છે. આમ તો હજુ સુધી એવું કાંઈ જોવા નથી મળ્યું.

હ્રિતિક માટે આવું વિચારે છે સુઝૈન :

હંમેશા જોવામાં આવે છે કે, છૂટાછેડા લીધા પછી એક્સ કપલ્સ વચ્ચે કડવાશ આવી જાય છે. પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું ઓછુ જ જોવા મળે છે. અહિયાં છૂટાછેડા પછી પણ બે લોકો એક બીજાના સારા દોસ્ત બનીને રહે છે. એવું જ કાંઈક છે હ્રિતિક અને સુઝૈન વચ્ચે. અલગ થયા પછી પણ એક્સ વાઈફ સુઝૈન હ્રિતિક માટે ઘણું સારું વિચારે છે, અને તે એ કેપ્શનથી સ્પષ્ટ થઇ ગયું જે તેમણે હાલમાં જ હ્રિતિકના જન્મ દિવસ ઉપર દીકરા રેહાન અને રીદાન સાથે એક ફોટો પોસ્ટ કરીને મુક્યું.

હ્રિતિકના જન્મ દિવસ ઉપર દીકરા રેહાન અને રીદાન સાથે એક ફોટો શેયર કરતા લખ્યું, જન્મ દિવસની ખુબ ખુબ શુભકામના હ્રિતિક. તું મારા જીવનના સૌથી ઉત્તમ વ્યક્તિમાંથી એક છે.

તે ઉપરાંત પિતાએ પણ હ્રિતિકને સોશિયલ મીડિયા ઉપર જન્મ દિવસના અભિનંદન આપ્યા. પિતા રાકેશ રોશને અભિનંદન આપતા લખ્યું, જન્મ દિવસના અભિનંદન મારા ડુગ્ગુ મારા દીકરા. હંમેશા સુરજની જેમ ચમકતો રહે અને તારી રોશનીથી આખી દુનિયાને રોશન કરી દે, છૂટાછેડા પછી હ્રિતિક કંગના રનૌત સાથે ઝગડાને લઈને ઘણા સમાચારોમાં રહ્યા હતા.

કંગનાએ હ્રિતિક ઉપર ઘણો જ ગંભીર આરોપ લગાવ્યો હતો, અને હ્રિતિકે પણ કંગનાને માનસિક રીતે અસ્વસ્થ ગણાવી હતી. સાથે જ હ્રિતિકે કંગનાના ઘણા ઈમેલ્સ પણ દેખાડ્યા હતા જે કંગના તેને સતત મોકલતી હતી. આજના સમયમાં બંને એક બીજાને નફરત કરે છે, અને એક બીજાને જોવાનું પણ પસંદ નથી કરતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.