પોતાના માતા પિતા પાસે આ વાતોને સમજવાની અપેક્ષા રાખે છે બાળકો.

બાળકો પણ રાખે પોતાના માતા પિતા પર ઘણી અપેક્ષાઓ, જાણો તેના વિષે

દરેક માતા પિતાને તેના બાળકો પાસે કોઈ આશા હોય છે પણ શું તમે જાણો છો કે બાળકો પણ માતા પિતા પાસે ઘણી આશાઓ રાખે છે. મોટા થવા સાથે બાળકોના માતા પિતાને તેમની પાસે રાખવામાં આવતી આશા સમજાવા લાગે છે.

એવું ઘણું ઓછું બને છે, જયારે માતા પિતા તેના બાળકોની આશાઓ સમજી શકે છે. તેથી તમે પણ જો પેરેન્ટ છો, તો તમારે આ વાતો સમજવી જોઈએ.

બાળકોની સલાહ પણ સાંભળો તમારું બાળક કેટલું પણ નાનું કેમ ન હોય પણ તમારે તેની વાતો જરૂર સાંભળવી જોઈએ. બાળકોની સલાહ પણ સાંભળો. ક્યારે ક્યારે બાળકો પણ અજાણતામાં ઘણું બધું એવું કહી જાય છે, જેનાથી તમને જીવનની એક નવી દિશા મળી જાય છે. ખાસ કરીને બાળકોને તેની વાત કહેવરાવવાની ટેવ ત્યારે પડશે, જયારે તેની વાત સાંભળવામાં આવશે.

બાળકોની તકલીફ સાંભળો બાળકોની તકલીફ માટે કેટલી પણ નાની કેમ ન હોય પણ ક્યારે પણ તેને ધ્યાન બહાર ન કરો. બાળકોને કોઈ પણ વસ્તુ સાથે પ્રોબ્લેમ હોય, તો તે સાંભળીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. દરેક બાળક ઈચ્છે છે કે તેની તકલીફ ઉપર તેના પેરેન્ટ્સ ધ્યાન આપવ સાથે તેનો ઉકેલ પણ કાઢે.

બાળકો સાથે ક્વોલેટી ટાઈમ પસાર કરો, મિત્રો સાથે પસાર કરવા ઉપરાંત પણ બાળકો તેના માતા પિતાની નજીક પણ રહેવા ઈચ્છે છે. બાળકો જરૂર તમને સીધા ન કહે તેમ છતાં પણ તે ઈચ્છે છે કે તમે બાળક સાથે વાત કરો, ફરવા જાવ કે પછી તેની રમતનો ભાગ બનો.

બાળકોની પ્રસંશા કરો બાળકો જયારે પણ કોઈ સારું કામ કરે છે, તો બાળકોની પ્રસંશા કરવાનું ન ભૂલો. બાળકોને તેનાથી મોટીવેશન મળે છે. બાળકો તેનાથી ઘણું કોન્ફીડન્સ પણ ફિલ કરે છે.

બાળકોને સપોર્ટ કરો બાળકોને સપોર્ટ કરવાનો અર્થ છે કે જો તમારા કોઈ નજીકના સંબંધી કે મિત્ર બાળક વિષે ખરાબ વાત પણ કરી રહ્યા છે, તો ક્યારે પણ કોઈ સામે બાળકને ઠપકો ન આપશો પણ તેને પ્રેમથી સમજાવીને સહકારનો અનુભવ કરાવો.

બાળકોને સેફ ફિલ કરાવવુ પેરેન્ટની સૌથી મોટી જવાબદારી છે કે બાળકોને સેફ ફિલ કરાવે. બાળક જો કોઈ વાતથી ડરે પણ છે, તો બાળકને ફિલ કરાવો કે તેના હોવાથી તેને ડરવું નહિ. તે કોઈ પણ પ્રોબ્લેમ તેની સાથે શેર કરી શકે છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.