આંખોમાં ઓછું દેખાવું, આંખોમાં બળતરા, આંખો લાલ થવી, ખટકવું અને ખંજવાળ માં ખાસ આંબળા અને ગુલાબજળ માંથી ઘરમાં જ બનેલા અને બિલકુલ સુરક્ષિત, અને ખુબ જ કારગર આંખોના ટીપા. આંખોની કોઈપણ પ્રકારની તકલીફમાં જરૂર ઉપયોગ કરો.
આંબળા ગુલાબજળ આંખોના ટીપા માટે જરૂરી સામગ્રી :
100 મી.લી. શુદ્ધ ગુલાબજળ
10 ગ્રામ સુકા આંબળા
આંબળા ગુલાબજળ આંખોના ટીપા બનાવવાની રીત :
સૌથી પહેલા સુકા આંબળાને શુદ્ધ ગુલાબજળમાં નાખીને સારી રીતે ડુબાડીને રાખી દો. તેને બે દિવસ ડુબાડીને રહેવા દો, બે દિવસ પછી તેને નીચોવીને એક સુતરાઉ કપડાને 8 પડ વાળું કરીને તેનાથી ગાળી લો. ત્યાર પછી આ પાણીને બોટલ માં ભરી લો. તમારી આંખોની રોશની વધારવાની દવા બનીને તૈયાર છે.
આંબળા ગુલાબજળ આંખોના ટીપા ઉપયોગ કરવાની રીત :
સવાર સાંજ આંખોને સારી રીતે ચોખ્ખા પાણી થી ધોઈને સીધા સુઈ જાવ અને 2-2 ટીપા બન્ને આંખોમાં નાખો, ત્યાર પછી થોડી વાર ઉંધા સુઈ રહો.
આંબળા ગુલાબજળ આંખોના ટીપા ના ફાયદા :
આ દવા નાખવાથી આંખોની રોશની વધે છે, આંખોમાં નીકળતું પાણી બંધ થઇ જાય છે. આંખોની લાલાશ દુર થાય છે, આંખોમાં બળતરા, ખટકવું, ખંજવાળ માં ખુબ આરામ થાય છે.