શું તમને ખબર છે “જાદુ” ની પાછળ અસલી ચહેરો કોણ હતો? જાણો કોણે ભજવ્યું હતું એ પાત્ર

બોલીવુડમાં ઘણી બધી ફિલ્મો બની છે જે બાળકો પર આધારિત છે, પણ વર્ષ 2003 માં આવેલી ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ જેવી સફળ ફિલ્મ હજુ કોઈ નથી બની. આ ફિલ્મ સુપર હિટ સાબિત થઇ હતી. બાળકોમાં આ ફિલ્મને જોવાનો ઘણો ઉત્સાહ હતો. તમે કહી શકો છો કે આ ફિલ્મના હિટ થવા પાછળ સૌથી મોટો હાથ બાળકોનો પણ છે. આ તે સમય હતો જયારે બાળકોની સાથે-સાથે બોલીવુડમાં નવી ટેક્નિક પણ આવી રહી હતી. આ ફિલ્મમાં નાના બાળકો સાથે એક મોટો બાળક પણ હતો, જેનું નામ હતું રોહિત મેહરા. રોહિત શરીરથી તો મોટો હતો પણ માનસિક રૂપથી નહિ.

ઉંમરમાં મોટો હોવા છતાં પણ એનું વર્તન એકદમ બાળકો જેવું હતું, અને તે બાળકોનો બેસ્ટ ફ્રેન્ડ પણ હતો. પણ આ બધા સિવાય ફિલ્મમાં એક પ્રખ્યાત કેરેક્ટર હતું. અથવા એમ કહો તે ફિલ્મનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હતો. તમે સમજી ગયા હશો કે અમે કોની વાત કરી રહ્યા છીએ. જી હા, અમે વાત કરી રહ્યા છે ફિલ્મમાં બીજા ગ્રહ પરથી આવેલા એલિયન “જાદુ” ની. બાકી લોકોના ચહેરા તો તમે જોયા જ છે પણ શું તમે જાણો છો કે જાદુનું પાત્ર ભજવવા વાળો અભિનેતા કોણ હતો? ચાલો આજે અમે તમને જણાવી દઈએ ‘કોઈ મિલ ગયા’ ના ‘જાદુ’ ની સાચી વાર્તા, જાણીએ કોણ છે આ એલિયનની પાછળનો ચહેરો.

એ કલાકાર ‘છોટુ દાદા’ ના નામથી પ્રખ્યાત હતા :

ઇન્દ્રવદન જે પુરોહિત આ નામ એ વ્યક્તિનું છે જેણે ‘કોઈ મિલ ગયા’ માં ‘જાદુ’ નો રોલ ભજવીને આપણા બધાનું દિલ જીતી લીધું હતું. પણ દુઃખની વાત એ છે કે આટલો પ્રખ્યાત રોલ ભજવવા વાળા ઇન્દ્રવદન હવે આ દુનિયામાં નથી રહ્યા. 28 સપ્ટેમ્બર 2014 ના રોજ તેમણે દુનિયા માંથી વિદાય લઈ લીધી હતી.

એમણે નાના પર્દા પર પણ કામ કર્યુ હતું : ઇન્દ્રવદન પુરોહિત ફિલ્મ સિવાય નાના પર્દા પર પણ કામ કરી ચુક્યા છે. ટીવી પર એમણે ઘણી સિરિયલ્સમાં કામ કર્યુ હતું. ‘સબ ટીવી’ પર આવતા બાળકોના લોકપ્રિય શો ‘બાલ વીર’ માં પણ તેમણે ‘ડુબા ડુબા’ નો રોલ ભજવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાથી આવ્યો હતો જાદુનો પોશાક : હ્રિતિક રોશને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જાદુનું કોસ્ટ્યૂમ વિશેષ રીતે ઓસ્ટ્રેલિયામાં બનાવ્યો હતો. જાદુના કોસ્ટ્યૂમને જેમ્સ કોલનર નામના આર્ટિસ્ટએ ડિઝાઇન કર્યો હતો. આ પોશાક એટલો અટપટો હતો કે એને ડિઝાઇન કરવામાં એક વર્ષનો સમય લાગી ગયો હતો. તે કોઈ સામાન્ય પોશાક ન હતો. આમાં ઘણા બધા સ્પેશલ ફીચર્સ હતા. કોસ્ટ્યૂમની આંખ માણસો અને જાનવરોની આંખ પરથી પ્રભાવિત થઈને બનાવેલી હતી.

હાથી પણ ગભરાઈ ગયા હતા : મુવીના એક સીનમાં જાદુ ઘણા બધા હાથીઓની સામે આવે છે. આ ફિલ્મમાં તમને એવું દેખાડવામાં આવ્યું હતું કે હાથીને પોતાની સામે જોઈને જાદુ ગભરાઈ જાય છે. પણ હકીકતમાં એવું ન હતું. જયારે જાદુ હાથીઓની સામે આવ્યો ત્યારે બધા હાથી ‘જાદુ’ ને જોઈને ગભરાઈ ગયા હતા. આ સીન શૂટ કરવામાં ઘણી મુશ્કેલી થઈ હતી. આ વાત વિષે ફિલ્મના ડાયરેક્ટર રાકેશ રોશને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.