આજના સમયમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે. અને સુંદરતાનો એક અર્થ જો કે ભારત દેશમાં ઘણો વધુ માનવામાં આવે છે, અને તે હોય છે ગોરા હોવું. ગોરા લોકોને સુંદરતાની યાદીમાં ગણવા ભારત દેશમાં વર્ષોથી ચાલતું આવે છે. સુંદર બનવાના આ હેતુને પ્રાપ્ત કરવા માટે લોકો ન જાણે કેટલા હજારો રૂપિયા ખર્ચ કરી નાખે છે. બજારોમાં પણ હાલના દિવસોમાં ઘણી કંપનીઓ છે જે ગોરા બનાવવા માટે ન જાણે કેટલી પ્રોડક્ટ્સ બનાવીને વેચાવા માટે મુકી છે, અને લોકો પોતાને સુંદર બનાવવા માટે આંખો બંધ કરીને આ કંપનીઓની પ્રોડક્ટ્સ ઉપર વિશ્વાસ કરે, છે અને તેનો ઉપયોગ કરે છે.
બજારોમાં મળતી બ્યુટી પ્રોડક્ટ્સ ભલે તમને થોડા સમય માટે સુંદર બનાવી પણ દે, પરંતુ એ વાત કોઈનાથી છુપાયેલી નથી કે આ પ્રોડક્ટ્સને બનાવવામાં ન જાણે કેટલા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ કેમિકલ્સ થોડા સમય પછી તમારી સ્કીનને નુકશાન પહોચાડી શકે છે. તો તેવા માં આજે અમે તમને એવા જ થોડા ઘરેલું ઉપાયો વિષે જણાવીશું જે અપનાવી તમે પોતાને સુંદર અને ગોરા બનાવી શકો છો.
જરૂરી સામગ્રી :
વસ્તુ : પ્રમાણ
બેસન (ચણાનો લોટ) : ૧ ચમચી
હળદર : અડધી ચમચી
દૂધ : ૨ ચમચી
ગુલાબ જળ : અડધી ચમચી
ફેસ પેક બનાવવાની રીત :
સૌથી પહેલા એક વાટકીમાં એક ચમચી બેસન લો અને તેમાં અડધી ચમચી હળદર ભેળવી દો. હવે તેની પેસ્ટ બનાવવા માટે તેમાં બે ચમચી દૂધ ભેળવી લો. અને હવે તેમાં ત્રણ વસ્તુ સારી રીતે ભેળવીને પેસ્ટ બનાવી લો.
જયારે પેસ્ટ બનીને તૈયાર થઇ જાય તો તેમાં થોડા ટીપા ગુલાબ જળ ભેળવી દો. ગુલાબ જળ ઠંડુ હોય છે જે તમારા ચહેરાની કરચલીને ઓછી કરે છે, અને સાથે જ તેના ડાઘ ધબ્બાને ઓછા કરે છે.
પેસ્ટ તૈયાર થઇ ગયા પછી તેને ચહેરા ઉપર સારી રીતે લગાવી લો. અને તેને સુકાવા માટે રહેવા દો. જયારે પેક સુકાઈ જાય તો તેને દુર કરી લો અને ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.
જણાવી દઈએ કે આ લેપ લગાવવાથી ચહેરામાં શાઈનીંગ આવે છે. જો તમે કોઈપણ ફંક્શનમાં જઈ રહ્યા છો તો આ પેક જરૂર લગાવો તેનાથી ચહેરાનો ગ્લો ઘણો વધી જશે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.