દરરોજ આપણે દિવસ માં ચહેરો ધોતા હોઈએ છીએ, ચહેરો ધોતા સમયે આ ભૂલોથી બચો

(1) ફેશવોશ અને ભૂલો

ચહેરાની ચામડીને સ્વસ્થ, સાફ અને સુવાળી બનાવી રાખવા માટે ફેશવોશ ખુબ જરૂરી હોય છે. પણ તેની સાચી પદ્ધતિની ખબર હોવી જોઈએ. જો ફેશવોશ ની સાચી પદ્ધતિ ન અપનાવવામાં આવે તો ચહેરાની ચામડીને નુકશાન થઇ શકે છે. તો આવો જાણીએ ફેશવોશ સાથે જોડાયેલ ભૂલો અને આપણા ચહેરાને બનાવે પ્રફુલ્લિત અને સુંદર.

(2) સાચી બનાવટ પસંદ કરવી

ફેશવોશ માટે કોઈ સારા ફેશવોશ નો જ ઉપયોગ કરો. પોતાની ચામડીના હિસાબે ફેશવોશ પસંદ કરો કેમ કે તે તમારા ચહેરાની ચામડીને કુદરતી નમી ને જાળવી રાખવામાં મદદ કરે છે. હર્બલ ફેશવોશ તેના માટે સૌથી સારો વિકલ્પ છે. તેની આડ અસર થતી નથી. ઓઈલી સ્કીન માટે તમે લીમડો, એલોવેરા (કુવારપાઠું) અને મીંટ ફેશવોશ પણ ઉપયોગ કરી શકો છો. તે ડેડ સ્કીન અને ટેનીંગ માટે સ્ક્રબ વાળી ફેશવોશ ઉપયોગ કરવામાં આવે છે.

(3) પાણી નું યોગ્ય તાપમાન

ફેશવોશ માટે વધુ ગરમ પાણી ન વાપરવું જોઈએ, તેનાથી ચહેરાની સ્કીન ખરાબ થઇ શકે છે. સાથે જ વધુ ઠંડું પાણી પણ ચામડી માટે સારું નથી. ફેશવોશ માટે હુંફાળું કે તાજા પાણીનો ઉપયોગ કરવો ઉત્તમ હોય છે.

(4) ચહેરાને વધુ ઘસો નહી

ઘણા લોકો વિચારે છે કે વધુ ઘસવાથી ત્વચા વધુ ચોખ્ખી થાય છે, પણ તે એકદમ ખોટું છે. પણ આવું કરવાથી ચહેરા માટે નુકશાનકારક હોય છે. કેમ કે આમ કરવાથી ત્વચા ની ઉપરનું મુલાયમ પડ ઉતરી જાય છે અને સુકી સ્કીન રહી જાય છે. તેથી હળવા હાથે અને આરામથી ત્વચાને સાફ કરો અને તેને ઘસો નહી.

(5) ફેશ વાઈપીંગ

ફેશ વાઈપીંગ એટલે ચહેરાને લુંછવો ત્વચાને સ્વસ્થ રાખવા માટે ની એક સારી રીત છે. પણ વધુ ફેશ વાઈપીંગ કરવાથી પણ ત્વચા ઉપરના પડ ને નુકશાન થઇ શકે છે. આમ કરવાથી ત્વચાની નીચેનું નબળું પડ સીધા પદુષણ અને તડકાના સંપર્કમાં આવવા લાગે છે. બ્યુટી જાણકાર મુજબ એક દિવસમાં બે વખત થી વધુ ફેસ વાઈપીંગ ન કરવું જોઈએ.

(6) એક્સફોલીએટીંગ

ત્વચાનું ઉપરના પળ ની પોપડી ન ઉતારો. તે પણ ફેશવોશ સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ બાબત છે જેની ઉપર લોકો હમેશા ધ્યાન નથી આપતા. અથવા તો તે વધુ પડ ઉતારી લે છે, જેનાથી ત્વચાને નુકશાન થાય છે અને ખીલ અને ફોડકીઓ પણ થઇ શકે છે.

(7) મેકઅપ દુર કરવો પણ જરૂરી

હમેશા લોકો તેની ઉપર દયાન નથી આપતા. પણ મેકઅપને દુર કરવો માત્ર ગમવા ઉપર જ નિર્ભર નથી પણ તે એક જરૂરી બાબત છે. આમ કરવાથી તમારી ત્વચા સારી રીતે શ્વાસ લઇ શકે છે. મેકઅપ ના આવરણમાં ત્વચા શ્વાસ પણ નથી લઇ શક્તિ અને તેને નુકશાન પહોચે છે.

(8) વધુ ફેશવોશ કરવો

દિવસમાં સવાર અને સાંજ, બે વખત ફેશવોશ કરવો સારી ટેવ છે, પણ જો તે બે થી વધુ વખત કરવાનું શરુ કરી દેવામાં આવે તો ત્વચાને નુકશાન થઇ શકે છે. જો તમે મેકઅપ, સનસ્ક્રીન વગેરેનો ઉપયોગ નથી કરતા તો રાત્રે ફેશવોશ જેલ વિના ના, માત્ર પાણી થી ચહેરો ધોઈ શકો છો.

(9) જાત જાતની બનાવટનો ઉપયોગ

ચહેરાની ત્વચા સંવેદનશીલ હોય છે. તેની ઉપર જાત જાતની બનાવટ, જેમ કે સુગંધ, ક્લરેત અને સિન્થેટીક પેક્સ નો ઉપયોગ કરવાથી તે નિર્જીવ થવા લાગે છે. તેથી પ્રયત્ન કરો કે કુદરતી વસ્તુ અને નુસખા ની મદદથી જ ફેશવોશ કરો.