ફેસબુક ફ્રેન્ડ સાથે લગ્ન કરવા મોંઘા પડ્યા, સુહાગરાત પછી વરરાજાએ કર્યું આવું કૃત્ય.

ઓનલાઇન લાઈફપાર્ટનર શોધતી યુવતીઓ આ જરૂર વાંચે, આ યુવતીએ ફેસબુક ફ્રેન્ડ સાથે કર્યા લગ્ન પછી થયું આવું. ફેસબુકમા મળેલો પ્રેમ વધુ સફળ થાય તે જરૂરી નથી. ખાસ કરીને જયારે આપણે કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર હદથી વધુ વિશ્વાસ કરી લઈએ છીએ, તો દગો મળવાની શક્યતા વધી જાય છે. તેવો જ એક દગો કોલકતામાં રહેતી એક છોકરીને યુપીના ફતેહપુરમાં રહેતા છોકરાએ આપ્યો. મહિલાની ફેસબુક ઉપર યુવક સાથે મિત્રતા થઇ હતી, બંનેએ કોર્ટ મેરેજ પણ કરી લીધા, પરંતુ લગ્ન પછી છોકરો કન્યાના ઘરેણા અને રોકડ લઈને ભાગી ગયો. હવે પીડિતા ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છે.

આમ તો પીડિતા યુવતીની મિત્રતા સોશિયલ મીડિયા વેબસાઈટ ફેસબુક ઉપર ફતેહપુરના રહેવાસી અભિષેક આર્યા સાથે થઇ હતી. થોડા દિવસોની વાતચીત પછી તેના દુરના કૌટુંબિક સંબંધી પણ નીકળી આવ્યા. જલ્દી અભિષેક પીડિતા ઉપર લગ્નનું દબાણ કરવા લાગ્યો. તેણે યુવતીને ધમકી આપી કે તે તેની સાથે લગ્ન નહિ કરે તો તે ખોટું પગલું ભરી લેશે.

ત્યાર પછી યુવકે દિલ્હીની ફ્લાઈટ પકડી અને યુવતીને મળવા કોલકતા આવી ગયા. અહિયાં તેણે ઈમોશનલ દબાણ કરી યુવતીને લગ્ન માટે રાજી કરી લીધી. બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા. આમ તો લગ્ન પછી યુવકે તેનો સાચો રંગ દેખાડ્યો. તે યુવતીના ઘર માંથી ત્રણ લાખના ઘરેણા અને એક લાખ રોકડ લઈને ભાગી ગયો. જયારે યુવતીને તેની જાણ થઇ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

ત્યાર પછી તે કોલકતા પોલીસ સાથે યુવકને શોધવા ફતેહપુર આવી. અહિયાં અભિષેકના ઘરે તાળું લાગેલું જોવા મળ્યું. હવે બંને રાજ્યોની પોલીસ આ દગાખોર યુવકને શોધી રહી છે. પીડિતાની માં ના કહેવા મુજબ આવા પ્રકારના છોકરાઓને તો કડકમાં કડક સજા મળવી જોઈએ. ત્યારે તે કોઈ બીજી છોકરીને દગો ન આપે.

તે પીડિતાનું કહેવું છે કે અભિષેક લગ્ન કરવા માટે હંમેશા દબાણ કરતો રહેતો હતો. હું તેની વાતોમાં આવી ગઈ અને લગ્ન માટે રાજી થઇ ગઈ. પરંતુ મને શું ખબર કે તે મારા જીવનને નરક બનાવી દેશે. તેનાથી સારું તો હું કુંવારી જ રહી હોત.

જો તમે પણ ફેસબુક ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરો છો તો સાંભળીને રહો. આંખ બંધ કરીને કોઈ ઉપર વિશ્વાસ ન કરો. ખાસ કરીને જયારે વાત લગ્નની હોય તો કોઈ જાણીતા લોકોના ઘરે જ સંબંધ જોડો. કે પહેલા સામે વાળાની સારી રીતે તપાસ કરી લો. નહી તો આ છોકરી જેમ તમે પણ દગાનો ભોગ બની શકો છો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.