શું તમે પણ જરૂર કરતા વધારે ફેશિયલ કરવો છો તો તમારે જરૂર જાણી લેવા જોઈએ, તેની આડઅસર
ચહેરાની સુંદરતા અને ગ્લો વધારવા માટે મોટાભાગની મહિલાઓ ફેશિયલ કરાવે છે, ફેશિયલ કરાવતા જ ચહેરાનો ગ્લો વધી જાય છે. પણ શું તમે જાણો છો? કે જલ્દી-જલ્દી ફેશિયલ કરાવવાથી તમારી સ્કિન ખરાબ પણ થઇ શકે છે. આવો તમને જણાવીએ કે, જરૂર કરતા વધારે ફેશિયલ કેવી રીતે ચહેરાને નુકશાન પહોંચાડે છે?
ખંજવાળ થવી :
ચહેરા પર ફેશિયલ કરતા સમયે ઘણા પ્રકારના કેમિકલ વાળી ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ક્રીમ દરેકને માફક આવતી નથી. આ ક્રીમના કારણે ચામડી પર ખંજવાળ પણ આવી શકે છે. કેમિકલ પ્રોડક્ટ્સ ચહેરા માટે ખુબ હાનિકારક હોય છે.
સ્કિન પર રેડ સ્પોટ :
ફેશિયલ કરતા દરમિયાન ચહેરા પર ખુબ વધારે પ્રમાણમાં સ્ક્રબ અને મસાજ કરવામાં આવે છે. અને ખોટી મસાજના કારણે ચહેરાની ત્વચા લાલ પણ પડી શકે છે. અને જો વધારે ફેસિયલમાં ખોટી મસાજ કરાવો છો તો ઘણા પ્રકારના સ્કિન ઇન્ફેક્શન પણ થઇ શકે છે.
ખીલ થવા :
ફેશિયલ પછી ચહેરાના રોમછિન્દ્ર ખુલી જાય છે. ઓયલી સ્કિન પર ફેશિયલ પછી ખીલ થવા સામાન્ય વાત છે.
સ્કિન એલર્જી :
ફેશિયલ દરમિયાન ચહેરા પર અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી સ્કિનની એલર્જીનો ભય પણ વધી જાય છે. જો તમે ખુબ જલ્દી જલ્દી એટલે કે થોડા થોડા સમયે ફેશિયલ કરાવો છો, તો તમારી ત્વચાની નેચરલ નમી(ભેજ) જતો રહે છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.