દરેકના ફિંગરપ્રિન્ટ અલગ-અલગ શા માટે હોય છે, જો હાથ બ-ળે તો શું ફિંગરપ્રિન્ટ બદલાય છે, જાણો રસપ્રદ તથ્યો.

આપણા હાથની ફિંગરપ્રિન્ટના આ તથ્યો જાણીને તમે ચોંકી જશો, ક્યારેય વિચાર્યું નહિ હોય કે આટલી કમાલની હોય છે.

દરેક માનવના હાથની ચામડી બે સ્તરો (લેયર) ની બનેલી હોય છે. પ્રથમ સ્તર છે એપિડર્મિસ અને બીજું સ્તર છે ડર્મિસ. બંને સ્તરો એકસાથે વધે છે. આ બંને સ્તરોના ભેગા મળવાથી આપણા હાથની ત્વચા પર ફિંગરપ્રિન્ટ્સ બને છે. અને ફિંગરપ્રિન્ટ એટલા શક્તિશાળી હોય છે કે તેનો ઉપયોગ પાસવર્ડની જેમ થાય છે.

હાથ બળી જાય તો પણ નિશાન બદલાતા નથી : આપણા સ્માર્ટફોન આજકાલ ફિંગરપ્રિન્ટ દ્વારા ખુલે છે. તેમજ ઘણી જગ્યાઓ પર હાજરી માટે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ સૌથી અસરકારક માનવામાં આવે છે. તેમજ જો તમારો હાથ બ-ળી-જા-ય કે તેના પર એ-સિ-ડ પડી જાય તો પણ તમારા હાથની ફિંગરપ્રિન્ટ બદલાતી નથી. ઇ-જા થવા પર પણ તમારા હાથની ફિંગરપ્રિન્ટ એવી જ રહે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, દુનિયામાં આટલી મોટી વસ્તી છે પરંતુ કોઈ પણ મનુષ્યની ફિંગરપ્રિન્ટ બીજા કોઈ માનવી સાથે મેચ થતી નથી. વ્યક્તિની ફિંગરપ્રિન્ટ એકવાર બની જાય તો પણ જીવનભર તે જ ફિંગરપ્રિન્ટ રહે છે. તે એટલું અનોખું છે કે તે અન્ય વ્યક્તિના ફિંગરપ્રિન્ટ સાથે ક્યારેય મેળ ખાતું નથી.

ફિંગરપ્રિન્ટ ગ-ર્ભ-માં જ બનવા લાગે છે : તેની પાછળ માનવ જનીન, પર્યાવરણ જેવા પરિબળો જવાબદાર છે. નિષ્ણાતોના મત અનુસાર જ્યારે બાળક ગર્ભમાં ઉછરી રહ્યું હોય છે, તે દરમિયાન તેના ફિંગરપ્રિન્ટ્સ તૈયાર થવા લાગે છે. તેમજ જો હાથમાં કોઈ સમસ્યા હોય અને ફિંગરપ્રિન્ટ્સ ગાયબ થઈ જાય, તો થોડા મહિનામાં તે ફરીથી તે જ સ્થિતિમાં આવી જાય છે. હાથ બ-ળ-વા-ના એક મહિનાની અંદર સમાન ફિંગરપ્રિન્ટ્સ આવી જાય છે.

ઉંમર વધવાની સાથે વ્યક્તિના ફિંગરપ્રિન્ટમાં કોઈ ફેરફાર થતો નથી. જો કે નાની ઉંમરે ફિંગરપ્રિન્ટમાં ફ્લેક્સિબિલિટી (લવચીકતા) જોવા મળે છે અને જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ તે સખત થતી જાય છે, પરંતુ જીવનભર માનવ ફિંગરપ્રિન્ટની રચનામાં કોઈ ફેરફાર થતો નથી.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.