જાણો ફળો પર લગાવેલા આ સ્ટિકર્સનો શું થાય છે મતલબ? ખરીદતી વખતે રાખો આ વાતોનો ધ્યાન

મોટે ભાગે લોકો ફળ ખરીદે છે પણ આ ધ્યાન નથી રાખતા કે આના પર લાગેલા સ્ટીકર્સ નો અર્થ શું થાય. આ સ્ટીકર્સ પર એક કોર્ડ આપવામાં આવે છે જેને PLU (પ્રાઇસ લુક-અપ) કહેવામાં આવે છે. આ અલગ અલગ પ્રકારના હોય છે, જેનો મતલબ પણ અલગ થાય છે. જો આ સ્ટીકર્સ પર લાગેલા કોડને આપણે ઓળખી લઈએ તો ફળોના વિષેસ પ્રકારની જાણકારી લઇ શકો છો. આનાથી આપણને એ ખબર પડી જાય છે કે આપણને કયું ફળ લેવાનું છે અને કયું નહિ.

જાણો ફળો પર લાગેલા કોર્ડર્સનો અર્થ :

જે ફળો કે શાકભાજી પર લાગેલા સ્ટીકર્સ માં 4 ડિજિટ વાળો કોર્ડ હોય છે તે દર્શાવે છે કે આ ફળો ઉગાવતા સમયે ટ્રેડિશનલ કીટનાશકો કે કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવેલ છે.

જો કોઈ ફળ કે શાકભાજી પર 5 ડિજિટનો કોડ છે અને આ 8 નંબરથી શરું થાય છે તો આનો અર્થ છે, કે આ જૈવિક રૂપથી (ઓર્ગેનિક) ઉગાડવામાં આવેલ છે. આને જેનેટીકસી રૂપથી મોડીફાઇ કરવામાં આવેલ છે.(આ પણ સારું ના કહેવાય)

જો કોઈ ફળ કે શાકભાજી પર લાગેલા સ્ટીકર પર 5 ડિજિટનો કોડ છે અને આ 9 નંબરથી શરુ થાય છે તો આનો મતલબ છે, કે આને જૈવિક રૂપથી ઉગાડવામાં આવેલ છે. પરંતુ આને જેનેટિકલી રૂપથી મોડીફાઇ કરવામાં આવતું નથી. જે સારું ગણાય જિનેટિકલી મોડીફાઈ સારું નથી.