આપણી સંસ્કૃતિ પાસે ઘણી બધી વાનગીયો છે. તહેવારે તહેવાર અલગ અલગ વાનગીયો, પહેરવેશ છે આપણે ક્યારેય વિચાર્યું નથી કે સૌથી પેલા ફાફડા જલેબી વગેરે ની શોધ કોણે કેવીરીતે કરી પણ વિદેશીયો એ એમના એક પિઝઝા બનાવ્યા એ પણ ફલાણા એ આવીરીતે શરુ કરી ને આમ કરી ને કહી કહી ને પૂરી દુનિયા માં જાહેરાતો કરી કરી ને કમાઈ ગયા ચોકલેટ, પીઝા બર્ગર માં એવા તત્વો નાખે છે જેનાથી લોકો ને વ્યસન થાય તમારી મમ્મી નાં બનાવેલ ભોજન ગમે તેટલું ટેસ્ટી હોય તો પણ વ્યસન નહિ થાય પણ એ લોકો એવા હાનીકારક તત્વો નાખે છે જેથી લોકો ને વ્યસન જેવું થાય ને એ બીજી વાર ખાવા લલચાય.
ચોકલેટ કરતા ચીક્કી વધુ ટેસ્ટી હોય છે પણ ક્યારેય ચીક્કી થી વ્યસન નહિ થાય જ્યારે ચોકલેટ માં હાનીકારક તત્વો હોય છે જેનાથી બાળકો ને ખુબ ખેચે. આ વાત એટલે કરવી પડી કે ઘણા કહે છે બહાર જ ખાઈ લેવું ઘરે સુ કામ બનાવવું પણ ઘરે એટલા માટે બનાવી શકીએ છીએ કે આપણા પૂર્વજો એ આ રીતો ખાનગી ને પોતા પુરતી નહોતી રાખી કે નાં એણે વ્યવસાય બનાવવા છુપાવી જ્યારે વિદેશી ઓ ની વસ્તુઓ કેવીરીતે બને છે એ કેતા જ નથી ને એણે એક બજનેસ મોડલ બનાવી ને વેચે છે ફ્રેન્ચાઈઝી આપે છે. આપણે ફ્રી માં મળે છે તો કદર નથી કરતા.
ચાલો હવે મૂળ વાત પર આવીએ શીખીએ ફાફડા
આમા બે રીતે ફાફડા વણવા ની રીત આપી છે કોઈ ને કદાચ સીધા પાટલી પર વણતા નાં ફાવે તો બીજી ઇઝી રીત પણ છે.
150g – બેસન
1/4ts – પાપડ ખારો
1tb – તેલ
1/2ts -અજમો
સૌથી પેલા બેસન ને ચાળી લેવાનું પછી એમાં સ્વાદાનુસાર પાપડિયો ખારો, મીઠું, હળદર, અજમા ને હાથ માં મસળી ને નાખાસુ જેથી ટેસ્ટ ખુબ સારો આવશે, ત્યારબાદ તેલ નાખી ને પછી ચમચી થી થોડું થોડું પાણી એડ કરતા જાયો, બેસન માં બહુ પાણી ની જરૂર નાં પડે એટલે ચમચી થી જ પાણી નાખો ને લોટ બાંધતા જાયો પહેલા અંગાડીઓ થી જ મિક્સ કરો બેસન થોડું સ્ટીકી હોય એટલે બાંધતા ૧૦ મિનીટ જેવો સમય થશે. ત્યારબાદ વિડીયો માં બતાવ્યા પ્રમાણે લોટ બાંધતા જાયો
હવે ફાફડા બનાવીએ લાકડા ની પાટલી પર જ ફાફડા બનાવવા વિડીયો માં બતાવ્યા પ્રમાણે પાટલી પર મૂકી ફાફડા વણો ને પછી મીડીયમ તેલ પર ફાફડા તળો, ફાફડા લાઈટ કલર આવે ત્યાં સુધીજ તળવા, હથેળી થી જ પાટલી પર મૂકી ને જ ફાફડા વણો દર વખતે પાટલી ને હથેળી ક્લીન કરતા રહેજો
બીજી રીત માં પ્લાસ્ટિક ની એક સીટ મૂકી તેની પર તેલ લગાવી ને વિડીયો માં બતાવ્યા મુજબ વેલણ થી વણો, કડાઈ જેવડી હોય એટલા સાઈઝ નાં ફાફડા વણો.
ફાફડા સાથે કાચા પપૈયા ને ને છીણી ને બનાવેલ સંભારા, તળેલા મરચા, જલેબી સાથે ખાઈ વધુ ટેસ્ટ મેળવી શકો છો.
હવે ફાફડા માટે કઢી કેવીરીતે બનાવવી એ પણ નીચે બીજા વિડીયો માં બતાવ્યું છે એ પ્રમાણે તમે બનાવી શકો છો
જલેબી બનાવતા શીખવા આની પર ક્લિક કરો >>> જલેબી બનાવતા શીખવતી વિડીયો
વિડીયો – 1
આ કઢી ફાફડા, ગોટા, ગાંઠિયા ને ઘણી બધી આવી વસ્તુયો સાથે તમે ખાઈ શકો છો
વિડીયો – ૨
વિડીયો – ૩