નાપાસ થયા એટલે બધું પતી ગયું એવું નથી, જુઓ આ દિગ્ગજોના સ્કૂલ રિકોર્ડ.

આ દિગ્ગજોના સ્કૂલ રિકોર્ડ જોયા પછી તમે પણ નાપાસ થયા પછી નિરાશ નહીં થાઓ.

એકેડેમિક જ્ઞાનને પારખવાવાળી પરીક્ષાઓમાં ઘણીવાર અમુક વિદ્યાર્થીઓ નાપાસ થઈ જાય છે. પણ તેનો અર્થ એ નથી કે નાપાસ થવાથી બધું ખતમ થઈ જાય છે. જીવનની શરૂઆતમાં હારવાવાળા ઘણીવાર મોટી બાજી જીતી જાય છે. આપણી સામે એવા ઘણા ઉદાહરણ પણ છે, જે ભલે સ્કૂલ જીવનમાં મોટી સફળતાઓ અને ડિગ્રીઓ નથી લઇ શક્યા પણ મિલેનિયર બનીને અથવા સફળ બનીને આખી દુનિયામાં ઓળખાયા.

ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકરનું પણ ભણવામાં જરા પણ મન લાગતું ન હતું. દેશને જીતના આટલા તાજ દેખાડવાવાળા સચિન ફક્ત 10 સુધી ભણ્યા છે.

દેશને ક્રિકેટનો પહેલો વર્લ્ડ કપ અપાવવાવાળા ભારતીય ક્રિકેટના ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવની સ્ટોરી પણ કંઈક એવી જ છે. ભણવામાં સારા ન હોવાને કારણે તેમને ખુબ મહેણાં મારવામાં આવતા હતા. પણ ક્રિકેટ માટે તેમણે સ્કૂલનું ભણતર વચ્ચેથી છોડી દીધું હતું.

દુનિયાને Theory of Relativity આપી ગયેલા પ્રખ્યાત વૈજ્ઞાનિક એલ્બર્ટ આઇન્સ્ટાઇનને બાળપણમાં મંદ બુદ્ધિ બાળક સમજવામાં આવતા હતા. ફક્ત 15 વર્ષની ઉંમરમાં જ તેમણે સ્કૂલ જવાનું છોડી દીધું હતું. સ્કૂલમાં હંમેશા ઓછા માર્ક્સ મેળવવાવાળો તે બાળક સાત વર્ષની ઉંમર સુધી વાંચી પણ શકતો ન હતો. પણ કોણે વિચાર્યું હતું કે, તે આગળ જઈને ફિઝિક્સમાં નોબેલ પ્રાઈઝ જીતશે.

માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ પણ હોશિયાર વિદ્યાર્થીની લિસ્ટમાં શામેલ ન હતા. સ્કૂલ શિક્ષણ પછી તેમણે કોલેજનું મોં પણ જોયું ન હતું. આજે તે દુનિયાના સૌથી મોટા ધનિકોમાંથી એક છે.

આજે દરેક વ્યક્તિ પોતાના હાથમાં આઈફોન ઈચ્છે છે. એપ્પલ કંપનીના આ ઉત્પાદન મોંઘા હોવા છતાં પણ લોકોની પહેલી પસંદ છે. શું તમને ખબર છે કે, તેને બનાવવાવાળા સ્ટીવ જોબ્સ પણ કોલેજ ડ્રોપઆઉટ છે.

આજે આખી દુનિયામાં ફેસબુકનો ક્રેઝ છે. તેના માલિક માર્ક ઝુકરબર્ગે પણ કોલેજ છોડવી પડી હતી. એક છોકરીને શોધવા માટે તેમણે સોશિયલ નેટવર્કિંગ સાઈટ બનાવી. જેને દુનિયા ફેસબુકના નામથી જાણે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી જે દેશના નંબર 1 અમીર છે. તે મુકેશ અંબાણીએ સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં MBA માં એડમિશન લીધું હતું, પણ એક વર્ષ પછી ભણતર છોડી દીધું હતું. તે પોતાનું કોલેજનું ભણતર પૂરું કરી શક્યા ન હતા.

પોતાના હ્યુમર અને અદાકારીથી આખી દુનિયાને હસાવવાવાળા ચાર્લી ચેપ્લિને ફક્ત 13 વર્ષની ઉંમરમાં સ્કૂલને ગૂડબાય કહી દીધું હતું. તેમની પારિવારિક સ્થિતિ એટલી સારી ન હતી કે તે આગળ ભણતર શરૂ રાખી શકે. પણ તેમણે અનુભવોથી શીખીને સફળતા મેળવી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.