માત્ર ૨ મિનીટ સુધી દરરોજ દબાવો હાથ-પગના આ પોઈન્ટ્સ જે ૧૦૦ રોગોનો રામબાણ ઉપચાર છે

આપના શરીરમાં જે ચુંબકીય પ્રવાહ વહે છે તેનું સ્વીચ બોર્ડ બન્ને હથેળીઓ અને પગના બન્ને તળિયામાં છે. અહી નીચે

ચિત્રમાં આ અલગ-અલગ સ્પર્શબિંદુ ક્યાં-ક્યાં છે તે દર્શાવ્યું છે.

મસ્તિષ્ક

માનસિક નર્વસ

પિટ્યુટરી

પિનીયલ

મસ્તિષ્કની નર્વસ

ગળું

કંઠ

થાઈરોઈડ અને પેરાથાઈરોઈડ

કરોડરજ્જુ

હરસ-મસા

પ્રોસ્ટેટ

યોનિમાર્ગ

જનનેન્દ્રિય

ગર્ભાશય

અંડાશય

કમર, કરોડરજ્જુ નો નીચેનો ભાગ, લીમ્ફ અને ગ્લેન્ડ

જાંઘ

બ્લેડર

આંતરડાં

ગુદા

એપેન્ડીક્સ

પિત્તાશય

લીવર

ખભા

પેન્ક્રિયાસ

ગુર્દા (કિડની)

જઠર

એડ્રીનલ

સુર્યકેન્દ્ર

ફેફસાં

કાન

શક્તિ કેન્દ્ર

નર્વસ અને કાન

નર્વસ અને શરદી

આંખો

હ્રદય

તિલ્લી (સ્પ્લીન, યકૃત, પ્લીહા)

થાયમસ

એક્યુપ્રેશર ચિકિત્સામાં દબાણ આપવાની રીત:

આમાં હથેળીઓ અને પગના તળિયાના ૩૮ બિંદુઓ અને તેની આસપાસ દબાણ આપવામાં આવે છે. આવું કરવાથી બિંદુઓની સાથે જોડાયેલા અવયવોનો વધારે ચુંબકીય પ્રવાહ વહેવા લાગે છે. જેમ કે જયારે અંગુઠામાં આવેલા મસ્તિષ્ક ના બિંદુ પર દબાણ આપવામાં આવે તો ચુંબકીય પ્રવાહ મસ્તિષ્ક માં વહેવા લાગે છે જે મસ્તિષ્કને વધારે ક્રિયાશીલ બનાવે છે.

અંગુઠો અથવા પહેલી આંગળી અથવા ખુલ્લી પેન્સિલથી બિંદુઓ પર દબાણ આપી શકાય છે. કોઈ પણ બિંદુ પર ચારથી પાંચ સેકંડ સુધી દબાણ આપો. આજ રીતે ૧-૨ મિનીટ સુધી પમ્પીંગ પધ્ધતિથી દબાણ આપો અથવા પછી ભારપૂર્વક માલીશ કરો. બિંદુ પર દબાણ નો ભાર અનુભવ થાય તેટલુ જ દબાણ આપો, વધુ નહી. નરમ હાથ હશે તો ઓછું દબાણ આપવાથી પણ દબાણ નો અનુભવ થશે. અંત:સ્ત્રાવી ગ્રંથિઓના બિંદુઓ સિવાય પ્રત્યેક બિંદુ પર આડા અંગુઠા દ્વારા ભાર આપવાથી આવશ્યક દબાણ અપાઈ જશે જયારે અંત:સ્ત્રાવી ગ્રંથિઓના બિંદુઓ પર વધુ દબાણ આપવા માટે અંગુઠો, પેન્સિલ અથવા પેનનો ઉપયોગ કરી શકાય છે.

શરીરના ડાબી બાજુના અવયવોમાં તકલીફ અથવા દુખાવો હોય તો ડાબા હાથની હથેળી અથવા ડાબા પગના તળિયા ના દબાણ બિંદુઓ પર દબાણ આપો. તે જ રીતે શરીરની જમણી બાજુની તકલીફો માટે તત્સંબંધી જમણા હાથની હથેળી અથવા જમણા પગના તળિયા ના દબાણ-બિંદુઓ પર દબાણ આપવું જોઈએ.

શરીરના પાછળનો ભાગ, કરોડરજ્જુના હાડકાં, જ્ઞાનતંતુઓ, કમર, સાયટીકા નસ, જાંઘ વગેરે હોય છે તેના માટે હથેળીના પાછળના ભાગમાં અથવા પગના ઉપરના ભાગમાં દબાણ આપવામાં આવે છે.

કોઇપણ રોગ અથવા બગડેલા અવયવ માટે હથેળીઓના બિંદુઓ પર દિવસમાં ત્રણ વાર ૧ થી ૨ મિનીટ સુધી દબાણ આપી શકાય છે અને પગના તળિયાના બિંદુઓ પર એકસાથે પાંચ મિનીટ સુધી દબાણ આપી શકાય છે. જ્યાં સુધી બિંદુઓનો દુખાવો મટે નહિ ત્યાં સુધી આ રીતે ઉપચાર ચાલુ રાખો.

અંત:સ્ત્રાવી ગ્રંથીઓ- આ ગ્રંથીઓ શરીરના બધા અવયવોનું સંચાલન કરે છે. તેના બિંદુઓ પર વધારે દબાણ આપવું જોઈએ. જો કોઈ ગ્રંથી ઓછુ કામ કરતી હોય તો દબાણ આપવાથી તેની કાર્યશક્તિ વધે છે અને તે સરખી રીતે કાર્ય કરવા લાગે છે. પરંતુ જો કોઈ ગ્રંથી વધારે (જરૂરિયાત કરતા વધુ) ક્રિયાશીલ હોય તો દબાણ આપવાથી તે ગ્રંથી નું કાર્ય ઓછુ અર્થાત જરૂરિયાત મુજબ નું થઇ જાય છે. આ રીતે દબાણ આપવાથી અંત:સ્ત્રાવી ગ્રંથીઓનું નિયમન થઇ શકે છે.

આ ચિકિત્સાથી લગભગ હજારો રોગોથી મુક્તિ:

Prevention is better than cure. બન્ને હથેળીઓ અને પગના તળિયાના બિંદુઓ પર દરરોજ દસ મિનીટ સુધી દબાણ આપીને તેને સંભાળી લેવામાં આવે તો બધા અવયવ બેટરી ની જેમ રીચાર્જ થઈને ક્રિયાશીલ બની જાય છે, અંત:સ્ત્રાવી ગ્રંથીઓ સરખી રીતે કાર્ય કરવા લાગે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે અને રોગ થવાની સંભાવના ઓછી થઇ જાય છે. આ રીતે હાથની હથેળી અને પગના તળિયા પર આ ૩૮ બિંદુ પર દબાણ આપવાથી એક્યુપ્રેશર ચિકિત્સા તમને લગભગ ૧૦૦ થી વધારે રોગોથી મુક્તિ અપાવશે.

સુર્યબિંદુ:

સુર્યબિંદુ છાતીના પડદા (ડાયાફ્રામ) ની નીચે આવેલા બધા અવયવોનું સંચાલન કરે છે. નાભી ખસી જાય ત્યારે અથવા ડાયાફ્રામ ના નીચેના કોઈ પણ અવયવ સરખી રીતે કાર્ય ન કરે ત્યારે સુર્યબિંદુ પર દબાણ આપવું જોઈએ.

શક્તિબિંદુ:

જયારે ખુબ જ થાક હોય અથવા રાત્રે ઊંઘ ના આવે ત્યારે આ બિંદુ પર દબાણ આપવાથી ત્યાં દુખશે. તે સમયે ત્યાં દબાણ આપીને ઉપચાર કરો.