ફક્ત 3 રૂપિયામાં ભરો મચ્છર ભગાવવા વાળી રીફીલ ઘરમાં જ તૈયાર થઇ જશે આ લીકવીડ

હાલના દિવસોમાં ગરમી હજુ શરુ થઇ નથી ને ઘરમાં મચ્છરોનો મારો શરુ થઇ જાય છે. મચ્છરો કરડવાથી ગંભીર બીમારીઓ થઇ શકે છે તેથી લોકો તેનાથી બચવાના તમામ ઉપાય કરે છે. પણ શું તમે વિચાર્યું છે ઘરમાં મચ્છર ભગાડવાના તમામ ઉપાય કરવા છતાં તે કામ નથી કરતા. મચ્છર ભગાડવા માટે ફોઈલ અને રીફીલ પણ તેની ઉપર હવે કોઈ કામ લગતી નથી.

ઘણા લોકો ઘરમાં કોઈલ સળગાવવા ને બદલે રીફીલનો ઉપયોગ કરે છે જે ઘણી સુરક્ષિત છે અને તેમાં કોઈ ધુમાડો નીકળવાની તકલીફ પણ નથી. પણ રીફીલ ઘણી મોંઘી પડે છે અને ઝડપથી પૂરી થઇ જાય છે. આજે અમે તમને એક એવી ટ્રીક જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારા ઘરમાં માત્ર ૩ રૂપિયા ખર્ચ કરીને નવી રીફીલ બનાવી શકો છો. સાથે જ આ ઘરેલું નુસખાથી બનેલી મચ્છર ઉપર અસરકારક પણ રહેશે.

તમે મચ્છર મારવા માટે મોસ્ક્યુટો કિલરનું મશીન લાવો છો અને જયારે રીફીલ ખલાશ થઇ જાય છે, તો બજારમાંથી નવી ભરેલી રીફીલ ખરીદતા હશો. તો તમને લગભગ ૫૦ રૂપિયા ની પડતી હશે અને તે શરીર માટે નુકશાનકારક પણ હોય છે. તો આવો તમને જણાવી આપીએ કે a રીફીલ કેવી રીતે બને છે.

આ ઘરેલું ઉપાયથી મચ્છર મુક્ત બનાવો તમારું ઘર

સૌથી પહેલા એક ખાલી ‘રીફીલ’ લો અને તેનું ઢાંકણું ખોલી નાખો. ત્યાર પછી એક ‘જ્યોત કપૂર’ (જે પૂજામાં ઉપયોગમાં લો છો) લો અને તેને કોઈ વસ્તુની મદદથી વાટી લો.પછી ‘ટરપેટાઈન’ લો. તે તમને કોઈપણ હાર્ડવેર ની દુકાનમાં સરળતાથી મળી જશે. હવે વાટેલા કપૂરને ખાલી રીફીલ માં નાખી દો અને ત્યાર પછી તેમાં ટરપેટાઈન પણ નાખી દો અને રીફીલનું ઢાંકણું બંધ કરીને તેને સારી રીતે હલાવીને ભેળવી લો.

તો આવો આવી રીતે તમારી નવી રીફીલ બનીને તૈયાર થઇ ગઈ છે. તમારા આ ઘરેલું નુસ્ખથી તૈયાર રીફીલ બજારની રીફીલથી વધુ ચાલશે અને ન તો તમારા આરોગ્યને નુકશાન પહોચાડે. સાથે જ તેમાં રહેલ કપૂર ઘરમાં મચ્છરો સાથે સાથે જીવાણુંઓનો પણ નાશ કરી દેશે. ઘરમાં ચોખ્ખી હવા રહેશે અને અડધી બીમારીઓ પોતાની જાતે જ દુર થઇ જશે.

જો તમે આ નથી કરવા માંગતા તો એક બીજો ઉપાય છે લીંબડા નું તેલ નો દીવો હા લીંબડા નાં તેલ નો દીવો કરવાથી પણ મચ્છર ભાગી જાય છે તમે વધુ અસરકારક બનાવા માટે આ તેલ માં કપૂર પણ મિક્સ કરી શકો છો.

હવે તમારી મચ્છરોની તકલીફ દુર થવાની છે કેમ કે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બીજો એવો એક ઘરેલું ઉપાય જે ભગાડી દેશે મચ્છરોને તમારાથી દુર. લસણની તીખી વાસ મચ્છરને ઘરમાં પવેશ કરવાથી અટકાવે છે. તમે લસણની થોડી કળીઓ વાટીને પાણીમાં ઉકાળી લો અને જે રૂમને તમે મચ્છર મુક્ત કરવા માગો છો ત્યાં ચારે બાજુ છાંટો આમ કરવાથી મચ્છર ભાગી જાય છે.

ઘરમાંથી વંદા, મચ્છર, માખીઓ અને કીડી મકોડા સંપૂર્ણ રીતે દુર કરવાનો આ બીજો કુદરતી ઉપાય.

વંદા અને બીજા કીડી મકોડા દરેક રીતે ઘરની સમસ્યા છે અને જયારે તેની સાથે મચ્છરોની તકલીફ પણ જોડાય છે તો વ્યક્તિનું જીવન મુશ્કેલ થઇ જાય છે. આ વસ્તુને ભગાડવા માટે બજારમાં ઘણી જાતની વસ્તુ વેચાય છે પણ તકલીફ એ છે કે તે પહેલા તો વધુ અસરકારક નથી હોતી અને બીજું એ કે તેમાં રહેલા કેમિકલ ફાયદા ને બદલે ઉલટું નુકશાન કરતું હોય છે. તો પછી કરવું તો શું કરવું?

શું આ તકલીફના ઉપાય માટે કુદરતી વસ્તુની જ મદદ લઇ શકાય, જે કામ પણ કરે છે અને તેની કોઈ અડ અસર પણ નથી. વિદ્વાનો એ એક એવી અદ્દભુત રીત વિષે જણાવેલ છે, જે આપણા બધા માટે ઘણી ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેની તૈયારી માટે આ ત્રણ વસ્તુની જરુર પડશે.

અડધો કપ ખાવાનું તેલ.

અડધો કપ શેમ્પુ

અડધો કપ સિરકા

બનાવવાની રીત અને ઉપયોગ ની રીત :

આ બધી વસ્તુને સ્પ્રે કરવાની બોટલમાં નાખીને ખુબ હલાવો જેથી તે સારી રીતે મિક્સ થઇ જાય. હવે આ સ્પ્રે તમામ એવી જગ્યા ઉપર જ્યાં વંદા, માખીઓ, મચ્છર વગેરે મળી આવે છે. માત્ર રૂમના ખૂણા, ભીતો, બારીઓની ફ્રેમ, દરવાજા, પથારીની નીચે, અને બગીચા વગેરેમાં જરૂર આ સ્પ્રે કરો. આ એક કુદરતી મિશ્રણ છે જેથી કોઈ આડ અસર નથી, અને તે દરેક જાતના કીડી મકોડા, વંદા અને મચ્છરો સામે ઘણું અસરકારક છે.