ફક્ત 6 વર્ષમાં જ ટોપ એક્ટ્રેસ પર ભારે પડી હતી ટ્વિંકલ ખન્ના, આ 5 રોલથી જીત્યું લોકોનું દિલ

ટ્વિંકલ ખન્નાનો જન્મ દિવસ અને તેના પિતા રાજેશ ખન્નાનો જન્મ દિવસ એક જ દિવસે ઊજવવામાં આવે છે. ટ્વિંકલ ખન્નાની ઉંમર 47 વર્ષ છે. તેણે તેના પિતા રાજેશ ખન્નાના રસ્તે ચાલીને ઘણી ખ્યાતી મેળવી, અને ઈંટીરીયર ડિઝાઈનર અને રાઈટર તરીકે પણ સફળતા મેળવી. વર્ષ ૨૦૧૮ માં ટ્વિંકલે ત્રણ ત્રણ પુસ્તક લખ્યા. ૨૦૧૦ થી લઈને ૨૦૧૮ સુધી ટ્વિંકલ ખન્ના સાત ફિલ્મોમાં સહ નિર્માતા તરીકે પણ જોડાઈ.

આમ તો ટ્વિંકલ ખન્નાએ વર્ષ ૧૯૯૫ થી લઈને ૨૦૦૧ સુધી બોલીવુડમાં સક્રિય અભિનેત્રી તરીકે કામ કર્યું. આ વર્ષો દરમિયાન ટ્વિંકલ લગભગ 14 હિન્દી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી. પણ એટલા સમયમાં જ ટ્વિંકલ ખન્ના બોલીવુડની ટોપ હિરોઈનોમાં જોડાઈ ચુકી હતી.

વર્ષ 2001 માં અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા પછી ટ્વિંકલ ખન્નાએ પોતાની ઈચ્છાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી વિદાય લઇ લીધી. આજે અમે તમને ટ્વિંકલ ખન્નાની કારકિર્દીની પાંચ મુખ્ય ભૂમિકાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે ભજવ્યા પછી તેમણે લોકોના દિલમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવી લીધું હતું.

બરસાત : વર્ષ ૧૯૯૫ માં ટ્વિંકલ ખન્નાએ રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘બરસાત’ થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં ટ્વિંકલ ખન્ના સાથે બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં હતા. ધર્મેન્દ્રએ ટ્વિંકલ ખન્નાને આ ફિલ્મમાં કાસ્ટ કરી હતી, અને આ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ ટ્વિંકલ ખન્નાએ બે બીજા પ્રોજેક્ટ પણ સાઈન કરી લીધા હતા.

‘બરસાત’ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર સફળ રહી અને આ ફિલ્મ તે વર્ષની છઠ્ઠી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. આ ફિલ્મમાં ટ્વિંકલ ખન્નાએ ટીના ઓબેરોયની ભૂમિકા ભજવી હતી. ‘બરસાત’ ફિલ્મમાં ટ્વિંકલ ખન્નાને બોબી દેઓલ સાથે લોકોએ ઘણી પસંદ કરી હતી.

જાન : ૧૯૯૬ માં રીલીઝ થયેલી ‘જાન’ ફિલ્મના નિર્દેશન રાજ કવંરે કર્યું હતું. આ ફિલ્મ ટ્વિંકલ ખન્નાની સતત બીજી હીટ ફિલ્મ બની. આ ફિલ્મે બોક્સ ઓફીસ ઉપર ઘણી સારી કમાણી કરી. ‘જાન’ ફિલ્મમાં ટ્વિંકલ ખન્નાએ કાજલની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં ટ્વિંકલ ખન્ના સાથે અજય દેવગન મુખ્ય ભૂમિકામાં હતા.

આ ફિલ્મમાં કામ કર્યા પછી જ ટ્વિંકલ ખન્નાને ફિલ્મ સમીક્ષકોએ એવી પ્રતિક્રિયા આપી હતી કે, ટ્વિંકલ ખન્ના મોટાભાગની જોવા મળતી હિન્દી ફિલ્મોની હિરોઈન જેવી દેખાતી ન હતી. તે સતત સારો અભિનય કરી રહી છે, અને ભવિષ્યમાં પણ સારું પરફોર્મેંસ આપી શકે છે.

ઇન્ટરનેશનલ ખેલાડી : ‘ઇન્ટરનેશનલ ખેલાડી’ ફિલ્મમાં તે અક્ષય કુમાર સાથે જોવા મળી હતી. આ ફિલ્મ ૧૯૯૯ માં રીલીઝ થઇ હતી. આ ફિલ્મમાં ટ્વિંકલે પાયલની ભૂમિકા ભજવી હતી. ‘ઇન્ટરનેશનલ ખેલાડી’ ફિલ્મમાં ટ્વિંકલ ખન્ના પહેલા બદલાની આગમાં સળગતી જોવા મળે છે, અને પછી તે પ્રેમમાં પડી જાય છે.

આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર સફળ થઇ હતી. ‘ઇન્ટરનેશનલ ખેલાડી’ તેની ફિલ્મ કારકિર્દીની સૌથી મહત્વની ફિલ્મોમાં રહેલી છે. કેમ કે આ ફિલ્મમાં કામ કર્યા પછી તેને પોતાનો જીવનસાથી મળ્યો હતો, અને વર્ષ ૨૦૦૧ માં તેણે અક્ષય કુમાર સાથે લગ્ન કરી લીધા હતા.

બાદશાહ : રોમાન્ટિક ભૂમિકા ભજવવા વાળી ટ્વિંકલ ખન્ના ‘બાદશાહ’ ફિલ્મમાં પોતાના ભાઈના મૃત્યુના આરોપીઓની શોધ કરતી જોવા મળે છે. જ્યાં એક તરફ આ ફિલ્મની શરુઆતમાં એક ભોળીભાળી અને શ્રીમંત છોકરીની ભૂમિકા નિભાવે છે. તો તે અંતમાં રાજ્યના મુખ્યમંત્રીને મારવાનું ષડ્યંત્ર રોકવામાં શાહરૂખ ખાનની મદદ કરતી જોવા મળે છે, ‘બાદશાહ’ ફિલ્મમાં ટ્વિંકલે સીમા મલ્હોત્રાનું પાત્ર ભજવ્યુ હતું.

મેલા : ‘મેલા’ ફિલ્મમાં ટ્વિંકલ ખન્નાએ રૂપા સિંહની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં કરવામાં આવેલો અભિનય આજે પણ લોકો ભૂલી નથી શક્યા. આ ફિલ્મમાં ટ્વિંકલ સાથે આમીર ખાન મુખ્ય ભુમીકામાં જોવા મળ્યા છે. આ ફિલ્મમાં ટ્વિંકલ આમીરને મળે છે ત્યાર પછી આમીર અને ફેઝલ ટ્વિંકલનો બદલો પૂરો કરવામાં તેની મદદ કરે છે. ‘મેલા’ ફિલ્મમાં ટ્વિંકલના અભિનયમાં ઘણા બધા મિશ્રણ જોવા મળે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.