શરીરના ૯ એવા પ્રેશર પોઈન્ટ જેને ફક્ત ૧ મિનીટ દબાવસો તો થઇ જશો ઘણા રોગ મુક્ત

ફક્ત આ પોઈન્ટ્સ દબાવવા માત્રથી જ તમે થઇ જશો સેંકડો રોગોથી મુક્ત, જાણો કેવી રીતે દબાવવા અને ફાયદા !!

શરીરના ૯ એવા પ્રેશર પોઈન્ટ જેના ફાયદા જાણીને તમે પણ તેને અજમાવવા માટે બેચેન બની જશો. તેને ઉપયોગમાં લાવતાથી ન માત્ર શારીરિક તનાવ, ચિંતા અને ઉદાસીનતા માંથી રાહત મળે છે, પણ ઘણા પ્રકારના રોગોમાંથી પણ બચવામાં મદદ મળે છે. તો આવો જાણીએ તે કરવાની પદ્ધતિ અને તેનાથી થતા ફાયદા વિષે.

જોઈનીંગ દે વેલી :

આ પોઈન્ટ અંગુઠો અને તર્જની વચ્ચેની ચામડી વાળી જગ્યા ઉપર હોય છે. આ ભાગને દબાવવાથી માથાનો દુ:ખાવો, દાંતનો દુ:ખાવો, ગરદનનો દુ:ખાવો, ખંભાનો દુ:ખાવો, આર્થરાઈટીસ અને કબજીયાત જેવી બીમારીઓમાંથી રાહત મળે છે. તમે પણ અજમાવી જુવો.

પેરીકાર્ડીયમ :

આ ભાગ હથેળીઓથી લગભગ બે આંગળી દુર કાંડા ઉપર હોય છે, આ ભાગને દબાવવાથી ઉલટી, પેટની તકલીફ, છાતીનો દુ:ખાવો સાથે જ હાથનો દુ:ખાવા માંથી પણ રાહત મળે છે. જે લોકો આવી જાતની તકલીફોમાંથી પસાર થઇ રહેલ છે તેઓ આ જરૂર ઉપયોગમાં લો.

થર્ડ આઈ :

આ પોઈન્ટ માથા ઉપર નાકની બરોબર ઉપર અને બન્ને આઇબ્રોની વચ્ચે હોય છે. આ ભાગને દબાવવાથી મનને શાંતિ, ઉત્તમ યાદશક્તિ, તનાવ, થાક, માથાનો દુ:ખાવો, આંખનો દુ:ખાવો સાથે સાથે ઊંઘની તકલીફમાંથી પણ આરામ મળે છે. તે કરવું ઘણું સરળ છે. તમે પણ કરીને જુવો. અને તેનો ફાયદો મેળવો.

સી ઓફ ટ્રેકવાલીટી :

આ પોઈન્ટ છાતીની વચ્ચે હોય છે. આ ભાગને દબાવવાથી શાંતિ, ચિંતા, નિરાશા, બેચેની અને ઈમોશનલ તકલીફ જેવી ઘણી તકલીફોમાંથી છુટકારો મળે છે. તેને પણ સરળતાથી કરી શકાય છે.

કમાંડીંગ મીડીલ :

આ પોઈન્ટ ગોઠણની પાછળ કે જ્યાં થી આપણા ગોઠણ વળે છે, બરોબર તેની પાછળ વાળા ભાગ ઉપર હોય છે. આ ભાગને દબાવવાથી કમરનો દુ:ખાવો, હીપ્સમાં તકલીફ, ગોઠણમાં આર્થરાઈટીસ, કમર જકડાઈ જવી અને સાઈટીકા જેવી બીમારીઓમાં રાહત મળે છે.

સેકરલ પોઈન્ટ :

આ ઘણા પોઈન્ટ હોય છે, અને કરોડરજ્જુના હાડકાની એકદમ નીચે ટેલ બોનની આજુ બાજુ મળી આવે છે. આ પોઈન્ટ દબાવવાથી કમરના પાછળના ભાગમાં દુ:ખાવો સાઈટીકા અને પીરીયડસની તકલીફ માંથી રાહત મળે છે. આ ભાગને જાતે દબાવવું મુશ્કેલ હોય છે, તેથી કોઈ બીજાની મદદ લેવી.

શેન મેન :

આ પોઈન્ટ કાનની ઉપરના ભાગમાં હોય છે. આ પોઈન્ટ દબાવવાથી તણાવ, ચિંતા, નિરાશા, ઊંઘની બીમારી અને ધ્રુમપાનની ટેવથી છુટકારો મેળવી શકાય છે. એક વખત અજમાવી જુવો, તેના લાભથી આશ્ચર્ય થશે.

હેવનળી પિલર :

આ પોઈન્ટ ગરદન અને ખોપરીને જોડાણ ઉપર બરોબર પાછળની તરફ હોય છે. અહિયાં દબાવવાથી તણાવ, ગરદનનો દુ:ખાવો, ઊંઘની બીમારી અને માથાના દુ:ખાવામાં આરામ મળે છે. તેને તમે સરળતાથી અને રમતા રમતા કરી શકો છો.

બિગર રશીંગ :

આ પોઈન્ટ પગમાં અંગુઠા અને મોટી આંગળીની વચ્ચે હોય છે. આ ભાગને દબાવવાથી હેંગઓવરમાં ફાયદો અને રોગ પ્રતિકારક શક્તિને સારી બનાવવામાં મદદ મળે છે. જો તમે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માંગો છો, તો જરૂર તેને ઉપયોગમાં લાવો.

નાભીની પાસેના ભાગ ઉપર :

તમે મોટાપાને ઓછો કરવા માટે આ રીતને પણ અપનાવી શકો છો. તેના માટે તમારે નાભીની બરોબર નીચેના ભાગ ઉપર બન્ને હાથની બે બે આંગળીથી દબાણ આપવાનું છે. તમે આવું પાંચ મીનીટ સુધી કરી શકો છો. આમ કરવાથી પણ તમારું ડાઈજેશન સુધરશે અને તમારો મોટાપો ઓછો થશે.

કોણીના સાંધાની ઉપરના ભાગને :

તમે તમારી કોણીના સાંધાની ઉપરના ભાગને દબાવીને તમારા મોટાપા ઉપર કાબુ મેળવી શકો છો. તમે આંગળીથી આ પોઈન્ટ ઉપર પાંચથી સાત મિનીટ સુધી દબાણ આપો. આવું તમે બન્ને હાથ ઉપર કરી શકો છો.