ફક્ત ઘોડાઓ માટે બનાવવામાં આવી છે 5 સ્ટાર હોટલ, જીમથી લઈને સ્વિમિંગ પુલ સુધીની દરેક સુવિધાઓ છે અહીં, જાણો.

જીમથી લઈને સ્વિમિંગ પુલ સુધી, ઘોડાઓ માટે ખોલવામાં આવી છે આ આલીશાન 5 સ્ટાર હોટલ, 1 દિવસનું ભાડું જાણી ઉડી જશે હોશ. સ્ટાર હોટલ્સની વાત જ કંઈક અલગ હોય છે. આ હોટલ્સ સર્વિસ ઉત્તમ હોય છે. લોકોની સુવિધાનું પુરતું ધ્યાન રાખવામાં આવે છે. કોઈ પણ પ્રકારની કોઈ ફરિયાદ ઉભી થવા જ નથી દેવામાં આવતી. આ હોટલ્સ મોંઘી તો હોય છે પરંતુ સર્વિસની ગણતરીએ પુરા પૈસા થઇ જાય છે વસુલ. આ દિવસોમાં મીડિયા ઉપર એક 5 સ્ટાર હોટલની ઘણી ચર્ચા છે.

આ હોટલની સુવિધાઓ ઉત્તમ છે. અહિયાં તમને જીમ પણ મળશે અને સ્વીમીંગ પુલ પણ. માત્ર નહિ મળે તો માણસ. એટલે કે માણસ હશે, તો તે સર્વિસમાં જ જોવા મળશે. તે પણ ઘોડાની સાર સંભાળ રાખતા. એવું એટલા માટે કે તે 5 સ્ટાર હોટલ છે ઘોડા માટે નહિ કે માણસો માટે. કતરમાં બનાવવામાં આવી છે માત્ર ઘોડા માટે આ વિશાળ 5 સ્ટાર હોટલ. તેની સુવિધાઓ અને ટોમ જે જોઈને તમને ઘોડાથી ઈર્ષા થવા લાગશે. આવો તમને કરાવીએ છીએ ઘોડાની આ વિશાળ હોટલનો પ્રવાસ. તે જોઇને તમારી આંખો અંજાઈ જશે.

હોટ ટબ, મોટા મોટા પુલ, મસાજ પાર્લર અને ગાદીવાળા બેડ. આ તમામ સુવિધાઓ મળે છે આ 5 સ્ટાર હોટલમાં. પરંતુ આ સર્વિસેસ છે માત્રને માત્ર ઘોડા માટે. આ હોટલ છે દોહા કતરમાં. અલ શકેબ નામની આ હોટલની અંદરની તસ્વીર ખેંચીને દુનિયા સામે લાવ્યા છે બ્રિટીશ ફોટોગ્રાફર સાઈમન ઉડવિન. આ 5 સ્ટાર હોટલમાં 700 ઘોડા માટે સુવિધા છે. જેમાં બાળક ઘોડા માટે અલગ અને વર્લ્ડ ચેમ્પીયન માટે અલગ સુવિધા છે.

વાત જો સુવિધાઓની કરીએ તો અહિયાં દર 6 અઠવાડિયામાં ઘોડાની નાલ બદલી જાય છે. સાથે જ તેમનું ખાવનું ઓસ્ટ્રેલીયાથી આયાત થઈને આવે છે. એટલું જ નહિ, તેની ગાદીવાળી બેડ વિશેષ નેધરલેંડ માંથી બનીને આવે છે. આ હોટલમાં ઘોડા માટે સ્વીમીંગ પુલ છે. જેમાં તે તેના મસલ્સની સ્ટ્રેન્થ વધારે છે. સાથે જ તેમના માટે 24X7 ડોક્ટર્સની સુવિધા છે.

આ હોટલ ની અંદર 6 હજાર લોકોને બેસવાની ક્ષમતા વાળો એક પરફોર્મેન્સ એરિયા છે, જ્યાં દુનિયાની સૌથી મોટી ઘોડાસવારીની સ્પર્ધા થઇ શકે છે. સ્વીમીંગ પછી આ ઘોડાના વાળની કંડીશનીંગ કરવામાં આવે છે. તેને રેગ્યુલર મસાજ પણ આપવામાં આવે છે. મહિનામાં એક વખત ડોક્ટર આ ઘોડાને ચેક કરવા આવે છે.

ઠંડીની ઋતુમાં આ ઘોડાને જુની સ્ટાઈલમાં બનાવેલી હોસ્પિટલમાં રાખવામાં આવે છે, જ્યાં તે ગરમ રહે છે. તેની ગાદી નેધરલેંડથી મંગાવવામાં આવે છે. સાથે જ ખાવાનું ઓસ્ટ્રેલીયાથી મંગાવવામાં આવે છે. અહિયાં ઘોડાનો પોતાનો ટ્રેનીંગ પ્લાન હોય છે. જો ઘોડા ઓલમ્પીયન છે, તો તે મુજબથી જીમમાં તેને ટ્રેનીંગ આપવામાં આવે છે. કતરમાં તેલનો વેપાર ઘણો મોટો છે. આ હોટલના માલિકને પણ ઘણી તેલની ઘણી છે.

તેથી તેમણે આ હોટલ બનાવવાનો નિર્ણય લીધો. અહિયાં એક રાત માટે એક ઘોડા ઉપર લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. ઘણા શાહી પોતાના ઘોડાને અહિયાં તાલીમ માટે છોડી જાય છે. ઘોડાને ફરવા માટે બનાવવામાં આવેલા અસ્તબલમાં માર્બલ અને સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ દરેક રૂમમાં એયર કન્ડીશનર લાગેલા છે, જેથી ઘોડાને કોઈ તકલીફ ન પડે. ફોટોગ્રાફરે જણાવ્યું કે આ હોટલમાં ઘોડાને રાજા-રાણી જેવી સર્વીસેસ આપવામાં આવે છે. તેના બદલામાં માલિક પાસેથી ઘણી મોટી રકમ વસુલ કરવામાં આવે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.