ફક્ત રાખી દો પોતાના ઘરમાં આ વસ્તુ, ખરાબથી ખરાબ સંકટ થઈ જશે દૂર.

આ દુનિયામાં કોઈ માણસ એવું નથી કે જેનો સમય ખરાબ ન આવ્યો હોય ક્યારેકને ક્યારેક કોઈને કોઈ માણસનો સમય ખરાબ જરૂર આવે છે, તેવામાં હંમેશા ભગવાનને જ યાદ કરે છે કે વહેલામાં વહેલી તકે ભગવાન અમારા સારા દિવસોને પાછા લાવી આપે, આજે અમે તેની સાથે જોડાયેલી ઘણી જરૂરી વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

જો તમે આ જરૂરી વાતોનું અનુસરણ કરશો તો ગરીબી તો શું કાળ પણ કાંઈ નહિ કરી શકે, ખાસ કરીને હંમેશા ભગવાન ઉપર પણ વિશ્વાસ કરે છે, પરંતુ જો આપણે આસ પાસના વાતાવરણની વાત કરીએ તો દુનિયામાં ન જાણે કેટલા લોકો તમારી ખુશીઓથી ઈર્ષા કરે છે અને તમારા દુ:ખમાં ખુશ થાય છે.

કેમ કે કોઈ પણ બહારના વ્યક્તિ તમારૂ સારું નથી ઇચ્છતા એટલા માટે અમે લાવ્યા છીએ, માત્ર તમારા માટે થોડું એવું જે તમને બહારની દુનિયાના આ પ્રપંચોથી એકદમ દુર રાખશે. આવો જાણીએ કેવી રીતે ક્યા ઉપાયોના ઉપયોગથી તમે ઘરમાં ગરીબીને પ્રવેશ કરવાથી અટકાવી શકો છો. ઘરમાં આ વસ્તુ રાખવાથી ક્યારે પણ નહિ આવે ગરીબી.

આજે અમે તમને એવી જરૂરી પાંચ વસ્તુ બતાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારા ઘરમાં ગરીબીને આવવાથી રોકી શકશો. ક્યારેક ક્યારેક આપણે બહારની વસ્તુમાં કોઈ એવી રીતે મશગુલ થઇ જઈએ છીએ કે આપણે સમજી નથી શકતા કે કોણ આપણું છે અને કોણ બહારનું, એવામાં તમારે તમારૂ રક્ષણ જાતે જ કરવાનું હોય છે. આજે અમે તમને થોડી એવી વસ્તુ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી ગરીબી તો શું તમારા ઘરમાં કાળ પણ પ્રવેશ નહિ કરી શકે.

વાંસળી :

ઘરમાં સૌથી પહેલા પૂજા સ્થળ ઉપર વાંસળી રાખવાની છે અને ધ્યાન રાખો કે વાંસળી વાંસની જ રાખવી જોઈએ કેમ કે વાંસની વાંસળી વાસ્તુદોષનું નિવારણ કરે છે અને વાસ્તુદોષને કારણે ઘરમાં ઘણા પ્રકારની સમસ્યાઓ ઉભી થતી રહે છે.

મોર પીંછ :

મોર પીંછાને ઘરમાં રાખવાથી વાસ્તુદોષ નિવારણ થાય છે એટલું જ નહિ ઘણી સમસ્યાઓનું નિવારણ પણ થાય છે.

શંખ :

ઘરમાં દક્ષિણી મુખી શંખ રાખવાથી તમને શાંતિ અને ધની પ્રાપ્તિ થાય છે, દક્ષિણાવર્તી શંખ સાક્ષાતમાં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે એટલું જ નહિ જો તમે શંખમાં પાણી ભરીને પણ રાખો છો, તો પણ તમને ઘણા ફાયદા મળશે અને પહેલી વાત તો તમારી પાસે ક્યારે પણ ધનની ખામી નહિ રહે અને જે પણ લોકો તમારી ઈર્ષા કરે છે, તેની નફરતની તમારી ઉપર કોઈ અસર નહિ થાય.

માં લક્ષ્મી કુબેરનું ચિત્ર :

તમારે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું રહેશે કે તમારા ઘરમાં પૂર્વની તરફ દરવાજો ખુલવો જોઈએ અને ઘરમાં પ્રવેશ કરતા જ ભગવાન કુબેર અને માં લક્ષ્મીનો ફોટો સામે લગાવવો જોઈએ.

એકાંક્ષી નારીયેલ :

નારીયેલને શ્રીફળ કહેવામાં આવે છે, જેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ તરીકે પણ માનવામાં આવે છે. તમામ શ્રીફળોમાં એકાંક્ષી નારીયેલ ઘણું જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં એકાંક્ષી નારીયેલને સ્થાપિત કરીને પૂજા કરવામાં આવે છે, ત્યાં નકારાત્મકતાનો વાસ નથી થઇ શકતો, ન તો ક્યારેય ધન-ધાન્યની ખામી રહે છે.

ભગવાન ગણેશની નૃત્ય કરતી મૂર્તિ કે ફોટો :

આમ તો ભગવાન ગણેશના તમામ રૂપ મંગલકારી છે, પરંતુ ધનલક્ષ્મીની તકલીફોને દુર કરવા માટે ગણેશની નૃત્ય કરતી મૂર્તિ ઘરમાં રાખવી ઘણું જ શુભ માનવામાં આવે છે. વસ્તુશાસ્ત્ર મુજબ ભગવાન ગણેશની મૂર્તિને એવી રીતે રાખો કે ઘરના મુખ્ય દરવાજા ઉપર ભગવાન ગણેશની દ્રષ્ટિ રહે. મૂર્તિ ન હોય તો તેમની નૃત્ય કરતો ફોટો પણ લગાવી શકો છો.