ફળ વેચવા મજબુર થઈ આ PHD હોલ્ડર મહિલા, કડકડાટ અંગ્રેજી બોલીને જણાવ્યું પોતાનું દુઃખ.

આ PHD થયેલ મહિલા ફળ વેચવા માટે મજબુર થઇ, અંગ્રેજીમાં જણાવ્યું પોતાનું દુઃખ તો સાંભળનારા રહી ગયા દંગ

લોકડાઉનને કારણે કરોડો લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે ઇન્દોરની રહેવાસી રાયસા અન્સારીની કહાની પણ આ જ વાત રજુ કરે છે. રાયસા તેના પિતાની ફળની દુકાનમાં કામ કરે છે. પરંતુ લોકડાઉનને કારણે તેમને નુકશાન થઇ રહ્યું છે અને કોઈ બજારમાં આવીને ફળોની ખરીદી કરી રહ્યું નથી.

રાયસા અન્સારીના જણાવ્યા મુજબ, તેને તેના પિતા પાસેથી ફળની દુકાન વારસામાં મળી છે. રાયસા કહે છે કે પ્રતિબંધિત પગલાને કારણે તેમનો ધંધો સારી રીતે ચાલી રહ્યો નથી અને તેઓ જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી નારાજ છે.

રાયસા ખૂબ શિક્ષિત છે, પરંતુ નોકરીના અભાવે રાયસાને શાકભાજી વેચવાની ફરજ પડી રહી છે. આ દિવસોમાં રાયસાનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે અંગ્રેજી બોલતી જોવા મળી રહી છે અને સરકાર પ્રત્યે ગુસ્સો દર્શાવી રહી છે.

લોકડાઉને કર્યા દુઃખી

મધ્યપ્રદેશના ઇન્દોરમાં રહેતી રાયસા કોરોના વાયરસને કારણે વારંવાર લાગી રહેલા લોકડાઉનથી દુઃખી છે. તેમણે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. રાયસાના જણાવ્યા અનુસાર, તે દેવી અહિલ્યા યુનિવર્સિટી ઇન્દોરની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે, અને કોરોના સમયગાળાને કારણે તેના શાકભાજી અને ફળો કોઈ ખરીદતા નથી.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે કોરોનો સંકટને પગલે પ્રતિબંધિત પગલાના અમલીકરણ અંગે પોતાનો રોષ વ્યક્ત કરી રહી છે. રાયસાના જણાવ્યા અનુસાર, તે અને તેના મિત્રો હાલમાં ફળો અને શાકભાજી વેચી રહ્યા છે. પરંતુ લોકો કોરોનાના કારણે માર્કેટમાં આવી રહ્યા નથી. જેથી કોઈ ફળ, શાકભાજીનું વેચાણ થઇ શકતું નથી.

તેવામાં હવે ઈન્દોરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓડ ઇવનનો અમલ કરવામાં આવ્યો છે, જેનાથી વધુ નુકસાન થઈ રહ્યું છે. રાયસાના કહેવા પ્રમાણે તેના અને તેના મિત્રોના કુટુંબમાં 22 થી 25 લોકો છે અને તેની 6 થી 7 પેઢીઓ બજારમાં કામ કરી ચુકી છે. રાયસાએ જણાવ્યું કે તેના પિતા, દાદા અને મોટા દાદા પણ આ બજારમાં શાકભાજી વેચતા હતા અને તે આવી સ્થિતિમાં ક્યાં જાય.

2011 માં પીએચડી પૂર્ણ કર્યું

વીડિયોમાં રાયસા ખૂબ સારી અંગ્રેજી બોલી રહી છે. જ્યારે તેને તેની લાયકાતો વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાયસાએ કહ્યું કે તેણે ફિઝિક્સમાં માસ્ટર ઓફ સાયન્સ કર્યું છે. રાયસાના કહેવા પ્રમાણે, દેવી અહિલ્યા યુનિવર્સિટીમાંથી તેણે વર્ષ 2011 માં પીએચડી પૂર્ણ કર્યું છે. તે પૂછવા ઉપર કે આટલી શિક્ષિત હોવા છતાં પણ તે આ કામ કેમ કરી રહી છે, ત્યારે રઇસાએ કહ્યું કે ખાનગી નોકરી સુરક્ષિત નથી.

મને કામ કોણ આપશે, મુસ્લિમોમાંથી કોરોના વાયરસ પેદા થયો છે, એવી ધારણાને કારણે કોઈ પણ નોકરી ઉપર નહિ રાખે. કેમ કે મારું નામ રાયસા અન્સારી છે, કોઈ કોલેજ અથવા સંશોધન સંસ્થા મને નોકરી આપવા માટે તૈયાર નથી.

અધિકારીઓએ આ દાવાને નકારી કાઢ્યો

જ્યારે વહીવટી અધિકારીઓને રાયસાના આ દાવા અંગે પૂછપરછ કરવામાં આવી કે તે મુસ્લિમ હોવાને કારણે તેણીને નોકરી નથી મળી રહી. તો તે અંગે અધિકારીઓએ કહ્યું કે કોઈ પણ સરકારી નોકરી મેરિટના આધારે તૈયાર થાય છે. સરકારી નોકરીઓને ધર્મ અને જાતિ સાથે કોઈ લેવા-દેવા નથી.

નોંધપાત્ર વાત એ છે કે કોરોના વાયરસને કારણે કરોડો લોકો બેરોજગાર બની ગયા છે અને રોજગાર માટે વિવિધ પ્રકારની જોબ કરવા મજબૂર થઈ રહ્યા છે. કોરોના વાયરસને કારણે કામ છીનવાઈ ગયા પછી ઘણા બધા લોકોને ફળ અને શાકભાજી વેચવાની ફરજ પડી રહી છે. જેથી તે થોડા પૈસા કમાઈને પોતાનું ગુજરાન ચલાવી શકે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

વિડીયો :