કપિલની સાથે તેમનો નવો શો હોસ્ટ કરશે આ બોલ્ડ અભિનેત્રી, ફોટોઝ જોઈને થઇ જશો ચકિત

કપિલ શર્મા એક એવું નામ છે જેને આજે લોકો ઘર ઘરમાં ઓળખે છે. ક્પીલ શર્મા આજે એવા સ્ટેજ ઉપર છે ત્યાં પહોચવા માટે તમણે ખુબ મહેનત કરેલ છે. આ તેમની મહેનત જ છે જે આજે લોકો તેમને વિશ્વભરમાં ઓળખે છે. પણ કહેવાય છે ને વધુ સફળતા પણ વ્યક્તિનું મગજ ખરાબ કરી નાખે છે. આવું જ કઈક થયું કપિલ સાથે. શો ની સફળતાનો જાદુ તેની ઉપર એવી રીતે છવાયો કે તેની જીભ પણ આડી અવળી થઇ ગઈ જેના કારણે તેમનો શો હમેશા માટે બંધ થઇ ગયો. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા થી કપિલની ટીમ એક શો કરીને પાછી ફરી રહી હતી ત્યારે કપિલ શર્મા ની રકજક તેમના સાથી કલાકાર સુનીલ ગ્રોવર સાથે થઇ ગઈ.

કપિલની જીભ એવી રીતે ચાલી કે સુનીલને શો છોડવો પડ્યો. ત્યાર પછી શો ની ઘટતી ટીઆરપીએ કપિલને દુખી કરી દીધો. તેની વચ્ચે તેની તબિયત ઘણી ખરાબ થઇ. પછી પાછળથી સમાચાર આવ્યા કે સુનીલ અને કપિલે આંતરિક મતભેદ ભૂલીને ફરી વખત એક સાથે કામ કરવાનો નિર્ણય કરેલ છે, પણ હવે કપિલ નવા અંદાઝમાં ટીવી ઉપર પાછા ફરવા જઈ રહેલ છે. ખુબ જ સફળતા મેળવ્યા પછી કપિલે થોડું પાછા ફરીને વિચાર્યું છે.

 

શો ને હોસ્ટ કરશે નેહા પેંડસે

કપિલ શર્મા એક ધમાકેદાર શો થી નાના પડદા ઉપર પાછા ફરવા જઈ રહેલ છે. આ શો ની સાથે અભીનાત્રી નેહા પેંડસે હોસ્ટ કરશે. નેહા લાઈફ ઓકે ની હીટ શો ‘મેં આઈ કમ ઈન મેડમ’ માં જોવા મળેલ છે. ખાસ કરીને કપિલ નાના પડદા ઉપર પાછા ફરી એક ગેમ શો સાથે કરી રહેલ છે અને આ પ્રકારનો ગેમ શો ટીવીના ઇતિહાસમાં અત્યાર સુધી નથી આવેલ. કપિલ શર્માના આ નવા શો નું નામ છે’ ફેમીલી ટાઈમ વિથ કપિલ’ જેનું પ્રસારણ ૨૫ માર્ચ થી સોની ચેનલ ઉપર કરવામાં આવશે. ફિલ્મ ની હોસ્ટ નેહા પેંડસે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નો જાણીતો ચહેરો છે, પણ હાલમાં જ કઈક એવું થયું હતું કે નેહા ને શો ‘મેં આઈ કમ મેડમ’ માંથી કાઢી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

 

શો માંથી કાઢવાની આપી ધમકી

જયારે નેહા ‘મેં આઈ કમ ઈં મેડમ’ શો કરી રહેલ હતી ત્યારે શો મેકર્સે તેને શો માંથી કાઢવાની ધમકી આપી હતી, ખાસ કરીને નેહા ની ભૂમિકા એક ગ્લેમરસ છોકરીનું હતું જે એક કંપનીની માલિક છે.પણ મેકર્સની માનીએ તો રોલના હિસાબે નેહાનું વજન વધુ હતું. તેથી તેને વજન ઓછું કરવાઓ સલાહ આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે જો તેમણે વજન ઓછું ન કર્યું તો તેને શો માંથી કાઢી નાખવામાં આવશે. તે સમયે નેહાનો મેકર્સ સાથે ૬ મહિનાનો કોન્ટ્રાકટ હતો. મેકર્સે કહ્યું કે તેનું વજન ઓછું નહી કરે તો કોન્ટ્રાક્ટ આગળ નહી વધારવામાં આવે. ત્યાર પછી નેહાએ પોતાનું વજન ઓછું કરવાનું શરુ કરી દીધું. હવે નેહા રોજનું લગભગ ૨ કલાક પોલ ડાન્સ કરે છે અને તેની સાથે સાથે જીમ અને યોગા પણ કરે છે.

જુઓ ફોટોઝ

જણાવી આપીએ કે નેહા ટીવી ઇન્ડસ્ટ્રી ની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પણ એક્ટીવ છે. તેમણે વર્ષ ૧૯૯૯ માં ફિલ્મ ‘પ્યાર કોઈ ખેલ નહિ’ થી ડેબ્યુ કરેલ હતું. ત્યાર પછી તે દાગ:ધ ફાયર, દીવાને, તુમસે અચ્છા કોન હે, દેવદાસ, ડ્રીમ્સ. સ્વામી, દિલ તો બચ્ચા હે જી અને અસીમા જેવી ફિલ્મો માં જોવા મળેલ છે, જુવો નેહા પેંડસે ની થોડા ગ્લેમરસ ફોટા.