ભારતના આ 9 પ્રસિદ્ધ ધન્વન્તરિ મંદિરો વિષે કેટલું જાણો છો તમે? અહીં ધનતેરસ પર થાય છે વિશેષ પૂજા.

ભગવાન ધન્વન્તરિને સમર્પિત મંદિરની શોધમાં છો, તો અહિયાં જાણો તેમના પ્રખ્યાત મંદિરો વિષે.

ભગવાન ધન્વન્તરિ ભગવાન વિષ્ણુના અવતાર છે અને તેમને દેવોના ડોક્ટર અને આયુર્વેદિક ચિકિત્સાના દેવતા પણ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે ભગવાન ધન્વન્તરિ અમૃત કળશ લઈને સમુદ્ર માંથી નીકળ્યા હતા એટલા માટે ધનતેરસના રોજ તેમની જયંતી ઉજવવામાં આવવા લાગી. ભગવાન વિષ્ણુના આ અવતારને પૂજવાનું વિધાન ખાસ કરીને ધનતેરસના દિવસે હોય છે અને તે દિવસે તેમની વિધિ પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે.

ભારતમાં ઘણા મંદિરોને ભગવાન ધન્વન્તરિના મંદિરના રૂપમાં બનાવવામાં આવ્યા છે. આવો જાણીએ દેશના તે પ્રસિદ્ધ ધન્વન્તરિ મંદિરો વિષે જ્યાં ઓછામાં ઓછુ એક વખત જરૂર જવું જોઈએ. આ આર્ટિકલમાં તમને ભગવાન ધન્વન્તરિને સમર્પિત કેટલાક પ્રસિદ્ધ મંદિરો વિષે માહિતી મળશે.

રંગનાથસ્વામી મંદિરમાં ધન્વન્તરિ મંદિર, તમિલનાડુ : રંગનાથસ્વામી મંદિર પરિસરમાં આવેલું ધન્વન્તરિ મંદિર ભારતના મુખ્ય ધન્વન્તરિ મંદિરો માંથી એક છે. તે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. શ્રીરંગમમાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં ધન્વન્તરિને સમર્પિત મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં તમામ દેવતાઓની પૂજા સાથે ખાસ કરીને ભગવાન ધન્વન્તરિની પૂજા પણ વિધિ પૂર્વક કરવામાં આવે છે. આ મંદિરમાં ઘણી જડીબુટ્ટીઓને પ્રસાદ તરીકે ચડાવવામાં આવે છે અને ભક્તોને આપવામાં આવે છે.

શ્રી ધન્વન્તરિ મંદિર, કોયંબટુર : કોયંબટુરમાં આવેલુ શ્રી ધન્વન્તરિ મંદિર તમિલનાડુમાં આવેલું એક બીજું લોકપ્રિય ભગવાન ધન્વન્તરિજીનું મંદિર છે. આર્ય વૈદ્દ્ય ફાર્મેસી પરિસરમાં કોયંબટુર શહેરનાં કેન્દ્રમાં આવેલું, શ્રી ધન્વન્તરિ મંદિર જીવન અને સારવારના દેવતા, ભગવાન ધન્વન્તરિને પીઠાસીન (અધ્યક્ષ) દેવતા તરીકે પ્રતિષ્ઠિત કરે છે. આ મંદિરમાં ભગવાન ધન્વન્તરિની પૂજા ખાસ કરીને ધનતેરસના દિવસે કરવામાં આવે છે.

ધન્વન્તરિ મંદિર, નેલ્લુવાઈ : ભારતમાં ભગવાન ધન્વન્તરિના સૌથી મુખ્ય અને પ્રાચીન મંદિરો માંથી એક છે નેલ્લુવાઈનું ધન્વન્તરિ મંદિર. દંતકથામાં કહેવામાં આવે છે કે, મંદિરમાં તેમની મૂર્તિ અશ્વિની દેવો દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી અને તે એ મૂર્તિ હતી જેની શ્રી દ્વારા પૂજા કરવામાં આવતી હતી. એટલા માટે અનુમાન લગાવવામાં આવે છે કે મંદિરની ઉત્પતી 5000 વર્ષથી પણ જૂની છે.

આ મંદિર ભગવાન ધન્વન્તરિને સારવારના દેવતા તરીકે દર્શાવે છે અને સારવારની તમામ શાખાઓના ડોક્ટર તેમની ઉપાસના મૂર્તિ તરીકે પૂજા કરે છે. નેલ્લુવાઈમાં ભગવાન ધન્વન્તરિ મંદિર, ગુરુવાયુર અને ત્રિશુરથી લગભગ 20 કી.મી. દૂર છે અને આયુર્વેદિક ડોક્ટર પોતાનો અભ્યાસ શરુ કરતા પહેલા આ મંદિરના દર્શનને શુભ માને છે.

શ્રી ધન્વન્તરિ મંદિર, પેરીંગવે : પેરીંગવેમાં આવેલું શ્રી ધન્વન્તરિ મંદિર કેરળમાં ત્રિશુર શહેરના બહારના વિસ્તારમાં આવેલું એક જુનું ધન્વન્તરિ મંદિર છે. મંદિરનો ગર્ભગૃહ 2 માળ સાથે ગોળ આકારમાં બનાવવામાં આવ્યો છે, જે અન્ય કેરળ શૈલીની વાસ્તુકળાથી વિપરીત એક દુર્લભ ડીઝાઈન છે. ભગવાન ગણપતિ, દેવી લક્ષ્મી, અને ભગવાન અય્યપ્પન પણ આ મંદિરમાં બિરાજમાન છે. આ મંદિરમાં ભગવાન ધન્વન્તરિની પૂજા કરવામાં આવે છે.

થોટ્ટૂવા ધન્વન્તરિ મંદિર : થોટ્ટૂવા શ્રી ધન્વન્તરિ મંદિર ભારતના કેટલાક ભગવાન ધન્વન્તરિ મંદિરો માંથી એક છે. આ મંદિરના અધ્યક્ષ દેવતા ધન્વન્તરિ છે અને તેમની મૂર્તિ લગભગ છ ફૂટ લાંબી અને પૂર્વ તરફ ઉન્મુખ છે. જમણા હાથમાં ભગવાને અમૃત ધારણ કરેલું છે અને ડાબા હાથમાં ભગવાને અટ્ટા, શંકુ અને સુદર્શન ચક્ર ધારણ કરે છે. ઉપ દેવતા અય્યપ્પન, ગણપતિ, ભદ્રકાળી છે. આ મંદિરમાં તાજું અને ઉકાળ્યા વગરનું દૂધ ચડાવવામાં આવે છે. આ મંદિરમાં મુખ્ય પ્રસાદ તરીકે માખણ મળે છે.

શ્રી રુદ્ર ધન્વન્તરિ મંદિર, પુલમંથોલે : શ્રી રુદ્ર ધન્વન્તરિ મંદિર જે લગભગ 3500 વર્ષ જુનુ છે અને પુલમંથોલેના કેન્દ્રમાં આવેલું છે. આ મંદિરમાં શરુઆતમાં માત્ર શિવજીની મૂર્તિ હતી. આ મંદિર અષ્ટાવૈદ્ય પુલમંથોલે મુસ પરિવારનું છે. છતાં પણ તમામ હિન્દુઓને પ્રાચીન કાળથી આ મંદિરમાં પૂજા કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી.

એક માન્યતા મુજબ એક વખત ત્રાવણકોર મહારાજને પેટમાં તીવ્ર દુઃખાવો થયો. જુદા જુદા લોકો દ્વારા તેમનો ઉપચાર કરવામાં આવ્યો પણ તેનો કોઈ ફાયદો ન થયો, એટલા માટે દૂતોની પાલખી સાથે પુલમંથોલે માના મોકલવામાં આવ્યા. અહીં ઉપચાર પછી લોકો સાજા થતા હતા આથી આ મંદિરનું મહાત્મ્ય ઘણું વધી ગયું. લોકોનું માનવું છે કે આ પ્રસિદ્ધ શ્રી રુદ્ર ધન્વન્તરિ મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરવા અને પ્રસાદ ગ્રહણ કરવાથી તમામ બીમારીઓ ઠીક થઇ શકે છે.

શ્રી ધન્વન્તરિ આરોગ્ય પીઠમ યજ્ઞ ભૂમિ, વાલાજાપેટ : ધન્વન્તરિ આરોગ્ય પીઠ લોકો માટે ઉપચારનું એક મુખ્ય સ્થાન છે. આરોગ્ય પીઠની સ્થાપના ડૉ. શ્રી મુરલીધર સ્વામીગલે કરી હતી, જેને બ્રહ્માંડની શક્તિઓ અને ઉર્જાઓ દ્વારા ઘણા અલૌકિક શક્તિઓના આશીર્વાદ પ્રાપ્ત છે. આરોગ્ય પીઠ માનવ જાતીના રોગોનો એક સાર્વભૌમિક ઈલાજ કરે છે. તેને ભગવાન ધન્વન્તરિના આશીર્વાદ તરીકે માનવામાં આવે છે. તે એક દિવ્ય હોસ્પિટલ છે જ્યાં સારવારના ભગવાન આપણા બધાની દેખરેખ અને ઈલાજ કરે છે અને માનસિક, શારીરિક અને ભાવનાત્મક આરોગ્ય પાછુ લાવે છે.

ધન્વન્તરિ મંદિર, ઈંદોર : મધ્ય પ્રદેશના ઈંદોર શહેરમાં આવેલા રાજબાડાની પાસે આડા બજારમાં ભગવાન ધન્વન્તરિનું 180 વર્ષ જુનું મંદિર છે, જ્યાં ધનતેરસ ઉપર મોટી સંખ્યામાં ઈંદોરના મોટાભાગના વૈદ્ય અને બીજા લોકોનું દર્શન માટે સવારથી જ આવવાનું શરુ થઇ જાય છે. મોડી રાત સુધી અહિયાં ભક્તોનું આવવાનું ચાલુ રહે છે. ધનતેરસ ઉપર સવારે 7 વાગે બ્રહ્મ મુહુર્તમાં પાંચ બ્રાહ્મણો દ્વારા ભગવાન ધન્વન્તરિનો પંચામૃત, જડીબુટ્ટીઓથી અભિષેક કરવામાં આવે છે અને ત્યાર પછી ભગવાન ધન્વન્તરિની પૂજા અને આરતી કરવામાં આવે છે.

ધન્વન્તરિ મંદિર, આંધ્ર પ્રદેશ : ભારતના પૂર્વી કાંઠા ઉપર પૂર્વી ગોદાવરી ક્ષેત્રમાં એક મંદિર છે. રાજમુંદરીથી પૂર્વી ગોદાવરી જીલ્લાના ચિંતલુરુ ગામ તરફ આગળ જતા લીલાછમ અનાજના ખેતરો વચ્ચે આ મંદિર આવેલું છે. આ મંદિર આંધ્ર પ્રદેશનું સૌથી પહેલું ભગવાન ધન્વન્તરિને સમર્પિત મંદિર છે. આ મંદિરના દર્શન માટે તમે ચિંતલુરુ પહોચીને, અલામુરુ વારી વેધી ઉપર ઉતરો અને સીધા મંદિરના દર્શન માટે જાવ.

વેંકટેશ્વરલુ દ્વારા 1942 માં નિર્મિત અને પ્રતિષ્ઠિત ધન્વન્તરિ મંદિર સારા આરોગ્યની શોધમાં હજારો ભક્તો વચ્ચે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અલગ રીતે બનાવવામાં આવેલા આ મંદિરની અંદરની દીવાલો ઉપર બ્રહ્માજી, દક્ષ પ્રજાપતી,અશ્વિની કુમાર, ઇન્દ્ર, ભારદ્વાજ, વાગ્ભટ્ટ, આત્રેય, સુશ્રુત અને ચરકની મૂર્તિઓ છે. આ મંદિરમાં ક્ષીર સાગર મંથનનું પણ ચિત્રણ છે. મંદિર પરિસરની અંદર ભગવાન સુબ્રમણ્યમ, વેંકટેશ્વર સાથે શ્રીદેવી અને ભૂદેવી, અને કાશી વિશ્વેશ્વર સાથે અન્નપુર્ણા માતાનું નાનું મંદિર છે.

આ માહિતી હરજિંદગીઅને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.