સૂર્યદેવનું પ્રસિદ્ધ ચમત્કારી મંદિર, જ્યાં કુંડમાં સ્નાન કરવાથી ખુલી જાય છે ભાગ્ય

માણસ પોતાના જીવનમાં સુખી રહેવા અને પોતાના દુઃખોમાંથી છુટકારો પ્રાપ્ત કરવા માટે હંમેશા ભગવાનના શરણોમાં જાય છે. આપણો દેશ ધાર્મિક દેશમાંથી એક માનવામાં આવે છે. આપણા દેશમાં જુદા જુદા ધર્મોના લોકો રહે છે અને પોતાના દેવી દેવતાઓની પૂજા કરે છે. હિંદુ ધર્મમાં સૂર્ય દેવતાને પંચદેવમાંથી મુખ્ય દેવતા માનવામાં આવે છે.

સૂર્યદેવનો દિવસ રવિવાર માનવામાં આવે છે, તે દિવસે સૂર્યદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. માન્યતા મુજબ જો આ દિવસે સૂર્યદેવની પૂજા કરવામાં આવે તો માણસને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ સૂર્યદેવની ઉપાસના કરે છે, તેને પોતાના જીવનમાં પદ-પ્રતિષ્ઠા અને સફળતા પ્રાપ્ત થાય છે, તે માણસને જ્ઞાન સુખ મળે છે.

આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી સૂર્યદેવના એક એવા પ્રસિદ્ધ અને ચમત્કારિક મંદિર વિષે જાણકારી આપવાના છીએ જે ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બનેલું છે. એવું કહેવામાં આવે છે કે, જે ભક્ત અહિયાં આવીને સૂર્યદેવના દર્શન કરે છે તેની તમામ મનોકામનાઓ પૂરી થાય છે. એટલું જ નહિ પરંતુ વ્યક્તિને પોતાના તમામ પાપોમાંથી છુટકારો મળે છે.

ખાસ કરીને આજે અમે જે મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ, તે સૂર્ય મંદિર રાજસ્થાનના ઝુંઝૂનુ જીલ્લાના લોહાગર્લમાં આવેલું છે. અહિયાંના સ્થાનિક લોકોના કહેવા મુજબ અહિયાં દર્શન કરવા વાળા ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી થઇ જાય છે.

આ મંદિરની અંદર સૂર્ય દેવતા પોતાની પત્ની સાથે બિરાજમાન છે. આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે, મહાભારતના યુદ્ધ પછી પાંડવો પોતાના પાપોમાંથી છુટકારો મેળવવા માટે અહિયાં આવ્યા હતા, અને આ મંદિરમાં બનેલા કુંડમાં સ્નાન કર્યું હતું. આ કુંડમાં સ્નાન કર્યા પછી પાંડવને તમામ પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત થઇ હતી.

સૂર્યદેવના આ પ્રસિદ્ધ મંદિરમાં જે કુંડ બનાવવામાં આવ્યા છે, જો તેમાં કોઈ પણ વ્યક્તિ સ્નાન કરે છે તો એવું માનવામાં આવે છે કે, તે વ્યક્તિને તમામ પાપોમાંથી છુટકારો મળી જાય છે. એટલું જ નહિ જો કોઈ વ્યક્તિને ત્વચા સંબંધિત કોઈ પ્રકારની સમસ્યા છે તો તે વ્યક્તિ આ કુંડમાં સ્નાન કરે છે તો તેની ત્વચા સંબંધિત તમામ રોગોમાંથી મુક્તિ મળે છે. એટલે તેના ત્વચા સંબંધિત રોગ ઠીક થઇ જાય છે. જે ભક્ત અહિયાં આવીને સૂર્યદેવના દર્શન કરે છે તેના તમામ પાપ દુર થાય છે.

આ મંદિરની અંદર ભક્ત હંમેશા પોતાના દુઃખ દર્દ લઈને સુર્દેવતાના દર્શન કરવા આવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત પોતાના સાચા મનથી અહિયાં આવીને દર્શન કરે છે તેના જીવનની તમામ મુશ્કેલીઓ સૂર્ય દેવતાની કૃપાથી દુર થઇ જાય છે. આ મંદિરમાં લોકો દુર દુરથી દર્શન કરવા માટે આવે છે. ખાસ કરીને ત્વચા સંબંધિત તકલીફોથી પીડીત લોકો અહિયાં આવીને કુંડમાં સ્નાન કરે છે અને તેને પોતાની સમસ્યામાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. આ મંદિર પ્રત્યે લોકોનો અતુટ વિશ્વાસ જોવા મળે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.