પગમાં 6 આંગળીઓને કારણે ટ્રોલ થઈ રહી છે આ ફેમસ મોડલ, યુઝરે લખ્યું – ‘તમારો મોટો અંગુઠો…’

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને જાણવા જેવી માહિતી મળતી હોય છે. જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. અમુક કિસ્સા એવા હોય છે, જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે. અને આજે અમે એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ જ તમે અજાણ હશો. આવો જાણીએ તે કિસ્સા વિષે વિસ્તારથી.

અમેરિકન મોડલ અને હિરોઈન કીમ કાર્દશીયન સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ થઈ રહી છે. કારણ છે તેમનો એક ફોટો. ખાસ કરીને હાલમાં જ કિમે પોતાનો એક ફોટો શેયર કર્યો હતો, જેમાં તેમના પગમાં છ આંગળીઓ જોવા મળી રહી છે. કીમના આ ફોટા જોઈને સોશિયલ મીડિયા ઉપર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે કીમના પગમાં અંગુઠા ઉપરાંત પાંચ આંગળીઓ છે.

કીમના ફોટા જોયા પછી એક યુઝરે લખ્યું – અમે જાણીએ છીએ કે તમારો મોટો અંગુઠો તમારા ચપ્પલમાં નથી આવી રહ્યો. એક યુઝરે લખ્યું – રાતના બાર વાગી રહ્યા છે. અરે હું વિચારી રહી છું કે, કીમનો અંગુઠો તેના હજાર ડોલરના ચપ્પલમાં નથી આવી રહ્યો. મોટા અંગુઠા તું બહાર કેમ આવી ગયો?

કિમે આ ફોટામાં લાલ રંગનો બોડી ફીટેડ પેક નેક ડ્રેસ પહેર્યો છે, જેમાં થાઈ સ્લિત કટ લાગેલી છે. આ ફોટો શેયર કરતા કિમે લખ્યું – ક્રિસ્ટીએન ડાયોર ગઈ રાત્રે, પગ.

હાલમાં થોડા મહિના પહેલા કિમે ખુલાસો કર્યો હતો કે, તે ઘણા દિવસોથી દુઃખાવો, સાંધામાં સોજો, માથાનો દુઃખાવો, નબળાઈ જેવી તકલીફોનો સામનો કરી રહી છે. તેનો રૂમેટોયડ આર્થરાઈટીસ અને ઓટોઈમ્યુન બીમારી લુપ્સનો ટેસ્ટ પોઝેટીવ નીકળ્યો છે. ઓટોઈમ્યુન બીમારીમાં રોગ-પ્રતિકારક સીસ્ટમ સ્વસ્થ કોશિકાઓને અસર કરવા લાગી છે.

કિમ આ વર્ષે મેટ ગાલામાં પોતાના ડ્રેસને લઈને સમાચારોમાં છવાયેલી હતી. તે દરમિયાન કિમે ટ્રાંસપેરેન્ટ ડ્રેસ પહેર્યો હતો જેમાં પાણીના ટીપા ટપકતા જોવા મળી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે કીમ દરિયામાંથી સ્નાન કરીને સીધી મેટ ગાલા આવી ગઈ હોય. કિમે રેપર અને ફેશન ડિઝાઈનર કાન્યે વેસ્ટ સાથે વર્ષ ૨૦૧૪ માં લગ્ન કર્યા હતા. કાન્યે સાથે આ લગ્ન પહેલા કીમ ૨ વખત લગ્ન કરી ચુકી છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.