જાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.

જો તમે પણ સમુદ્ર કિનારા પર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ જગ્યા તમારા માટે બેસ્ટ સ્થળ હોઈ શકે છે.

ભારતમાં એવા ઘણા નાના નાના સમુદ્ર કિનારા છે જેના વિષે ઘણા ઓછા લોકોને જાણકારી હોય છે. પણ જયારે પર્યટક તે નાના સમુદ્ર કિનારા પર પહોંચે છે, તો તેમને વિશ્વાસ આવે છે કે ગોવા વગેરે સ્થળના સમુદ્ર કિનારા તેની આગળ ફેલ છે.

રત્નાગીરી જીલ્લામાં આવેલુ ગણપતિપુલે એક નાનું શહેર છે, પણ આ શહેરમાં રહેલા સમુદ્ર કિનારાની આગળ મોટા મોટા સમુદ્ર કિનારા પણ ફિક્કા લાગે છે. વાદળી સમુદ્ર અને નારીયેળના ઝાડની હરિયાળી વચ્ચે આવેલું આ સ્થળ મહારાષ્ટ્રના સ્વર્ગ તરીકે ફેમસ છે. ફેમીલી, મિત્રો કે પછી કપલ્સ માટે પણ આ સ્થળ એકદમ પરફેક્ટ માનવામાં આવે છે. અહિયાં ઘણી ઉત્તમ જગ્યાઓ ઉપર ફરવાની સાથે સાથે વોટર સ્પોર્ટ્સ એક્ટીવીટીઝને પણ એન્જોય કરવાની તક મળી શકે છે, તો આવો જાણીએ અહિયાં ફરવા માટેની કેટલીક ઉત્તમ જગ્યાઓ વિષે.

ગણપતિપુલે :

લીલાછમ ઝાડોથી ઘેરાયેલો ગણપતિપુલે દરિયા કિનારો અહીંયાની સૌથી ફેમસ જગ્યાઓ માંથી એક છે. અહિયાં આવવા વાળા પ્રવાસીઓ સૌથી પહેલા આ સ્થળ ઉપર ફરવા માટે આવે છે. સમુદ્ર કિનારાનું શાંતિપ્રિય વાતાવરણ કોઈ પણ પ્રવાસી માટે કોઈ સ્વર્ગથી ઓછું નથી. જો તમે ફેમીલી કે ફ્રેન્ડસ સાથે ભીડ ભાડથી દુર કોઈ શાંતિ વાળી જગ્યા ઉપર જવા માંગો છો, તો આનાથી ઉત્તમ કોઈ સ્થળ ન હોઈ શકે. અહિયાં તમે વોટર સ્પોર્ટ્સ એક્ટીવીટીઝને પણ એન્જોય કરી શકો છો. તે ઉપરાંત તમે ‘આરે વેયર બીચ’ અને ‘ભંડારપુલે બીચ’ પણ ફરવા માટે જઈ શકો છો.

જયગઢ કિલ્લો :

ગણપતિપુલે બીચ પછી સૌથી વધુ પ્રવાસી જયગઢ કિલ્લો જોવા જાય છે. સમુદ્ર કિનારે લગભગ 13 એકર ક્ષેત્રમાં ફેલાયેલો આ કિલ્લો ઘણા અદ્દભુત દ્રશ્યો રજુ કરે છે. જયગઢ ફોર્ટને ખાસ ફોટોગ્રાફીના રૂપમાં પસંદ કરવામાં આવે છે. સ્થાનિક લોકો દ્વારા આ ફોર્ટ અને તેની આસપાસના સ્થળો પીકનીક પોઈન્ટ તરીકે પણ પ્રસિદ્ધ છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ કિલ્લાનું નિર્માણ 16 મી સદીમાં થયું હતું, જે આજે પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.

સ્વયંભુ ગણપતિ મંદિર :

ગણપતિપુલેમાં ઘણા મંદિર છે પણ સ્વયંભુ ગણપતિ મંદિરને સૌથી પ્રાચીન અને પવિત્ર મંદિર માનવામાં આવે છે. લગભગ 400 વર્ષથી પણ વધુ પ્રાચીન આ મંદિરમાં દર વર્ષે લાખો તીર્થયાત્રી ભગવાન ગણેશના દર્શન માટે આવે છે. ગણપતિપુલે શહેરનું નામ ભગવાન ગણેશના નામથી જ લેવામાં આવે છે. જો તમે તમારા પ્રવાસમાં કોઈ ધાર્મિક સ્થળને સામેલ કરવા માંગો છો, તો અહિયાં જઈ શકો છો.

કોંકણ સંગ્રહાલય :

સમુદ્રી કિનારા, કિલ્લા અને મંદિર ફર્યા પછી તમે અહિયાં આવેલા કોંકણ સંગ્રહાલયમાં પણ ફરવા માટે જઈ શકો છો. અહિયાં તમને ગણપતિપુલે શહેરના ઈતિહાસને નજીકથી જોવાની તક મળી શકે છે. કોંકણ સંગ્રહાલય એક ઓપન એયર સંગ્રહાલય છે, જે ત્રણ એકરમાં ફેલાયેલું છે. અહિયાં સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા વચ્ચે ફરવા માટે જઈ શકો છો. ટીકીટની વાત કરીએ તો પ્રતિ વ્યક્તિ 40 રૂપિયાની આસપાસ છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.