આ પ્રખ્યાત ટીવી એક્ટરે કરી આત્મહત્યા 37 વર્ષની ઉંમરમાં નિધન, ઘરમાં લટકેલું મળ્યું શબ

ટીવી એક્ટર કુશલ પંજાબીએ આત્મહત્યા કરી છે. ગઈ કાલે રાત્રે એમના ઘરેથી એમનું લટકેલું શબ મળ્યું. કુશલ પંજાબીની ઉંમર 37 વર્ષ હતી. એમના આકસ્મિક નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીના કલાકારો અને ફેંસ આઘાતમાં છે. આજે બપોરે 1 વાગ્યે કુશલના અંતિમ સંસ્કાર કરવામાં આવશે એવી જાણકારી મળી હતી.

કરણવીર બોહરાએ શેયર કર્યા શોકિંગ ન્યુઝ :

કુશલ પંજાબીના નિધનના શોકિંગ સમાચાર એક્ટર કરણવીર બોહરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપ્યા. કુશળ અને કરણવીર સારા મિત્ર હતા. કરણવીર બોહરાએ કુશલ પંજાબીનો ફોટો શેયર કરી ઈમોશનલ પોસ્ટ લખી. એમણે કેપ્શનમાં લખ્યું, તમારા નિધનના સમાચારે મને ચોંકાવી દીધો છે. હજી પણ હું આ વાતને નથી માની શકતો. મને ખબર છે કે તમે જ્યાં પણ હશો ખુશ હશો. જે રીતે તમે પોતાના જીવનને જીવ્યું એનાથી મને ઘણી રીતે પ્રેરિત કર્યા. પણ મને શું ખબર હતી….

ડાન્સિંગ, ફિટનેસ, ઓફ રોડ બાઈકિંગ, ફાધરહૂડ અને આ બધાથી ઉપર, તમારો હસતો ચહેરો, ખુશમિજાજ સ્વભાવ અને ગર્મજોશી… હું તમને મિસ કરીશ. તમને હંમેશા એક એવા વ્યક્તિના રૂપમાં યાદ કરવામાં આવશે જેણે પોતાનું આખું જીવન જીવ્યું.

કુશલને છેલ્લે સિરિયલ ‘ઈશ્ક મેં મરજવાં’ માં જોવામાં આવ્યા હતા. કુશલ પંજાબીના અંગત જીવનની વાત કરીએ તો એમણે યુરોપિયન છોકરી સાથે લગ્ન કર્યા. એમનો એક દીકરો પણ છે. જેનો જન્મ 2016 માં થયો હતો. કુશલે પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. તે ઘણી મોટી ફિલ્મો અને ટીવી શો નો ભાગ રહ્યાં હતા.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.