કોઈને કહી આંટી તો કોઈને કહી જાડી, ખુલ્લેઆમ ખરાબ કમેન્ટ્સનો શિકાર થઇ ચુકી છે આ અભિનેત્રીઓ.

સોશિયલ મીડિયા પર ખરાબ કમેન્ટનો ભોગ બની ચુકી છે આ એક્ટ્રેસો, એક ને તો બધાની સામે કહી દીધી જાડી.

સોશિયલ મીડિયા ઉપર યુઝર્સ હંમેશા પોતાના પસંદગીના કલાકાર કે અભિનેત્રીઓની પોસ્ટ ઉપર કમેન્ટ કરતા રહે છે, પણ ઘણી વખતે તેમની કમેન્ટ્સ તે સેલેબ્સને કડવી લાગે છે. ટીવીની ઘણી એવી અભિનેત્રીઓ છે, જેમની પોસ્ટ ઉપર યુઝર્સે ઘણી ખરાબ કમેન્ટ કરી છે. ક્યારેક જાડી, તો ક્યારેક આંટી જેવી કમેન્ટ કરવામાં આવે છે. એટલું જ નહિ ઘણા યુઝરોએ એવી ખરાબ કમેન્ટ્સ પણ કરી છે, જેનાથી તે કલાકારો ગુસ્સે થઈ ગયા હતા. તો આવો તમને જણાવીએ કે કયા સેલેબ્સ ઉપર યુઝરે કેવી કમેન્ટ કરી હતી?

ટીવી શો ‘પરવરીશ – કુછ ખટ્ટી કુછ મીઠી’ અને ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ ફેમ અભિનેત્રી આશિકા ભાટિયા ઘણી વખત બોડી શેમનો ભોગ બની ચુકી છે. આશિકાના ‘લેવલ અપ’ સોંગ ઉપર એક યુઝરે તેને તેનું લેવલ વધુ અપ કરવા માટે કહી દીધું હતું.

‘દેવો કે દેવ મહાદેવ’ માં માં પાર્વતી બનેલી સોનારિકા ભદોરિયા દ્વારા ઢીલી જીન્સ પહેરવા ઉપર યુઝર્સે કમેન્ટ કરી હતી. એક યુઝરે તું સુકાઈને મ રીજા જેવા શબ્દો બોલી નાખ્યા હતા. સોનારિકાએ પણ આ કમેન્ટ ઉપર રીપ્લાઈ આપતા કહ્યું હતું, તું તો આટલો ફૂલાયેલાઓ છે, તો અત્યાર સુધી ફૂલીને મર્યો નથી?

પંજાબી સિંગર અને બીગ બોસ ફેમ હિમાંશી ખુરાના પણ ટ્રોલનો ભોગ બની ચુકી છે. તે યુઝર્સ જે આસીમના ફેન હતા તેમણે હિમાંશીને જાડી અને આંટી જેવી કમેન્ટ કરી હતી. હિમાંશીએ પણ રીપ્લાઈમાં લખ્યું હતું, આવું કરીને આસીમના ફેન પોતે જ પોતાના હીરોને દુઃખ પહોંચાડી રહ્યા છે.

રશ્મિ દેસાઈને થોડા દિવસો પહેલા ‘સડક 2’ ફિલ્મ અને સિદ્ધાર્થ શુક્લાને લઈને ટ્રોલ કરવામાં આવી હતી. બીગ બોસ 13 માં સિદ્ધાર્થ સાથે તેના ઝગડા ઉપર એક યુઝરે કહ્યું હતું કે, રશ્મિએ 6 મહિના સિદ્ધાર્થને પરેશાન કર્યો હતો અને હવે 6 મહિના સુધીમ ર શે. તેની ઉપર રશ્મિએ મગજ ગુમાવ્યા વગર જવાબ આપ્યો હતો કે, ‘મને આશીર્વાદ આપવા માટે તમારો આભાર. તમારી વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં ઓછામાં ઓછું તમે આના વિષે વિચાર્યું.’

બીગ બોસ 10 માં જોવા મળેલી મંદાના કરીમીના સેમી ન્યુ ડફોટા ઉપર યુઝર્સે વાંધાજનક કમેન્ટ કરી હતી. આ બાબતમાં મંદાનાએ કહ્યું હતું કે, ઘણા બધા લોકો એવા છે જે મને માત્ર એટલા માટે જજ કરી રહ્યા છે કારણ કે હું એક મુસ્લિમ છું.

જસ્મીન ભસીનની એક વર્કઆઉટ પોસ્ટ ઉપર યુઝરે કમેન્ટ કરી હતી કે, તને તો ચપ્પલોથી મારવી જોઈએ.

બીગ બોસમાં હિમાંશી ખુરાના અને શહનાઝ ગીલના ઝગડામાં તેમના ફેન્સ પણ ઘુસી ગયા હતા. હિમાંશીના ફેને શહનાઝને જાડી, ઝગડાળું અને નાટક કરવા વાળી સુધી કહી દીધું હતું.

સુશાંત સિંહ રાજપુત માટે સતત ન્યાયની માંગણી કરી રહેલી તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે ફરહાન અખ્તરની ગલફ્રેન્ડ શિબાની દાંડેકરના નિશાન ઉપર આવી ગઈ હતી. જ્યારે દેવોલીના ભટ્ટાચાર્યાજીએ સાથ આપ્યો તો ટ્વીટર યુઝર્સે લખ્યું હતું કે, 2018 માં થયેલા એકમ દર કેસમાં તે પણ તો જેલ અને કોર્ટના ધક્કા ખાઈ રહી હતી.

બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી પણ સુશાંતના ગયા પછી યુઝર્સના નિશાના ઉપર આવી હતી. યુઝર્સે તેને ન જાણે શું શું કહી દીધી હતી.

કેટલાક એવા પણ સેલેબ્સ છે, જેમણે ફેન્સ વિરુદ્ધ ફરિયાદ પણ કરી દીધી હતી. તેમાં મયુર વર્માનું નામ પણ આવે છે. તેમણે પોતાના ફેન ઉપર જા નથી મા રીના ખવાની ધમકી આપવા બદલ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી. પણ તે ફેન મયુરનો નહિ પણ દેવોલીનાનો હતો.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.