મગની દાળનું સેવન તમે બધાએ કોઈ ને કોઈ રીતે જરૂર કરેલ હશે. મગની દાળ ઘણી રેસિપી જેવા મગની દાળ, મગ સેન્ડવીચ, અંકુરિત મગની દાળ, સલાડ, મગ દાળની ખીચડી, મગ નો શીરો, મગદાળના લાડુ અને સૌથી ખાસ રેસીપી મગ દાળનો હલવો વગેરે બનાવટોનો તમે બધાએ જરૂર ટેસ્ટ કર્યો હશે. મગની દાળનો ઉપયોગ માત્ર વ્યંજન બનાવવા માટે નથી પણ વજન ઘટાડવા માટે પણ લોકો તેનો ઉપયોગ કરે છે કેમ કે અંકુરિત મગ ના સેવનથી શરીરમાં કુલ 30 કેલેરી અને 1 ગ્રામ ચરબી જ મળે છે.
અંકુરિત એટલે કે ફણગાવેલ મગની દાળમાં ઘણા પોષક તત્વ જેવા કે મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, રાઈબોફ્લેવિન, વિટામીન, વિટામીન ‘સી’, વિટામીન ‘બી’, ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયરન, વિટામીન બી6, નીયાસીન, થાયમીન અને પ્રોટીન વગેરે રહેલા હોય છે તેથી તેનું સેવન સ્વાસ્થ્ય ની દ્રષ્ટીએ પણ ખુબ લાભદાયક છે.
ફાયદાકારક અંકુરિત મગની દાળ :
પોષક તત્વોથી પરિપૂર્ણ :
પોષક તત્વોથી પરિપૂર્ણ સંતુલિત આહાર અને ઉચિત પોષક તત્વો મેળવવા માટે અંકુરિત મગની દાળનું સેવન જરૂર કરો કેમ કે તે શરીરમાં જરૂરી તત્વોની ઉણપ હોય તે પૂરી કરીને શરીરને તંદુરસ્ત બનાવે છે. મગની દાળ નું અંકુરિત અવસ્થામાં બીજમાં વિટામીન ‘સી’, આયરન અને ફોસ્ફરસ નું પ્રમાણ અનેક ગણું વધી જાય છે. એટલું જ નહિ અંકુરિત પછી જુદી જુદી દાળમાં મળી આવતા સ્ટાર્ચ, ગ્લુકોઝ માં અને ફ્રાકટોઝ, માલ્ટોઝ માં પરિવર્તિત થઇ જાય છે તેનાથી તેનો સ્વાદ વધે જ છે સાથે જ તે સુપાચ્ય પણ બની જાય છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારે
રોગ પ્રતિકારક શક્તિ વધારે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે અને બીમારીઓ સામે લડવા માટે નિયમિત મગની દાળ નું સેવન કરો. તે શરીરને શક્તિ આપે છે. તેમાં રહેલા એન્ટી-માઈક્રોબીયલ અને એન્ટી-ઇન્ફ્લામેટ્રિ ગુણ શરીરી ઈમ્યુંનીટી પાવરને વધારે છે.
કબજિયાતમાં રાહત :
કબજિયાતમાં રાહત આપે અંકુરિત મગની દાળમાં ફાઈબરનું પ્રમાણ ખુબ મળી આવે છે. જે પાચન ક્રિયાને સારી કરીને કબજીયાતથી છુટકારો અપાવે છે.
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે :
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે અંકુરિત મગની દાળમાં રહેલ પેપ્ટીસાઈડ બીપી ને સંતુલિત અને શરીરને ફીટ રાખે છે જેનાથી તમે હેલ્દી અને એક્ટીવ બની રહો છો.
આયરનનો સારો સ્ત્રોત :
આયરનનો સારો સ્ત્રોત મગની દાળ આયર્નન નો એક સારો સ્ત્રોત છે. એનિમિયાના રોગથી બચવા માટે અને આયરન ની ઉણપને દુર કરવા માટે મગની દાળનું ભરપુર સેવન કરો.
વજન ઘટાડવામાં મદદ કરે :
વજન ઘટાડવામાં મદદ કરે જો તમે મોટાપાથી પરેશાન છો અને વજન ઘટાડવા માગો છો તો અંકુરિત મગની દાળનું સેવન કરો કેમ કે તે ન તમારી કેલેરી ઓછી કરે છે પણ તમને લાંબા સમય સુધી ભૂખ પણ લાગવા દેતી નથી. તેથી રાત્રે ખાવામાં તમે રોટલી સાથે એક કટોરી મગની દાળ ખાવ જેનાથી તમને પુષ્કળ પોષણ મળશે.
મગની દાળના ફાયદા :
એનર્જી બુસ્ટર :
જો તમને કબજિયાત થઇ જાય તો મગની દાળની ખીચડી ખાવ કેમ કે મગની દાળની ખીચડી ખાવાથી કબજીયાતની તકલીફ દુર થઇ જાય છે. કોઈપણ બીમારી પછી શરીર ખુબ નબળું થઇ જાય છે. તો તે નબળા શરીરને હ્ર્ષ્ટ પુષ્ટ બનાવવા માટે નિયમિત મગની દાળનું સેવન કરો.
ધાધર, ખરજવું-ખંજવાળ :
જો તમે ધાધર, ખરજવું-ખંજવાળ ની તકલીફથી પરેશાન છો તો મગની દાળને ફોતરા સાથે વાટીને પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને અસરવાળી જગ્યા ઉપર લગાવો તેનાથી ખુબ આરામ મળશે.
ત્વચા અને વાળ :
અંકુરિત મગની દાળ તમારી ત્વચા થી લઈને તમારા વાળને નિખારવામાં મદદ કરે છે. જો તમે વાળ ખરવાની તકલીફથી પરેશાન છો તો તમે અંકુરિત દાળ ની એક વાટકી રોજ સવારે નાસ્તામાં લો. આમ કરવાથી તમારા વાળને યોગ્ય પોષણ મળશે.
તો આજથી જ અંકુરિત મગની દાળ નું નિયમિત સેવન કરો અને રક્ત અલ્પતા, હાડકાની બીમારીઓ, માનસિક તનાવ, કબજિયાત, અનિન્દ્રા, હરસ, મોટાપો અને પેટના ઘણા રોગોથી છુટકારો મેળવો.