વજન વધારવા સવારે ઉઠીને ખાઓ ફણગાવેલ કાળા ચણા, શરીર ને થશે આવા બીજા ફાયદા

કાળા ચણા આરોગ્ય માટે ખુબ જ ફાયદા કારક છે. તેમાં મોટા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ , વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન અને ફાઈબર્સ હોય છે. નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદિક ના ડો. સી,આર.યાદવ નું કહેવું છે કે ચણા ફણગાવી ને સવારે ખાવાથી તેનો ફાયદો વધી જાય છે.

કેવી રીતે બનાવવા અને ખાવા ફણગાવેલ ચણા?

સવારે એક મુઠ્ઠી કાળા ચણા ને સારી રીતે ધોઈને ચોખ્ખા પાણીમાં પલાળી દો. રાત્રે સુતા પહેલા તેનું પાણી કાઢી ને તેને એક ચોખ્ખા ભીના કપડામાં લપેટીને હવામાં રાખી દો. બીજા દિવસે સવાર સુધી આ ચણા અંકુરિત થઇ જાશે, આ ચણાને સીધા ન ખાવા તેને હલકા તેલમાં થોડા ફ્રાઈ કરવા વધારે સારા ગણાય. ધારો તો તેમાં ઝીણું કાપેલ સલાડ ભેળવી દો. તેને સારી રીતે ચાવીને ખાવું જોઈએ. આવો જાણીએ તેમાં ક્યાં ફાયદા છે.

મળશે શક્તિ- અંકુરિત કાળા ચણા શક્તિ અને એનર્જી નું ખુબ મોટો ભંડાર છે નિયમિત ખાવાથી નબળાઈ દુર થાય છે.
વધશે ફર્ટીલીટી – રોજ સવારે અંકુરિત કાળા ચણા મધ સાથે લેવાથી ફર્ટીલીટી વધે છે.

સારી સ્પર્મ ક્વોલેટી – સવારે ૧ ચમચી સાકર ભેળવીને અંકુરિત કાળા ચણા ખાવાથી સ્પર્મ ક્વોલેટી ખુબ સારી થાય છે.

કબજિયાત થી રાહત -અંકુરિત કાળા ચણા માં ઘણા બધા ફાઈબર હોય છે. તે પેટ ને સાફ કરે છે અને પાચન સારું કરે છે.

યુરીન પ્રોબ્લેમ દુર થશે – અંકુરિત કાળા ચણા ની સાથે ગોળ ખાવા થી વારંવાર યુરીન જવાની તકલીફમાં સારું થાય છે. પાઈલ્સ માં પણ રાહત મળે છે.

હેલ્દી સ્કીન – મીઠું નાખ્યા વગર ચાવી ચાવીને ખાવાથી સ્કીન હેલ્દી અને ગ્લોઇન્ગ બને છે. ખંજવાળ, રેશેજ જેવી સ્કીન પ્રોબ્લેમ દુર થાય છે.

વજન વધશે – કાળા ચણા શરીર વધારવામાં ઉપયોગી છે, નિયમિત ખાવાથી વજન વધે છે અને મસલ્સ સ્ટ્રોંગ બને છે.

સર્દી જુકામ થી બચી શકાય – અંકુરિત કાળા ચણા શરીરની ઈમ્યુનીટી વધારે છે. સર્દી જુકામ જેવી બીમારીઓ થી બચાવ થાય છે.

ડાયાબીટીઝ થી રક્ષણ – નિયમિત અંકુરિત કાળા ચણા ખાવાથી મેટાબોલીજમ ઝડપી થાય છે. ડાયાબીટીઝ થી રક્ષણ મળે છે.

લોહીની ઉણપ દુર થાય છે – અંકુરિત કાળા ચણા આયરન નો ખુબ જ મોટો સોર્સ છે. તે લોહીની ઉણપ તો દુર કરે જ છે, લોહી પ્યુરીઈફાય પણ કરે છે.