ઉપવાસમાં એકને એક વસ્તુ ખાઈને કંટાળી ગયો છો, તો આરીતે બનાવો “ફરાળી માલપુવા” વિડીયો પણ જુઓ

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા રસોઈ વિશેષ લેખમાં સ્વાગત છે. મિત્રો અમે તમારા માટે થોડા થોડા સમયે અલગ અલગ વાનગીઓની રેસીપી લઈને આવતા રહીએ છીએ. અને આજે અમે આ કડીમાં એક નવી રેસિપી ઉમેરવા જઈ રહ્યા છીએ. આજે અમે ઉપવાસમાં પણ ખવાય એવી વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ. અને એ વાનગી છે ફરાળી માલપુવા. જી હા, તમે એકદમ બરાબર વાંચ્યું અને ફરાળી માલપુવા. આજે અમે તમને એ ફરાળી માલપુવા કેવી રીતે બનાવાય છે એના વિષે જણાવીશું.

(આનો એક વિડીયો નીચે છે. એ વિડીયોની રીત અને આ લખાણની રીત અલગ છે. એટલે તમે વિડીયો જોઈને બનાવતા હોય તો લખાણ ને ધ્યાનમાં નાં લેતા, અને લખાણને ધ્યાનમાં લો તો વિડીયોનેધ્યાનમાં નાં લેતા.)

ફરાળી માલપુવા માટે જરૂરી સામગ્રી:

શિંગોડાનો લોટ,

સાબુદાણાનો લોટ,

મોરૈયાનો લોટ,

રાજગરાનો લોટ ( દરેક લોટ ૪ ચમચી),

એલચી પાવડર ૨ ચમચી,

શેકેલો દૂધનો મોળો માવો ૩ ચમચી,

કાજુ પાવડર ૨ ચમચી.

ફરાળી માલપુવા બનાવવાની રીત :

સાબુદાણાનો લોટ, મોરૈયાનો લોટ, શિંગોડાનો લોટ, રાજગરાનો લોટ મિક્ષ કરી દૂધ ઉમેરી જાડું ખીરું તૈયાર કરવું. પછી સ્ટફિંગ તૈયાર કરવા શેકેલો દૂધનો મોળો માવો, એલચી પાવડર, કાજુ પાવડર મિક્ષ કરો .

કડાઈ માં ૨ ચમચી ઘી નાખી ગ્રીસ કરવું, અને બનાવેલું તૈયાર ખીરું તેના પર પાથરવું. થોડીવાર પછી ઉથલાવવું, ઉથ્લાયા પછી તેને પર બુરું ખાંડ નાખી વચ્ચે સ્ટફિંગ તૈયાર કરેલું નાખી તેના પર બીજો પેહલે થી તૈયાર કરેલો માંલ્પુડો મૂકી દેવો. સહેજ પછી દબાવવું. હવે તેને ઉતારી બાદમ-પીસ્તા ની કતરણ નાખી સર્વ કરો. તો આ રીતે તમે જાતે જ ફરાળી વાનગી બનાવીને ખાઈ શકો છો.

(આનો એક વિડીયો નીચે છે. એ વિડીયોની રીત અને આ લખાણની રીત અલગ છે. એટલે તમે વિડીયો જોઈને બનાવતા હોય તો લખાણ ને ધ્યાનમાં નાં લેતા, અને લખાણને ધ્યાનમાં લો તો વિડીયોનેધ્યાનમાં નાં લેતા.)

વિડીયો  :

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.

અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.