નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે સાબુદાળાના વડા અને ફરાળી પેટીસ બનાવવાની રેસિપી લઈને આવ્યા છે. આ વાનગીઓ તમે ઉપવાસમાં બનાવીને ખાઈ શકો છો. તો ચાલો ફાટફાટ તેને બનાવવાની રીત જાણી લઈએ.
સાબુદાણાના વડા બનાવવા માટે જરૂરી સામગ્રી:
૧/૨ કપ સાબુદાણા,
૧/૨ કપ બાફી ને છુન્દેલા બટાકા,
૧/૨ કપ શેકેલી શીંગ નો ભૂકો -અધકચરો,
૧/૪ કપ છીણેલું નાળીયેર,
૨ થી ૩ નંગ ઝીણા સમારેલા લીલા મરચા,
૧ ચમચી ખાંડ,
૧ ટી.સ્પૂન લીંબુ નો રસ,
૧ ટેબ.સ્પૂન તલ તે પલાળી રાખો,
૧ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર,
૧ ટી.સ્પૂન જીરું પાવડર,
ફ્રાય કરવા માટે તેલ,
સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું.
સાબુદાણાના વડા બનાવવા માટેની રીત :
સૌ પ્રથમ સાબુદાણાને ધોઈ ૩ થી ૪ કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેમાં બાફીને છુન્દેલો બટાકો ઉમેરો, ત્યારબાદ તેમાં શેકેલી શીંગ, છીણેલું નાળીયેર, જીરું પાવડર, લીલા મરચા, સિંધવ, લીંબુનો રસ, ખાંડ, તલ અને કોથમીર ઉમેરી મિક્સ કરો. સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું નાખો. બરોબર મિક્સ કરી તેની નાની નાના વડા બનાવી લો. અને પછી એને સારી રીતે તળી લો.
ગરમ ગરમ સાબુદાણાના વડા ટોમેટો કેચપ, નાળીયેરની ચટણી કે કોથમીરની ચટણી સાથે પીરસો.
નાળીયેની ચટણી બનાવવા માટેની રીત :
૧ કપ છીણેલા નાળીયેરમાં સિંધવ મીઠું સ્વાદ અનુસાર નાખી તેમાં,
૨ થી ૩ લીલા મરચા,
૧/૪ કપ શીંગ દાણા અને
૧ ટેબ.સ્પૂન દહીં નાખી મિક્સરમાં ક્રશ કરો.
કોથમીરની ચટણી બનાવવાની રીત:
૧ કપ સમારેલી કોથમીરમાં ૨ થી ૩ લીલા મરચા અને સિંધવ મીઠું સ્વાદ અનુસાર નાખી તેમાં,
૧ ટી.સ્પૂન લીંબુનો રસ,
૧ ટી.સ્પૂન ખાંડ,
૧ ટેબ.સ્પૂન શીગદાણા નાખી મિક્સરમાં ક્રશ કરી લો.
બીજી ફરાળી આઈટમ – ફરાળી પેટીસ :
જરૂરી સામગ્રી :
500 ગ્રામ બટાકા,
50 ગ્રામ શિંગોડાનો લોટ,
50 ગ્રામ રાજગરાનો લોટ,
100 ગ્રામ સાબુદાણા,
1/2 કપ સીંગદાણાનો ભૂકો.
1/2 કપ તલ સિંધાલૂણ – પ્રમાણસર 1 કપ લીલી ચટણી 4 ટેબલ સ્પૂન આદું-મરચાની પેસ્ટ ખાંડ, લીંબુ – પ્રમાણસર તેલ –
તળવા માટે રીત :
બટાકાને બાફીને માવો કરો.
સાબુદાણાને એક કલાક પલાળી રાખી પાણી નિતારીને બટાકાના મિશ્રણમાં ભેળવો.
સીંગદાણા અને તલને અધકચરા ક્રશ કરી લો. રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ, પાંચ ચમચી તેલ, પાંચ ચમચી સીંગદાણાનો ભૂકો, આદું-મરચાની પેસ્ટ, લીંબુ, ખાંડ, સિંધાલૂણ બધું મિક્સ કરો.
બટાકાના મિશ્રણમાંથી પેટીસ બનાવી તેને સીંગ અને તલના ભૂકામાં રગદોળીને ધીમા તાપે તેલમાં બદામી રંગની પેટીસ સાંતળી લો. લીલી ચટણી સાથે સ્વાદ માણો.
માઇક્રોવેવમાં બનાવવા માટે નોન સ્ટીક તવી પર તેલ લગાવી પેટીસ તેની પર મુકો. ૧ મિનીટ માટે માઈક્રોવેવમાં ગરમ કરી પેટીસ ઉથલાવી ફરી ૧ મિનીટ માટે માઇક્રોવેવમાં મુકો.
વિડીયો :
મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.