મુશ્કેલીઓ અને અડચણો સામે લડીને આ 2 ખેડૂત દીકરીઓએ JEE ની પરીક્ષામાં મેળવ્યો 99% સ્કોર

ઘણા બધા લોકોને છોકરીઓ બોજ લાગે છે. તેમને જોતા જ વિચાર આવે છે કે, હવે તેમના લગ્ન માટે પૈસા ભેગા કરવા પડશે. આવા લોકોના વિચાર પર આજે છોકરીઓએ પોતાની બુદ્ધિમતા અને આત્મવિશ્વાસથી પૂર્ણવિરામ લગાવી દીધું છે. આજે છોકરીઓ દેશના દરેક ખૂણે દરેક ક્ષેત્રમાં પોતાની ભાગીદારી આપી રહી છે.

એવી જ બે છોકરીઓ છે સિમરન અને કાજલ છે. સિમરન હસનગંજની રહેવા વાળી છે, અને કાજલ ફતેહાબાદના ઈંદાચોઈ ગામની રહેવા વાળી છે. બંને ખેડૂતની દીકરીઓ છે. આ બંને એ Joint Entrance Examination (JEE, Mains) 2020 માં 99.47% અને 99.31% સ્કોર કર્યો છે.

આ બંને સિવાય 46 અન્ય વિધાર્થીઓની પણ હરિયાણા સરકારના ‘Super-100 programme’માં નોંધણી થઈ હતી. કાર્યક્રમ અંતગર્ત નોંધાયેલા 48 વિધાર્થીઓમાંથી 46 એ પરીક્ષા આપી છે.

સિમરને હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા જણાવ્યું, JEE Main ને ક્રેક કરવું એક સપનું સાચું થવા જેવું છે, પરંતુ મારું લક્ષ્ય JEE એડવાન્સ પરીક્ષા સુધી પહોંચવાનું છે. મેં ૧૦ માં ધોરણ સુધી અમારા ગામની એક સરકારી સ્કૂલમાં ભણતર કર્યું અને 90% થી વધારે ગુણ મેળવ્યા હતા. મારા પિતા પાસે બે એકરથી ઓછી જમીન છે.

મારા પિતાનું થોડા સમય પછી એક્સીડેન્ટ થઇ ગયું હતું, જેના કારણે તે પેરાલાઇઝડ થઇ ગયા હતા. આમ થવા છતાં પણ તેમણે મને અને મારા ભાઈ-બહેનોને સારામાં સારી શિક્ષા આપી. તેમણે કમ્પ્યુટર સાઇન્સ ઇંજિનિયર બનવું છે.

કાજલે જણાવ્યું :

હું મારી સફળતાનો શ્રેય ‘Super-100 Programme’ ને આપું છું.’ તે IIT થી પોતાનું ઇન્જીનિયરિંગ પુરુ કરવા માંગે છે અને તે કેટલાક બાળકોને ટ્યુશન પણ આપે છે.

તમને જણાવી દઈએ કે, રેવાડીમાં ચાલી રહેલા આ ‘Super-100 Programme’ અંતર્ગત તેમના મુખ્ય શિક્ષક નવીન મિશ્રા પોતાના પાંચ આઈઆઈટીયન મિત્રો સાથે વિધાર્થીઓને મફત કોચિંગ આપે છે.

તમારી આ સફળતા પર તમારા માતા-પિતા અને શિક્ષકોની સાથે સાથે અમને બધાને ગર્વ છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.