જજ બની ગઈ ગરીબ ખેડૂતની દીકરી, બોલી ગરીબો સાથે કયારેય અન્યાય નહિ થવા દઉં

ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે બસ ઉત્સાહ જીવિત રાખવો જોઈએ. ખેડૂતની છોકરી સ્મૃતિ પટેલે ગરીબાઈમાં પણ સિવિલ જજ બનીને માત્ર પોતાના પિતા લોકનાથ પટેલના સપના જ પુરા નથી કર્યા, પણ શહેર અને ગામમાં યુવા પેઢીની રોલ મોડેલ બની. આર્થિક સંકટ હોવા છતાય સ્મૃતિએ માત્ર પોતાના માટે નહી, પણ તે બધી છોકરીઓ માટે પણ મિસાલ રજુ કરી છે જે આગળ ભણવા માંગે છે. અને જણાવી દઈએ કે હિંમત આગળ પહાડ જેવી મુસીબતો પણ ઘુટણ ટેકી દે છે.

ઉત્સાહ આગળ આર્થીક તંગીએ પણ ટેકી દીધા ઘૂંટણ : રીવા જીલ્લાના ખજુવા ગામના ખેડૂત લોકનાથ પટેલના ચાર બાળકોમાં બીજા નંબરની છોકરી સ્મૃતિ જણાવે છે, કે ચોથા સુધી રીવામાં રહીને અંગ્રેજી મીડીયમમાં અભ્યાસ કર્યો. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પિતાજી બધાને લઈને ગામડે જતા રહ્યા.

છઠા ધોરણનો અભ્યાસ ગામમાં જ એજીએસ સ્કુલમાં શરુ કર્યો, તો લોકો ટોણા મારવા લાગ્યા. ત્યારબાદ ભણવા માટે પાછી શહેર આવી ગઈ. રેવાન્ચલ પબ્લિક સ્કુલના અંગ્રેજી મીડીયમની જ્ગ્યાએ હિન્દી મીડીયમમાં નામ લખાવ્યું. 8 મી સુધી હિન્દી મીડીયમના અભ્યાસ પછી, અભ્યાસ માટે પિતાએ ચાર એકર જમીન વેચી અને ભાઈઓનું પણ એડમીશન અંગ્રેજી મીડીયમમાં કરાવ્યું.

સ્મૃતિએ જીદ કરીને બદલી પોતાની દુનિયા : ભાઈ અંગ્રેજી મીડીયમથી ભણતો હતો તો મેં પણ જીદ કરી તો 9 મી થી 12 મી સુધી અંગ્રેજી મીડીયમમાં અભ્યાસ કર્યો, અને કોમન લો એડમીશન ટેસ્ટની તૈયારી કરી. થોડા ઘરના કારણથી ટેસ્ટમાં સમાવેશ ન થઇ શકી. ત્યારબાદ અહિલ્યા વીવી ઇન્દોરમાં ટેસ્ટમાં બેઠી તો પહેલો રેંક આવ્યો. વર્ષ 2010 થી લઈને 2015 સુધી બીએ –એલએલબીનો અભ્યાસ કર્યો. એમાં 86 ટકા રીસ્લ્ટ આવ્યું.

વર્ષ 2016 માં નેશનલ લો ઇન્સ્ટીટયુટ ભોપાલથી એલએલએમ ઉત્તીર્ણ કર્યું. વર્ષ 2017-18 ની ન્યાયિક સેવાની પરીક્ષા પાસ કરી. પિતાની આર્થિક સ્થિતિને જોયા પછી ઘણી વાર વિચાર બદલ્યો પણ જયારે તેમના સપના પુરા કરવા કઠીન પરિશ્રમ કર્યો અને સફળતા મળી. 24 ડીસેમ્બર 2018 માં સિવિલ જજ તરીકે સાગરમાં તે કાર્યરત છે.

પિતા વ્યવસાયે ખેડૂત : જીલ્લાના ખજુહા નિવાસી વ્યવસાયે ખેડૂત એવા લોકનાથ પટેલે કહ્યું, કે તેમણે ગરીબાઈમાં પણ છોકરાઓના ઉત્સાહને ઓછો નથી થવા દીધો. ઘણી વાર સંકટ આવ્યા પણ હાર ન માની. દીકરી સ્મૃતિને રજાઓ દરમિયાન કલેકટર, એસપી અને જજોના બંગલા દેખાડવા લઇ જતા હતા, અને કહેતા હતા કે દીકરી આ રીતનું મકાન બનાવવું મારું કામ નથી. આ બંગલા માત્ર અને માત્ર અભ્યાસથી મળી શકે છે.

છોકરાઓને ભણાવવા માટે જમીન વેચી અને ગામના ટોણા સહન કર્યા પછી પણ હાર ન માન્યા. દીકરી સિવિલ જજ બનવામાં સફળ રહી અને દીકરો ધર્મેન્દ્ર એન્જીનીયર બની ગયો. દીકરીને જોઇને શીખ મેળવી એમનો છોકરો ધનેન્દ્ર પણ ઇન્ડીયન લો ઇન્સ્ટીટયુટની પ્રવેશ પરીક્ષા પાસ કરીને અભ્યાસ કરી રહ્યો છે. બીજી છોકરી આકૃતિ પટેલ પણ અભ્યાસ કરી રહી છે. પત્ની ચંદ્રકલા પટેલ આંગણવાડી કાર્યકર્તા છે.

યુવાઓને સંદેશ : સ્મૃતિ પટેલનું માનવું છે કે જીવનમાં સફળ થવા માટે લક્ષ્ય જરૂરી છે. ઈચ્છાશક્તિ પર નિર્ભર રાખે છે કે આપણે લક્ષ્ય પ્રત્યે કેટલા સંવેદનશીલ છીએ. ગામમાં જન્મ્યા હોવાનો એવો અર્થ નથી કે માત્ર ખેડૂત અને મજુરીમાં જ ભવિષ્ય છે. દરેક ક્ષેત્રમાં રસ્તા ખુલ્લા છે, સંકલ્પ સાથે વધવાથી સફળતા જરૂર મળશે. તેમણે કહ્યું કે ન્યાયિક સેવા એક મોટી જવાબદારીનું કામ છે. તેની સાથે જ તે ગામના યુવાઓને શિક્ષણના ક્ષેત્રમાં આગળ લઇ જવાનો પ્રયત્ન કરશે જેથી અન્ય કોઈ યુવા પણ ન્યાયિક સેવાથી જોડાય.