ખડૂતનું નામ હતું અમિતાભ બચ્ચન, ખાતામાંથી જતા રહ્યા પીએમ મોદીએ મોકલેલા પૈસા

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં અમિતાભ બચ્ચને કિસાન સમ્માન રાશિ માટે બેંક ઓફ ઈન્ડિયામાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું. પણ એમના નામને કારણે મોટી શંકા થઈ ગઈ. શંકા એટલી મોટી થઈ ગઈ કે એમના ખાતામાં જમા કરેલી રકમ પાછી જતી રહી. જયારે બેંકના ઓફિસરોએ મામલાની તપાસ કરીને સત્યનો ખુલાસો કર્યો તો તેઓ પોતે પણ ચોંકી ગયા.

બિગ બી ને શું જરૂર હતી કિસાન સમ્માન રાશિની?

તમને આશ્ચર્ય થતું હશે કે, અમિતાભ બચ્ચનને શું જરૂર હતી કે યુપીના બારાબંકીમાં કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે બેંકમાં ખેડૂત બનીને ખાતું ખોલાવે? પણ જયારે અધિકારીઓએ તપાસ કરી તો, અલગ જ મામલો નીકળીને સામે આવ્યો.

ખાતામાં નાખ્યા હતા મોબાઈલ નંબર અને આધાર નંબર :

બેંક ખાતામાં અમિતાભ બચ્ચનનો આધાર નંબર અને મોબાઈલ નંબર પણ સાચો હતો. પણ તપાસમાં ખબર પડી કે આ અમિતાભ બોલીવુડના બિગ બી નહિ પણ બારાબંકીના એક ખેડૂત છે. એમણે કિસાન સમ્માન રાશિ મેળવવા માટે બેંક ઓફ ઈન્ડિયામાં ખાતું ખોલાવ્યું હતું.

આ જગ્યા પર ખોલવામાં આવ્યું છે ખાતું :

બારાબંકીના રામ સ્વરૂપ યુનિવર્સીટી કેમ્પસમાં બેંક ઓફ ઈન્ડિયાની તિન્દોલા બ્રાંન્ચમાં અમિતાભ બચ્ચનના નામથી ખાતું છે. ખાતામાં મોબાઈલ નંબર અને આધાર નંબર પણ છે. પણ શંકાના કારણે તે ખેડૂતના ખાતામાંથી કિસાન સમ્માન રાશિની રકમ પાછી જતી રહી.

ફેલાઈ ગઈ અફવા, શંકા મોટી થઈ ગઈ :

હકીકતમાં, જયારે કિસાન સમ્માન નિધિ યોજનામાં રજીસ્ટર ખેડૂતોના દસ્તાવેજોની ફાઈલ સદર તાલુકા મુખ્યાલય પહોંચી, તો પલ્હરીના લેખપાલ ચોંકી ગયા. કારણ કે ખેડૂતોની યાદીમાં અમિતાભ બચ્ચનનું નામ દાખલ કરેલું હતું. પછી અફવા ઉડવા લાગી કે આ સદીના મહાનાયકનું ખાતું છે.

દૌલતપુરમાં અમિતાભે ખરીદી હતી જમીન :

વર્ષો પહેલા બારાબંકીના દૌલતપુરમાં જમીન ખરીદવાની સાથે જ અમિતાભ બચ્ચનનું નામ બારાબંકી સાથે જોડાઈ ગયું હતું. હવે પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનાની યાદીમાં અમિતાભ બચ્ચનનું નામ જોડાઈ ગયું છે.

પલ્હરીના હરેરામના દીકરા છે અમિતાભ :

આ વખતે આ ખેડૂત દૌલતપુરના અમિતાભ બચ્ચન નથી, પણ ગદિયાના જસમાંડા ગામના રહેવાસી હરેરામના દીકરા અમિતાભ બચ્ચન છે. તપાસમાં પણ એ વાત સામે આવી કે, આ બીજા અમિતાભ બચ્ચન છે. એમનું બેંકમાં પોતાનું ખાતું છે.

પત્ની બોલી – મારા અમિતાભ સઉદીમાં કામ કર છે :

ઘરમાં પત્નીએ જણાવ્યું કે અમિતાભ મારા પતિ છે. તે 3 વર્ષથી સઉદી અરબમાં કામ કરી રહ્યાં છે. બેંક ઓફ ઈન્ડિયાના મેનેજર દીપક મિશ્રાએ જણાવ્યું કે, નામ એક હોવાથી શંકા થઈ હતી. પણ હવે કોઈ સમસ્યા નથી. એમના બધા દસ્તાવેજ સાચા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.