રવી સીઝનમાં ખેડૂતોને થશે રાહત, ફોસ્ફેટ અને પોટાશ ખાતર ઉપર આટલા કરોડની સબસીડીનો નિર્ણય લેવાયો.

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત, શિક્ષણ, શહેરી વિકાસ સાથે જોડાયેલા ઘણા મહત્વના નિર્ણય લેવાયા, જાણો કોને થશે કેટલો ફાયદો?

કેન્દ્ર્ત સરકારે ફોસ્ફેટ અને પોટાશ આધારિત ખાતરોની સબસીડીમાં વધારો કર્યો છે. આગામી રવી વાવણી સીઝનમાં ખેડૂતોને સસ્તા દરે ખાતર મળી શકે, એટલા માટે કુલ 28,655 કરોડ રૂપિયાની ખાતર સબસીડી આપવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારના રોજ થયેલી આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિએ પોષક તત્વ આધારિત સબસીડી (NBS) ના દરોને મંજુરી આપી. આ દરો ઓક્ટોબર 2021થી માર્ચ 2022 સુધી રહેશે. રવીની સીઝન કે શીયાળાની વાવણી સીઝન ઓક્ટોબરથી જ શરુ થાય છે.

બેઠક પછી જાહેર નિવેદન મુજબ એનબીએસ હેઠળ પ્રતિ કિલો નાઈટ્રોજન (N) સબસીડીના દર 18.789 રૂપિયા, ફોસ્ફોરસ (P) ની 45.323 રૂપિયા,પોટાશ (K) ની 10.116 રૂપિયા અને સલ્ફર (S) ની 2.374 રૂપિયા પ્રતિ કિલો રહેશે. આ રીતે આ સબસીડી ઉપર કુલ 28,602 કરોડ રૂપિયાનો વધુ બોજ પડશે.

ડીએપી ઉપર વધારાની સબસીડી : તેની સાથે જ સરકારે ડીએપી ઉપર વિશેષ વન ટાઈમ પેકેજ પણ જાહેર કર્યું છે. તેની હેઠળ લગભગ 5716 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. એનપીકે ખાતરને ત્રણ સૌથી વધુ વેચાતા ખાતરો માટે પણ ખાસ વન ટાઈમ પેકેજ આપવામાં આવ્યું છે. તેના એનપીકે 10-26-26, એનપીકે 20-20-0-13, એનપીકે 12-32-16 માટે 837 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે.

સરકારે નાણાકીય વર્ષ 2021-22 ના બજેટમાં સબસીડી માટે 79,600 કરોડ રૂપિયા સબસીડી માટે ફાળવ્યા છે. વધારાની સબસીડી પૂરી પાડવાને કારણે આ આંકડા હજુ વધી શકે છે. જુનમાં પણ સરકારે ડીએપી અને કેટલાક પ્રાઈવેટ યુરીયા ઉત્પાદનો માટે સબસીડીમાં 14,775 કરોડ રૂપિયાનો વધારો કર્યો હતો. સરકારે મંગળવારના રોજ જણાવ્યું કે વધારાની સબસીડીથી રવી સીઝન 2021-22 દરમિયાન ખેડૂતોને તમામ ફોસ્ફોરસ અને પોટાશ આધારિત ખાતરોને સસ્તી કિંમતો ઉપર સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય.

કેન્દ્ર સરકાર હાલની સબસીડી ચાલુ રાખીને અને ડીએપી અને ત્રણ વધુ વપરાશ વાળા એનપીકે ખાતરો માટે વધારાની સબસીડીનું વિશેષ પેકેજ આપીને ખેડૂતોની મદદ કરી રહી છે. ડાઈ અમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) ઉપર 438 રૂપિયા પ્રતિ બેગ અને એનપીકે 10-26-26, એનપીકે 20-20-0-13 અને એનપીકે 12-32-16 ઉપર 100 રૂપિયા પ્રતિ બોરી (50 કિલો) સબસીડી આપશે.

જુનમાં સરકારે ડીએપી ઉપર સબસીડીમાં 140 ટકાની વૃદ્ધી કરતા તે 1200 રૂપિયા પ્રતિ બોરી કરી દીધી હતી. જેથી ખેડૂતોને એ મહત્વપૂર્ણ ખાતર સસ્તા દરો ઉપર મળી શકે, જયારે વિશ્વ બજારમાં તેના ભાવ વધ્યા છે.

અમૃત યોજના 2.0 ની મર્યાદા 2025-26 સુધી વધારો : કેન્દ્રીય મંત્રીમંડળે અટલ મિશન ફોર રીજુવીનેશન એંડ અરબન ટ્રાંસફોર્મેશન (AMRUT 2.0) ની મર્યાદા 2025-26 સુધી વધારી દીધી છે. આ યોજના ઉપર કુલ 2,77,000 કરોડ રૂપિયા ખર્ચ થશે. તેમાં કેન્દ્રનો ભાગીદારી 76,760 કરોડ રૂપિયા હશે.

100 સૈનિક સ્કૂલોને મંજુરી : મંત્રીમડળે નિર્ણય લીધો છે કે બાળકોને મુલ્ય આધારિત શિક્ષણ, ચરિત્ર સાથે પ્રભાવી નેતૃત્વ અને અનુશાસનને પ્રોત્સાહન આપવા માટે સરકારી અને ખાનગી ક્ષેત્રની 100 સૈનિક સ્કૂલોને જોડવામાં આવશે. આ સ્કુલ વિશિષ્ટ સ્તંભ તરીકે કામ કરશે, જે રક્ષા મંત્રાલયની હાલની સૈનિક સ્કૂલોથી વિશિષ્ટ અને અલગ હશે.

પ્રથમ તબક્કામાં 100 જોડાયેલા ભાગીદારોને રાજ્યો/ એનજીઓ/ ખાનગી ભાગીદારો પાસે લેવામાં આવવું સ્વભાવિક છે. 2022-23 ના શૈક્ષણિક સત્રમાં આ 100 જોડાયેલી સ્કૂલોમાં 5000 વિદ્યાર્થીઓ છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળવાની સંભાવના છે.

સ્વચ્છ ભારત મિશન 2.0 ને મંજુરી : મંત્રીમંડળે સ્વચ્છ ભારત મિશન (શહેરી) ને 2025-26 સુધી ચાલુ રાખવાની મંજુરી આપી દીધી. તેમાં 1.41 લાખ કરોડનો ખર્ચ આવશે, જેમાં 36,465 કરોડ રૂપિયાનો કેન્દ્ર સરકારનો ભાગ સામેલ છે. જે મિશનના અંતિમ તબક્કાના 62,009 કરોડ રૂપિયાથી 2.5 ગણો વધુ છે. તેનું લક્ષ્ય સ્વચ્છતા અને નક્કર કચરા પ્રબંધકના પરિણામો જાળવી રાખવા અને તેની ગતિ વધારવાની રહેશે.

સ્વચ્છ ભારત મિશન (શહેરી) 2.0 હેઠળ ખુલ્લામાં શૌચ માંથી મુક્તિના પરિણામો ઉપર જોર આપવામાં આવશે. સાથે જ તમામ શહેરોમાં ઘન કચરાનું વૈજ્ઞાનિક પ્રસંસ્કરણ શરુ કરવામાં આવશે.

અટલ નવીકરણ મિશન અમૃત 2.0 ને પણ મંજુરી : મંત્રીમંડળે કાયા કલ્પ અને શહેરી પરિવર્તન માટે અટલ મિશનના બીજા તબક્કા (અમૃત 2.0)ને પણ મંજુરી આપી દીધી. તે આત્મનિર્ભર ભારતની દિશામાં ઉઠાવવામાં આવેલા પગલા હશે અને શહેરોને જળ અર્થવ્યવસ્થા દ્વારા પીવાના પાણીની પર્યાપ્ત વ્યવસ્થા સાથે સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવશે. અમૃત 2.0 માટે 2.77 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે. તેનાથી તમામ ઘરોમાં પાઈપ દ્વારા પાણી પહોચાડવાનું લક્ષ્ય છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.